________________
૧. જીવનરેખા
૧૧૭
પડેલા હોય છે, ત્યારે તમારી વૃત્તિ નહિ હેાળાતી હોય ?” શ્રીમદ્દે જણાવ્યું, “મુનિ, અમે તો કાળકૂટ વિષ દેખીએ છીએ, તમને એમ થાય છે?” સાંભળી મુનિ તે સજ્જડ થઈ ગયા. ૧૯૫
૩૮. તમે દીક્ષા ન આપશે। એક વખત લલ્લુજી મહારાજ શ્રીમદને મળવા એકલા ગયા હતા. તે વખતે કોઈને દીક્ષા આપવા વિશે વાત થઈ ત્યારે શ્રીમદ્દે તેમને જણાવેલુ', “તમે દીક્ષા ન આપશેા. શ્રી દેવકરણજીને ચેલા કરવા હોય તેા ભલે કરે. ” મુનિ દેવકરણજીએ દીક્ષા આપી હતી. થોડા વખત પછી તે શિષ્ય સત્પુરુષની નિંદામાં પડી ગાંડા થઈ, સંઘાડા છેડી જતા રહ્યો હતા.
,,
૩૯. અમારે તેા અને સરખા — - શ્રીમદ્ એક વખત કાર ગયા હતા, અને ત્યાંના ઉપાશ્રયના મેડા ઉપર જ ઊતર્યા હતા. તે વખતે શ્રી લલ્લુજી આદિ મુનિએ પણ ત્યાં હતા. તેથી ઉપર જતી વખતે લલ્લુજી મુનિએ દેવકરણજીને કહ્યું કે, “ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેા વિનય નમસ્કાર આદિ કરવાં પેઠે ' દેવકરણુજીએ કહ્યું, “ આપણે બે જ જઈએ તેા હુ' શ્રીમદ્ પાસે તેમ કરીશ. ” આથી તેઓ ચતુરલાલજી મુનિને નીચે રાખી ઉપર ગયા. પાછળથી નીચે રહેલા મુનિને ઉપર શુ થાય છે તે જાણવાની જિજ્ઞાસા થઈ, તેથી તેઓ દાદર પર જઈને જોવા લાગ્યા.
**
તેમણે જોયું તેા અને મુનિએ શ્રીમદ્ભુ નમસ્કારાદિ કરતા હતા. તે વાત ખંભાત જઈ જાહેર કરવાના વિચાર કરી મુનિ નીચે આવ્યા. થોડી વાર પછી દેવકરણજી પણ નીચે આવ્યા, અને લલ્લુજી મહારાજ ઉપર રહ્યા. તેમને શ્રીમદ્દે પૂછ્યું, “દેવકરણુજી આવ્યા અને ખીજા મુનિ કેમ ન આવ્યા ?” લલ્લુજી મહારાજે જવાબ આપ્યા કે, “તેમની દૃષ્ટિ વિષમ છે તેથી ઉપર લાવ્યા નહિ. ” પછી શ્રીમદ્ નીચે ઊતર્યા અને મુનિ ચતુરલાલજી પાસે બેઠા. પછી શાંતિપૂર્વક તેમને જણાવ્યું કે, “મુનિ, અમારે તા તમે અને એ બંને સરખા છે, સવ પ્રત્યે અમારે સમષ્ટિ છે, તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત સાચવી રાખજો. તેમાં ચૌદ પૂર્વના સાર છે.” આટલા જ સમાગમથી શ્રી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ, અને તેમને આસ્થા થઈ.
66
૪૦. મનને નવરું ન મેલવુ* — એક વખત મુનિ મોહનલાલજીએ શ્રીમદ્ભુ પ્રશ્ન કર્યા કે, મન સ્થિર થતું નથી, તેા શા ઉપાય કરવેા ?” શ્રીમદ્દે ઉત્તરમાં જણાવ્યું કે, “ એક પળ પણ નકામા કાળ કાઢવા નહિ. કોઈ સારુ· પુસ્તક વૈરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવુ' વાંચવુ, વિચારવું; એ કાંઈ ન હાય તા છેવટે માળા ગણવી. પણ જો મનને નવરુ' મેલોા તા ક્ષણ વારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સવિચાર રૂપ ખારાક આપવા. જેમ ઢારને કઈ ને કંઈ ખાવાનું જોઈ એ, દાણાના ટાપલે! આગળ મૂકથો હોય તા તે ખાયા કરે છે, તેમ મન ઢાર જેવું છે. બીજા વિકલ્પ અંધ કરવા માટે સવિચારરૂપ ખારાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટુ વવું; તેને વશ થઈ તણાઈ જવું નહિ, તેને ગમે તેથી આપણે ખીજે ચાલવુ .
""
૧૯૫. “ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ', પૃ. ૧૪૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org