________________
પ્રકરણ ૮ શ્રીમદૂની તત્ત્વવિચારણા – પત્રોમાં
વિ. સં. ૧૯૪૩થી શરૂ કરી વિ. સં. ૧૫૭ સુધીના તેર વર્ષના ગાળામાં શ્રીમદ્ દ્વારા મુમુક્ષુઓને લખાયેલા લગભગ ૮૦૦ જેટલા પત્રોનો જથ્થો આજે ઉપલબ્ધ છે. તે બધા પત્રોમાં સંસારની, વ્યવહારની, વેપારની, તત્કાલીન બનાવાની કે એવી બીજી કઈ વાત નથી, પણ તેમાં આત્મા, ધર્મ, વૈરાગ્ય, મોક્ષમાર્ગ વગેરે પરમાર્થને લગતી તત્ત્વવિચારણને જ મુખ્ય સ્થાન અપાયું છે. શ્રીમદ્દનું વલણ બાળવયથી જ આધ્યાત્મિક હતું, તેથી તેમના પરિચિત વર્તુળમાં પણ જેમને આધ્યાત્મિક માર્ગમાં રસ હોય તે જ રહી શકતા. આવા મુમુક્ષુઓએ લખેલા પત્રો, પૂછાયેલા પ્રશ્નો વગેરેના ઉત્તર શ્રીમદે આધ્યાત્મિક શ્રેણીમાં જે આપ્યા હતા. તે બધા પત્રોને સંગ્રહ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં પ્રગટ થયો છે.
૮૦૦ પત્રોમાંથી લગભગ ૨૫૦ જેટલા પત્રે તે શ્રીમદના પરમાર્થ સખા શ્રી ભાગભાઈ ઉપર લખાયેલા છે; ૧૨૫ જેટલા પત્રો શ્રીમદ્દના મંત્રી જેવા અંબાલાલભાઈ ઉપર લખાયેલા છે; ૧૦૦ જેટલા પત્રો મુનિ શ્રી લલ્લુજી મહારાજ ઉપર લખાયેલા છે. આમ અડધા ઉપરના પત્ર તે આ ત્રણ વ્યક્તિઓ પર જ લખાયેલા છે. વળી, આ પત્ર પ્રમાણમાં લાંબા પણ છે. બાકીના ૩રપ જેટલા પત્ર શ્રી જૂઠાભાઈ, ગાંધીજી, મનઃસુખરામ સૂર્યરામ, મનસુખલાલ કીરતચંદ, ખીમજી દેવજી, ત્રિભોવન માણેકચંદ, ચત્રભુજ બેચર વગેરે મળી અન્ય ૪૦ જેટલી વ્યક્તિઓ પર લખાયેલા છે.
આ બધા પત્રમાં સંબોધન તથા દસ્કતમાં પણ શ્રીમદની આધ્યાત્મિકતા જણાયા વિના રહેતી નથી. જોકે તેમણે સંબંધનો કે દસ્કતો ઘણું ઓછા પત્રોમાં કર્યા છે, પણ જ્યાં મળે છે ત્યાં તે ધર્માનુરાગીને શોભે તેવા જ છે. ઉદાહરણ તરીકે – સંબોધન
આંક સાધન
આંક આત્મહિતાભિલાષી આજ્ઞાંક્તિ પર ધર્મ ઈચ્છક ભાઈશ્રી મુમુક્ષુ ભાઈએ
૧૩૯ ધર્મજિજ્ઞાસુ ભાઈ ત્રિભુવન ૧૪૨ સત્ જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ ૧૭૨ મહાભાગ્ય જીવનમુક્ત ૧૯૧ દસ્કત
દસ્કત ત્યાગીના યથાયોગ્ય - ર૭ શ્રી બોધિસ્વરૂપ
૩૧૮ સસ્વરૂપપૂર્વક નમસ્કાર ૩૬૫ ધર્મોપજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રમાણે
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org