________________
૧૨. શ્રીમદને કામિક આત્મવિકાસ શ્રી લલ્લુજી મહારાજ અને શ્રી દેવકરણજી મુનિને બોલાવીને તેમણે કહ્યું કે, અમારામાં અને વીતરાગમાં ભેદ ગણશે નહિ.”૮૪ એ જાણીને બંને મુનિઓને ખૂબ જ આનંદ થયે હતો.
શ્રીમદની આ વીતરાગતાની છાયા તેમણે લખેલા પત્રોમાં જે જાતના દસ્કત કરેલા છે, તેમાં પણ જોવા મળે છે. આ તબક્કામાં તેમની દસ્કત લખવાની શૈલીમાં ફેરફાર દેખાય છે. આ વર્ષોમાં પોતાનું નામ તો તેઓ ભાગ્યે જ લખતા જણાય છે. વળી, આત્મગુણ દર્શાવતાં વિશેષણોને ઉપયોગ પણ ઓછો થયેલો છે. અને શાંતિવાચક શબ્દો દક્તની જગ્યાએ છેવટનાં વર્ષોમાં જોવા મળે છે જેમ કે –
“આત્મસ્વરૂપે પ્રણામ” – આંક ૪૮૫, “સહજાન્મસ્વરૂપ” – આંક ૩૬૪, “શાંતિ, શાંતિ, શાંતિ”- આંક ૯૧૫,
શમમ- આંક ૯૪૫, “નિર્વિકલ્પ” - આંક ૮૪૩,
“સહજાન્મસ્વરૂપે પ્રણામ” – આંક ૬૪૪,
“શાંતિ” – આંક ૯૩૪. વગેરે. આ બધા દસ્કત વાંચતાં એ ખ્યાલ આવે છે કે તેઓ કેટલા નિર્મમ બન્યા હતા!
વિ. સં. ૧૫૭ના ચૈત્ર વદ પાંચમના દિવસે રાજકોટમાં શ્રીમદને હિવિલય થયે. તેમના દેહવિલયના સમયની પરિસ્થિતિ તેમના ભાઈ મનસુખભાઈએ વિગતથી લખી છે, જે અગાઉ આપણે જોઈ ગયા છીએ.૮૫ આમ આપણે જોયું કે અંત સમય આવતાં સુધીમાં શ્રીમદ્દની આંતરિક દશા ઘણુ ઉગ્ર બની હતી. પણ તે કઈ કક્ષા સુધીની હતી તે માપવું ગજા બહારની વાત છે, તેમણે તે વિશે લખ્યું હતું કે –
આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત ગ રે,
કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહવિગ રે.”૮ ૬ “કેવળ લગભગ ભૂમિકાને સ્પર્યા પછી પોતાને દેહવિલય થશે તેવો નિર્દેશ તેમણે ઉપરની બે પંક્તિઓમાં આપ્યું છે. જૈન દર્શન અનુસાર જ્ઞાનના પાંચ ભાગ પાડેલા છે? મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. શાસ્ત્રો અને સિદ્ધાંતોના વાચનથી તથા સ્મરણથી જ્ઞાન થાય તે શ્રુત અને મતિ જ્ઞાન. આ બંને પ્રકારનાં જ્ઞાન ઘણું મોટા પ્રમાણમાં તેમને હતાં તે અગાઉ આપણે જોયું છે. સ્થળ તેમ જ કાળની અમુક હદ સુધીનું જ્ઞાન હાવું તે અવધજ્ઞાન. અને સામાના મનના ભાવ જાણવા તે મન:પર્યવ : જ્ઞાન પણ શ્રીમદમાં હતાં તે પણ આપણે અગાઉ જોયું છે.૮૮ અને કેવળજ્ઞાન એટલે આત્માનું નિરાવરણ જ્ઞાન. આત્મા સંપૂર્ણ રીતે કર્મથી મુક્ત થાય ત્યારે આ જ્ઞાન પ્રગટે છે.
૮૪. “શ્રીમદ રાજચંદ્ર-જીવનકળા ", આવૃત્તિ ૫, પૃ. ૨૧૬. ૮૫. જુઓ પ્રકરણ ૧, “તેમનું અંતિમ વર્ષ” પૃ. ૮૮ ૮૬. “શ્રીમદ્ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ, હાથોંધ-૧ (૩૨) ૮૭. જુઓ પ્રકરણ ૧, “તેમનું ભાષાજ્ઞાન તથા શાસ્ત્રજ્ઞાન” પૃ. ૪૬ ૮૮. જુઓ પ્રકરણ ૧, “શ્રીમદ્દ પ્રગટેલાં અવધિજ્ઞાન તથા લધિઓ” પૃ. ૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org