________________
૫૨૩
તેમાંથી ખૂબ આનદ મેળવતા. તે હતા, જે શ્રીમદ્દની નજર તળેથી ગ્રંથમાં “ આત્મસિદ્ધિ ”ની ગાથા
ઉપરાંત તેમણે “ આત્મસિદ્ધિ ”ના નીકળી ગયા હતા. આ ગદ્યા સાથે પ્રસિદ્ધ થયેલ છે.
શ્રીમના સમાગમથી અ‘બાલાલભાઈની દશા પણ ધીરે ધીરે ઉચ્ચ થતી જતી હતી, તેના નિર્દેશ આપણને શ્રીમદ્દે લખેલા પત્રોમાંથી મળે છે. વિ. સં. ૧૯૫૩ના માહ વદ ચેાથે શ્રીમદ્રે તેમને લખ્યું હતું કે ઃ—
“ જે પ્રકારે બીજા મુમુક્ષુ જીવાનાં ચિત્તમાં તથા અંગમાં નિર્મળતા ભાવની વૃદ્ધિ થાય, તે તે પ્રકારે પ્રવર્તવું કર્તાવ્ય છે. નિયમિત શ્રવણ કરાવાય તથા આરંભ પરિગ્રહનાં સ્વરૂપ સમ્યક્ પ્રકારે જોતાં નિવૃત્તિને અને નિર્મળતાને કેટલા પ્રતિબંધક છે તે વાત ચિત્તમાં દૃઢ થાય તેમ અરસપરસ જ્ઞાનકથા થાય તેમ કતવ્ય છે.”૩૫
અહીં શ્રીમદ્દે 'બાલાલભાઈ ને અન્ય મુમુક્ષુઓના હિતાર્થે વર્તવાની ભલામણ કરી છે. આ પહેલાંના મોટા ભાગના પત્રોમાં શ્રીમદ્ સવને સહાયક થાય તેવી રીતે વર્તવાની ભલામણ કરી છે, ત્યારે અહીં અબાલાલભાઈની ઉચ્ચ કક્ષા જાણી અન્યને પણ તે કક્ષાએ લાવવા પ્રયત્નશીલ બનવા ભલામણ કરી છે. વળી, કથારેક વૃત્તિઓની શિથિલતા થતાં આધ્યાત્મિક વિશેષ ઉચ્ચ કક્ષા પ્રાપ્ત થશે કે કેમ તેવી શંકાના સમાધાનરૂપે શ્રીમદ્રે તેમને લખ્યુ છે કેઃ~~~
શ્રીમની જીવનસિદ્ધિ
ગદ્યાનુવાદ પણ કર્યા · શ્રીમદ્ રાજચંદ્ર ”
66
ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે, અને આત્માને વારવાર આકુળવ્યાકુળ કરી દે છે; વાર વાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે, અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફ્રી થવી દુલ ભ છે. એવા અસંખ્ય અંતરાયપરિણામ ઉપરની ભૂમિકામાં પણ બને છે, તો પછી શુભેચ્છાદિ ભૂમિકાએ તેમ અને એ કાંઈ આશ્ચર્યકારક નથી. તેવા અંતરાયથી ખેદ નહિ પામતાં આત્માથી જીવે પુરુષાર્થ દૃષ્ટિ કરવી અને શૂરવીરપણું રાખવું, હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યાગનુ' અનુસંધાન કરવું, સત્શાસ્ત્રના વિશેષ પરિચય રાખી વારવાર હઠ કરીને પણ મનને સદ્વિચારમાં પ્રવેશિત કરવું, અને મનના દુરામ્યપણાથી આકુળવ્યાકુળતા નહીં પામતાં ધૈય થી સવિચારપથ જવાના ઉદ્યમ કરતાં જય થઈ ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થાય છે, અને અવિક્ષેપણું પ્રાપ્ત થાય છે. ’૩૬
૩૫. “ શ્રીમદ્ રાજચંદ્ર '', ૩૬. એજન, આક ૮ ૧૩,
જીવને શિથિલતા આવે તે વખતે વિશેષ પુરુષાર્થ કરવા ઘટ તે શ્રીમદ્દે અહીં બતાવ્યું છે. આગળની ભૂમિકાએ પણ શિથિલતા આવે છે તે જણાવી શ્રીમદ્દે અ‘બાલાલભાઈ ને તે વિશે સાવચેત રહેવા જણાવ્યુ છે. તેમને શ્રીમના સમાગમ પછી આત્મજ્ઞાન પણ થયું હતું, એમ શ્રીમદ્ જ જણાવ્યુ હતું. અંબાલાલભાઈ શ્રીમદ્દને સાક્ષાત્ પ્રભુ જેવા જ ગણતા હતા, આથી જ્યારે વિ. સં. ૧૯૫૭ના ચૈત્ર માસમાં શ્રીમદ્ના દેહાંત થયા ત્યારે અંબાલાલભાઈ ને ઘણા આઘાત લાગ્યા હતા. તે ખાબતમાં તેમણે પાતાનુ હૃદય નીચેના પત્ર મુજબ પ્રગટ કર્યું હતું..
Jain Education International
આવૃત્તિ, આંક ૭૪૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org