________________
શ્રીમદની છલનાસિદ્ધિ આ ઉપરાંત આ તબકકામાં એક બીજો ફેરફાર પણ જોવા મળે છે. વિ. સં. ૧૯૪૬ સુધી શ્રીમદ્દ જે પત્રો લખતા હતા તેમાં તેઓ દસ્કતની જગ્યાએ મુખ્યત્વે પિતાનું નામ લખી પ્રણામ લખતા હતા; જેમ કે – “વિ. રાયચંદના સપુરુષને નમસ્કાર સહિત પ્રણામ” - આંક ૫૦. “ધિ. આપના માધ્યસ્થ વિચારેના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્તભાવે નમસ્કાર” – આંક ૬૧. “ ધર્મોપજીવન ઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ - આંક ૬૮. “પ્રારબ્ધથી જીવતા રાયચંદના યથાયોગ્ય ” – આંક ૧૪૩. વગેરે.
પણ સમય જતાં જેમ જેમ તેમના આત્માની દશા ઉચ્ચ થતી ગઈ તેમ તેમની દત કરવાની રીતમાં પણ ફેરફાર થતો ગયો હતો. આ તબક્કામાં તેઓ ભાગ્યે જ પોતાનું નામ દસ્કતની જગ્યાએ લખતા જણાય છે. તેઓ નામને બદલે આત્માની દશા બતાવતાં વિશેષણોને ઉપયોગ વધારે કરતા જણાય છે; જેમ કે – “લિ. બાધબીજ” - ૩૪૨. “શ્રી સ્વરૂપના યથાગ્ય” – ૩૭૧. “બે સ્વરૂપના યથાયોગ્ય” – ૩૧૨. “આત્મ પ્રણામ” – ૪૪૨.
વિપરિત કાળમાં એકાકી હોવાથી ઉદાસ ” – ૪૬૬.“અભિન્ન બેધમયના પ્રણામ પહોંચે ” - ૩૬૪. વગેરે. આ બંને પ્રકારના દસ્કતના નમૂના જોતાં ખ્યાલ આવે છે કે તેમના આત્માની દશામાં થયેલા ફેરફારને નિર્દેશ દસ્કતમાં પણ જોવા મળે છે.
ચેાથે તબક્કો : કેવળ લગભગ ભૂમિકા વિ. સં. ૧૯૪૮થી વિ. સં. ૧૫૧ સુધીનાં ત્રણ વર્ષના ગાળામાં શ્રીમદે પ્રવૃત્તિને પ્રબળ ઉદય વેદ્યો હતે. અને તે ઉદયકાળમાં પોતાની આત્માર્થતા ચૂકી ન જવાય તે માટે તેમને સતત કાળજી રાખવી પડી હતી. આ ઉદય વિ. સં. ૧૫રથી નબળા પડવા લાગ્યો, અને શ્રીમદ્દે તે વિશે રાહત પણ અનુભવી. આ વર્ષનો માટે ભાગ તે તેઓ આત્મસાધના અથે મુંબઈની બહાર નિવૃત્તિક્ષેત્રોમાં રહ્યા હતા. અને વિ. સં. ૧૯૫૧માં પ્રવૃત્તિથી લાગેલી પછડાટને વિશ્રાંતિ આપવાને પણ પ્રયત્ન તેમણે કર્યો હતો.
વિ. સં. ૧૯૫૨માં તેઓ રાળજ, કાવિઠા, વસો વગેરે જગ્યાએ રહ્યા હતા. તેમાં સામાન્ય નહિ પણ ત્યાગીનું જીવન તેઓ જીવતા હતા.૯ આંતરિક અસંગતા સાથે બાહ્ય અસંગત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્ન તેમણે ચાલુ કરી દીધા હતા. સૂવા માટે તેઓ ગાદલું રાખતા નહિ, ડાંસ, મચ્છર આદિના ઉપદ્રવ શાંતિથી સહન કરતા અને બીજા પણ કુદરતી પરિષહ સહેતા હતા. અર્ધરાત્રિએ ઊઠીને જંગલમાં જઈ ત્યાં ધ્યાનમાં બેસતા. ખોરાકમાં પણ ઘણું સાદાઈ રાખતા. અમુક વખતે માત્ર બાફેલાં શાકભાજી લેતા, તે અમુક સમય બે રૂપિયાભાર લોટની રોટલી અને થોડું દૂધ એટલું જ આખા દિવસના ખેરાક તરીકે ઉપગમાં લેતા; બીજી વખત દૂધ કે કશું લેતા નહિ. અમુક વખત માત્ર ઘી અને દૂધમાં બનાવેલી રઈને દિવસમાં એક જ વખત ઉપયોગ કરતા. આમ બાહાથી પૂરા સંયમી બનવાના દઢ પ્રયાસે તેમણે આ વર્ષમાં આર્યા. ૭. શ્રીમદના આ ત્યાગી જીવનના અનેક મુમુક્ષુ એ સાક્ષી હતા. આ મુમુક્ષુઓએ પાતાને
થયેલે શ્રીમદનો ત્યાગી તરીકેને પરિચય “ અર્ધશતાબ્દી મારગ્રંથમાં તથા “શ્રીમદ રાજચંદ્ર - જીવનકળા”માં વર્ણવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org