________________
ત્રીજા વિભાગની પૂર્વભૂમિકા
"3
"7
શ્રીમદ્દે તત્ત્વચિ‘તનને લગતી રચના ૧૭ વર્ષની વય પહેલાં લખવી શરૂ કરી હતી. તેમાં સૌપ્રથમ ઉપલબ્ધ કૃતિ તે “ મેાક્ષસુમેાધ ” છે, જે અપૂર્ણ રહેલી છે. તે પછી “ કાળ કાઈ ને નહિ મૂકે ”, “ ધર્મ વિશે ” વગેરે કેટલીક રચનાઓ થયેલી છે. અને આ ઉપરાંત ભાવનાધ” તથા “માક્ષમાળા ”માં કેટલીક પદ્યરચનાએ મળે છે. તેમ છતાં શ્રીમદ્ના વીસ વષઁની વય પછી લખાયેલા સાહિત્યની સરખામણીમાં વીસ વર્ષ પહેલાં લખાયેલી કૃતિઓની સંખ્યા ઘણી એછી છે. વળી, એ કૃતિએ કદની ષ્ટિએ જોતાં સામાન્ય છે, કેટલીક તેા ઘણી ટૂકી છે. તત્ત્વચિંતનની ષ્ટિએ જોતાં “ અમૂલ્ય તત્ત્વવિચાર ” જેવી ઉચ્ચ કોટિની કૃતિ ઘણી ઓછી જોવા મળે છે. તેમ છતાં સામાન્ય વિચારણાને લગતી તેમની અન્ય કૃતિઓમાં પણ તેમની ઉચ્ચ અભિલાષા, વિચારાની સ્પષ્ટતા, છંદ પરનેા કાબૂ આદિ અનેક ગુણા ષ્ટિગોચર થાય છે. આ કૃતિઓ જે વયે લખાયેલી છે તે વયના તેમના વિચારા આદિ જોતાં એ કૃતિએ આશ્ચય થાય એટલી ઉચ્ચ કક્ષાની છે, એમાં શંકા નથી. આ કૃતિએ વિશે આપણે આંગળના પ્રકરણમાં જોયું.
શ્રીમની તત્ત્વવિચારણાના સાચા પરિચય આપતી કૃતિએ તે તેમની વીસ વર્ષની વય પછી રચાયેલી છે. આ બધી પદ્યકૃતિએ પોતાના અંગત ઉલ્લાસ માટે, ઉપયેગ માટે શ્રીમદ્ રચી હતી; અને કેટલીક કૃતિની રચના તેમના અંગત પરિચયમાં આવનાર વ્યક્તિએ ના હિતાર્થે થઈ હતી. પણ તેઓ આ કૃતિઓના કર્તૃત્વ માટે ઉદાસીન હતા. વીસ વર્ષની વય પહેલાં રચાયેલી કૃતિઓમાં શ્રીમદ્રે પેાતાનુ` નામ ગૂંથ્યું જણાય છે, પણ તે પછીની કોઈ પણ પદ્યરચનામાં તેમણે પેાતાનું નામ થ્યું નથી; એટલું જ નહિ, એ કૃતિઓનાં શીર્ષક મૂકવાની પણ તેમણે ખેવના રાખી ન હતી. ભાગ્યે જ બે-ચાર પદ્યકૃતિનાં શી ક તેમણે રચ્યાં હોય તેમ જણાય છે. વળી, તેમણે પેાતાની વીસ વર્ષ પછી રચાયેલી કાઈ પણ કૃતિને પોતાની હયાતી દરમ્યાન પ્રસિદ્ધિ આપી ન હતી. બધી કૃતિએ પેાતાના હસ્તાક્ષરમાં લખેલી નાંધપેાથીમાં અથવા તે નિકદ્ર પરિચયમાં આવનાર વ્યક્તિઓની નોંધપાથીમાં સચવાયેલી હતી. અને વિ. સ. ૧૯૫૭માં શ્રીમદ્દનુ` અવસાન થયા પછી, વિ. સ. ૧૯૬૧માં શ્રી મનસુખભાઈ ર. મહેતાએ તથા અન્ય મુમુક્ષુઓએ સયુક્ત પ્રયાસ કરી આ કૃતિએ પ્રસિદ્ધ કરી હતી. તેમાંની પદ્યરચનાઓના આ વિભાગમાં વિચાર કરીશું.
વીસ વર્ષની વય પછીથી શ્રીમદ્દ લિખિત લગભગ વીસ જેટલી પદ્યરચનાએ ઉપલબ્ધ થાય છે. તેમાંની કેટલીક રચનાએ તત્ત્વજ્ઞાનના મેધ કરતી છે, કેટલીક તેમની ચિત્તની પરિસ્થિતિ વણુ વતી અગત પ્રકારની છે, તેા કેટલીક છૂટક દોહરારૂપે છે; આમ તે બધી રચનાઓમાં પ્રકારભેદ જોવા મળે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org