________________
શ્રીમદની જીવનસિદ્ધિ
વગેરે મળે છે. આમાંથી લગભગ બધા જ લેખે! અપૂર્ણ રહેલા છે. વળી, તે બધામાં તાવની દૃષ્ટિએ ગભીર વિચારણા કરેલી છે; તેમાં કથાતત્ત્વ આદિ જોવા મળતાં નથી. શ્રીમની પ્રકૃતિ જેમ જેમ ગંભીર થતી ગઈ હતી તથા તેમની ઉદાસીનતા જેમ જેમ વધતી ગઈ હતી, તેમ તેમ તેમના લખાણમાંથી કથા આદિ તત્ત્વ લુપ્ત થતાં ગયાં હતાં, અને લેખ આદિ વિશેષ અપૂર્ણ રહેવા લાગ્યા હતા. કાઈ સમયે ચાલુ કરેલા લેખ ઉદાસીનતા વધતાં છેડી દેવાતા અને પછી કદી પૂરા થતા નહિ. વળી ખીજો વિકલ્પ આવે ત્યારે ખીજો લેખ ચાલુ થાય, તેવુ. કેટલીક વાર બનતું. તેથી ઘણી કૃતિઓ અપૂર્ણ જ ઉપલબ્ધ થાય છે. એટલે ગદ્યમાં તેમની તત્ત્વવિચારણા જાણવાનુ સૌથી મહત્ત્વનું સાધન પત્રો છે.
**
આ ઉપરાંત તેએ નિવૃત્તિ માટે વસતા હેાય ત્યારે મુમુક્ષુઓને ઉપદેશ આપતા કે તેમની સાથે તત્ત્વવિચારણા કરતા. તે વખતે તેમણે આપેલા ઉપદેશની કે તેમણે વ્યક્ત કરેલી તત્ત્વવિચારણાની નોંધ આ મુમુક્ષુઓ લખી લેતા, અને શ્રીમના પ્રત્યક્ષ સમાગમ ન હેાય ત્યારે તેનું વાંચન કરી, તેના પર વિચારણા કરતા. તેમના ઉપદેશની આ રીતે લેવાયેલી નાંધ પણ “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં સમાવેશ પામી છે. અને તે પણ તેમની તત્ત્વવિચારણા જાણવામાં ઉપયાગી છે.
અહીં શ્રીમદના ગદ્ય-સાહિત્યના ચાર વિભાગ કર્યા છે. પહેલા વિભાગમાં પત્રોમાં વ્યક્ત થયેલી તત્ત્વવિચારણા, ખીજા વિભાગમાં રાજનીશી – ડાયરી આદિનું લખાણ, ત્રીજામાં તે સિવાયની પૂર્ણ અપૂર્ણ કૃતિઓ, અને ચાથા વિભાગમાં તેમણે આપેલા ઉપદેશની નાંધના સમાવેશ કર્યાં છે. આ ચારે માટે સ્વતંત્ર પ્રકરણ-ચેાજના વધુ યેાગ્ય ધારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org