________________
૧૨. શ્રીમહને કામિક આત્મવિકાસ
મોતીના વેપાર વગેરેની પ્રવૃત્તિ વધારે ન કરવા સંબંધીનું બને તે સારું, એમ લખ્યું તે યથાયોગ્ય છે; અને ચિત્તની નિત્ય ઇરછા એમ રહ્યા કરે છે. લોભ હેતુથી તે પ્રવૃત્તિ થાય છે કે કેમ? એમ વિચારતાં લાભનું નિદાન જણાતું નથી. વિષયાદિની ઇચ્છાએ પ્રવૃત્તિ થાય છે, એમ પણ જણાતું નથી, તથાપિ પ્રવૃત્તિ થાય છે, એમાં સંદેહ નથી. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આ પ્રવૃત્તિ દેવાને માટે થતી હશે એમ લાગે છે.”૬૯
આમ વેપારાદિમાંથી નિવૃત્તિ લેવાની તેમની ઈચ્છા વધી ગઈ હતી. અને તેમ કરવા માટે કોઈ રસ્તો હોય તે તે જણાવવા તેમણે સભાગભાઈને કેટલીક વખત લખ્યું હતું. અન્ય વ્યાવહારિક કાર્યોમાં તે તેઓ ન છૂટકે ભાગ લેતા હતા. એવા એક પ્રસંગે તેમણે આ વર્ષમાં સોભાગભાઈને લખ્યું હતું કે –
આપ લખ્યું કે વિવાહના કામમાં આગળથી આપ પધાર્યા છે તે કેટલાક વિચાર થઈ શકે. તે સંબંધમાં એમ છે કે એવાં કાર્યોમાં મારું ચિત્ત અપ્રવેશક હોવાથી – અને તેમ તેવાં કાર્યનું માહાતમ્ય કંઈ છે નહીં એમ ધ્યાન કર્યું હોવાથી મારું અગાઉથી આવવું કંઈ તેવું-ઉપયોગી નથી.”૭૦
વળી, તે જ વર્ષમાં શ્રીમદનાં બહેનનાં પણ લગ્ન થવાનાં હતાં. તેમાં પણ ભાગ લેવાની તેમની ઈચ્છા નહોતી. પણ માતાપિતાને દુ:ખ ન પહોંચે તે ભાવથી લગ્નમાં જવાને તેમણે વિચાર રાખ્યું હતું. તે વિશે શ્રી સોભાગભાઈને ઉપરના જ પત્રમાં લખ્યું હતું કે –
તે પ્રસંગ પર આવવું કે ન આવવું એ વિચાર પર ચક્કસ હાલ ચિત્ત આવી શકશે નહિ કેમકે તેને ઘણે વખત છે અને અત્યારથી તે માટે વિચાર સૂઝી આવે તેમ બનવું કઠણ છે. ત્રણ વર્ષ થયાં તે તરફ જવાયું નથી તેથી શ્રી રવજીભાઈના ચિત્તમાં તથા માતુશ્રીના ચિત્તમાં, ન જવાય તે વધારે ખેદ રહે, એ મુખ્ય કારણ તે તરફ આવવા વિષેમાં છે. તેમ અમારુ ન આવવું થાય તો ભાઈબહેનને પણ ખેદ રહે, એ બીજું કારણ પણ આવવા તરફના વિચારને બળવાન કરે છે.”૭૧
આમ તેઓ વ્યાવહારિક પ્રસંગમાં ભાગ લેવાનું બંધ કરવાના વિચાર ઉપર આવી ગયા હતા, અને સર્વસંગપરિત્યાગની ઈચ્છા વિશેષ બળવાન બની હતી. તે વિશેના ઉલ્લેખ પણ આ સાલમાં વારંવાર જોવા મળે છે. જુઓ -
સર્વ વ્યવહારથી નિવૃત્ત થયા વિના ચિત્ત ઠેકાણે બેસે નહીં એ અપ્રતિબંધ અસંગભાવ ચિત્તે બહુ વિચાર્યો હોવાથી તે જ પ્રવાહમાં રહેવું થાય છે.”૭૨
આમ તેઓ ત્યાગી થવાની ભાવના ભાવતાં ભાવમાં પણ સંસારને નિભાવ કરતા હતા. તેમ તેઓ શા માટે કરતા હતા તે સમજાવતાં શ્રીમદે જે વચનો શ્રી ભાગભાઈને
૬૯. “શ્રીમદ રાજચંદ્ર, અગાસ આવૃતિ આંક ૫૭૬ ૭૦–૭૧. એજન, આંક ૫૪૦ ૭ર. એજન, આંક ૫૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org