________________
૧૨. શ્રીમદને મિક આત્મવિકાસ
તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જાય છે. જગતને, જગતની લીલાને બેઠાં બેઠાં મફતમાં જોઈએ છીએ. ”૨૪
આ પછી થોડા દિવસમાં શુદ્ધ સમકિત પ્રગટ્યાની ખાતરી આપતાં શ્રીમદુનાં વચન મળે છે. કારતક સુદ બારસના રોજ પિતાને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવી મતલબને એક પત્ર તેઓ અંબાલાલભાઈને લખે છે, અને તે પછી કારતક સુદ ૧૪ના રોજ તે વિશેનાં સ્પષ્ટ વચને શ્રી ભાગભાઈને લખ્યાં છે કે –
આત્મા જ્ઞાન પામ્યો છે તે નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે... માટે દઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માગ કહે – પરમાર્થ પ્રકાશ – ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તે પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તે છે જ પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તે બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય...આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યંગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી.”૨૫ શ્રીમદે પિતાને થયેલા ગ્રંથિભેદ વિશે, હસ્તધમાં એક અંગત કાવ્યમાં પણ લખ્યું
ઓગણસને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાડું રે.”૨૬ આમ ગ્રંથિભેદ થવાથી શ્રીમદે એવો નિર્ણય કરેલો જણાય છે કે ત્યાગી થયા વિના પરમાર્થમાર્ગ પ્રકાશ નહિ. એ અભિલાષા અને એ જ્ઞાનને ત્યાં સુધી અંતરમાં જ શમાવી દેવાં. ત્યાગી થવા માટે નિર્ણય પણ ત્યારે લીધો હતો, પણ એ અભિલાષ પૂરે થાય તે પહેલાં તે તેમને અનેક સંકટ વરચેથી પસાર થવું પડયું હતું.
વિ. સં. ૧૯૪૭ની શરૂઆતમાં જ તેમને જ્ઞાન પ્રગટડ્યા પછી તેમની અંતરંગ અવસ્થા વર્ણવતા ઘણા પત્રો મળે છે, જેમાં તેમની અવસ્થા, અભિલાષા ઇત્યાદિ વિશે આલેખન થયેલું જોવા મળે છે. આ વર્ષ એવું છે કે જેમાં શ્રીમદે પોતાની અંતરંગચર્યા સૌથી વિશેષ લખી છે.
શ્રીમદે પિતાને થયેલા જ્ઞાનને ઉલેખ જુદી જુદી વ્યક્તિઓ પરના વિ. સં. ૧૯૪૭ના પત્રોમાં કરેલો જોવા મળે છે, જેમાંના મોટા ભાગના પત્રો ભાગભાઈ ઉપર લખાયેલા છે. તેમાંનાં કેટલાંક વચને જોઈ એ –
૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૬૫ ૨૫ એજન, આંક ૧૭૦ ૨૬. એજન, હાથ નેધ ૧-૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org