________________
શ્રીમદની જીવનસિદ્ધિ આપ્યાં છે. આ વિભાગે તેમણે આંતરિક સ્થિતિ અનુસાર બતાવ્યાં છે. તે સાથે અપાત્ર જીવનાં લક્ષણે પણ એક દેહરામાં આપ્યાં છે.
જેને પરિણામની વિષમતા હોય, સવિશેષ કષાય પ્રર્વતતા હોય, તેને સદગુરુ અને સદ્દધર્મને વેગ કે અયોગ સમાન જ છે, તેમ આઠમા દોહરામાં શ્રીમદે કહ્યું છે. જેના કષાય મંદ થયા હોય તથા સરળતા, સુવિચાર, કરુણ, કમળતા અને આજ્ઞાપાલનની ઈછા હોય તે પ્રાથમિક કક્ષાને પાત્ર જીવ છે. જેણે વિષયને સંધ્યા છે, જે સંયમ પાળે છે, અને જેને આત્માથી કોઈ પણ પદાર્થ ચડિયાતું નથી લાગતે તે મધ્યમ પ્રકારને પાત્ર જીવ છે. પણ ઉત્તમ જીવ તો તે જ છે જેને –
“નહિ તૃષ્ણા જીવ્યા તણું, મરણ રોગ નહીં ક્ષેભ;
મહાપાત્ર તે માના, પરમ ચેગ જિતલોભ.” આવા ઉત્તમ જીવને “જીવિત કે મરણે નહિ ચૂનાધિતા” હોય છે. જે કક્ષાને જીવ, તે ઉપદેશ તેને પરિણમે. તેથી શ્રીમદે પાત્રતા પર ઘણે ભાર મૂક્યો છે.
આમ પહેલા અગિયાર દોહરામાં શ્રીમદ્ મોક્ષમાર્ગ પામવા માટેનાં ત્રણ અનિવાર્ય તત્ત્વ સમજાવે છેઃ સદ્દધર્મ, ગુરુ અને જીવની પાત્રતા આમાંથી એક પણ તત્ત્વ ઊણું હોય તે મોક્ષપ્રાપ્તિ થતી નથી.
પછીના બે દેહરામાં મેક્ષપ્રાપ્તિ તથા સંસારની ઘટમાળ બતાવે છે. મન પિતામાં જ રમમાણ રહે તે મુક્તિ જલદી થાય છે, તે દર્શાવવા સૂર્યનું દષ્ટાંત આપે છે. મધ્યાહના સૂર્યમાં છાયા વ્યક્તિમાં સમાઈ જાય છે તેમ જીવ પોતામાં મગ્ન રહે તો તે રાગદ્વેષરહિત દશા પામે છે. સંસારનું સ્વરૂપ સમજાવતાં તેઓ લખે છે –
“ઊપજે મેહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોતાં, વિલય થતાં નહિ વાર.” મોહથી ઉત્પન્ન થતા વિકલ્પને લીધે આ સંસાર રચાય છે, તે છેડતાં, આંતરદષ્ટિ કરતાં તેને લય પણ તેમ જ થઈ જાય છે.
આ કાવ્યના અંતમાં, જે અનંત સુખને પુરુષ ચાહે છે તે અનંત સુધામય પદને શ્રીમદે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે.
માત્ર ચૌદ દેહરામાં તત્ત્વજ્ઞાનનું આવી સરળતાથી થયેલું નિરૂપણ બીજે ખાસ જોવા મળતું નથી. આ કાવ્ય વાંચતાં શ્રીમદની આમિક ઉચ્ચ દશાને ખ્યાલ આવે છે. સંસાર ઉત્પત્તિનાં અને લય વિશે માત્ર બે જ પંક્તિમાં સહજ રીતે કહી દેવું તે શું આત્માની ઉચ્ચ અવસ્થા વિના સંભવી શકે ખરું ? અનુપમ સંદેશ આપનાર આ અંતિમ કાવ્યના પ્રત્યેક દેહરા એકબીજા સાથે સંધાયેલા હોવા છતાં સ્વતંત્ર રીતે પણ આસ્વાદ્ય બની શકે તેવા છે, તે જ તેની ખૂબી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org