________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
કપિલના દર્શનમાં તે આત્મા કર્તા તેમ જ ભક્તા નથી. વળી, આ આત્મા માયાના ધર્મને આશ્રય પણ નથી. પણ જે તેને આશ્રય છે, તે પરિણામવાળી પ્રકૃતિ – માયા છે. આ બધાં દશનાએ કરેલી આત્માને અકર્તા ઠરાવવા વિશેની દલીલોનું નિરસન શ્રીમદ સદગુરુ મુખે કરે છે. તેમાં પણ કયાંયે કઈ દર્શનના નામનો ઉલ્લેખ નથી. છતાં તેમાં તે બધાંનું ખંડન અને જૈનધર્મની માન્યતાનું મંડન સરળ ભાષામાં સમાવેશ પામે છે, તે જ તેની ખૂબી છે.
શિષ્ય રજૂ કરેલા પ્રત્યેક વિકલ્પને એક પછી એક લઈ, ગુરુ, તે સર્વનું સમાધાન ૭૪ થી ૭૮ સુધીની ૫ ગાથામાં કરે છે. જેમ માત્ર ત્રણ ગાથામાં તેમણે શિષ્યના બધા વિકપ સમાવી દીધા છે, તેમ તે બધાનું સમાધાન કરવામાં તેમણે માત્ર ૫ ગાથા જ રચી છે, અને છતાં તેમાં ક્યાંયે લિષ્ટતા નથી. ગુરુ પ્રશ્ન કરે છે કે –
“હાય ન ચેતન પ્રેરણા, કણ ગ્રહે તો કેમ ?
જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ઘર્મ.” ૭૪ કર્મનો કર્તા આત્મા નહિ પણ કર્મ પતે જ છે” એનું સમાધાન આ ગાથામાં અપાયું છે. ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ, તે ન હોય તે કર્મને કણ ગ્રહણ કરે ? પ્રેરણું આપવાને સ્વભાવ જડમાં નથી. તે જડ અને ચેતન બંનેના મર્મ વિચારતાં સમજાશે. એટલે કે કર્મ કરવાની પ્રેરણ આપનાર ચેતન છે, માટે તે કર્મનો કર્તા છે, કેટલીક જગ્યાએ આ ગાથામાં “મર્મ ને બદલે “ધર્મ ” શબ્દ પાઠાંતરરૂપે મળે છે.
હવે જે ચેતન કર્મ ન કરે તો કર્મ થતાં જ નથી. તેથી સહજ સ્વભાવથી કર્મ થાય છે એમ કહેવું પણ ઘટતું નથી. વળી, તે કારણે જ તેને જીવને ધર્મ કહી શકાય નહિ, કારણ કે સ્વભાવને નાશ થાય નહિ, અને આત્મા ન કરે તે કર્મ ન થાય એમ સત્ય વસ્ત હેવાથી, કર્મ કરવાનો ભાવ ટળી શકે છે તે જણાય છે. તેથી કર્મનું ન થવાપાનું હવાથી, તે આત્માને સ્વાભાવિક ધર્મ પણ કહી શકાય નહિ. આમ ૭૫ માં દેહરામાં
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવન ધર્મ ” એ બે વિક૯૫નું સમાધાન આવી જાય છે. - તે પછી ગુરુ અસંગતાની વાત પર આવે છે. આત્મા જે પહેલેથી અસંગ જ હોત, તેને કર્મનું કરવાપણું ન હોત, તે આત્મા તેને પ્રથમથી જ કેમ ન ભાસત? આત્મા અસંગ છે તે વાત સાચી છે, પણ તે અસંગતા પરમાર્થથી છે, નિશ્ચયનયથી એ
અસંગતા પરમાર્થથી છે, નિશ્ચયનયથી એટલે કે તેના શુદ્ધ સ્વરૂપમાં આત્મા અસંગ છે, અને નહિ કે જ્યારે તે કર્મથી લેપાયેલી હોય ત્યારે પણ અસંગ હોય છે. સ્વરૂપનું ભાન આવ્યા પછી અસંગતા આવે છે. આ અસંગતા સમજાવવા શ્રીમદે ૭૬ મો દેહરે રર છે. અને તે પછી ઈશ્વરના કર્તુત્વની માન્યતાનું અયથાર્થપણું બતાવતાં લખ્યું છે કે –
કર્તા ઈશ્વર કેઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષ પ્રભાવ.” ૭૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org