________________
૭. પ્રકીર્ણ પધ-રચના
૩૯૫
બાવીસ પંક્તિનું આ કાવ્ય “ આત્મસિદ્ધિ ” ની ભૂમિકારૂપ ગણી શકાય. આ કાવ્યમાં દવેલો મોક્ષમાર્ગ “ આત્મસિદ્ધિમાં” વિસ્તૃત રીતે દર્શાવેલ છે અને તે બેન રચના સમય વચ્ચેનો ઘણે ઓછો ગાળો પણ સૂચક ગણી શકાય.
આ કાવ્યના આરંભમાં શ્રીમદ્દે જિનેશ્વરપ્રણીત મૂળમાર્ગ મોક્ષમાર્ગ એકચિત્ત સાંભળવાની પ્રેરણા કરી છે. અને સાથે સાથે બાહ્ય વિભવનો મેહ, કે જન્મમરણના ફેરાનું વહાલ અંતરમાં ન હોવું જોઈએ, તે મૂળમાગ જાણવાના સાધનરૂપે છે, તે તેમણે બીજી પંક્તિમાં સ્પષ્ટ કર્યું છે. આ રચનાનો હેતુ ચોથી પંક્તિમાં જણાવતાં લખ્યું છે કે, “માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ વાત.” આમ આ માર્ગ બતાવવાને હેતુ પારમાર્થિક, નિષ્કારણ કરુણ-શીલતાને છે. કેઈ લૌકિક હેતુ કે કંઈ પ્રાપ્તિની તેમાં વાંછા રહેલી નથી. તેનું સત્યત્વ બતાવવા તેઓ જિનસિદ્ધાંત સાથે આ વચનોને સરખાવી જવાની ભલામણ ત્રીજી પંક્તિમાં કરે છે. આમ જિનેશ્વરપ્રણીત મોક્ષમાર્ગ દર્શાવવા માટે શ્રીમદ્દ ચાર પંક્તિમાં ચગ્ય ભૂમિકા બાંધી, મોક્ષમાર્ગનું નિરૂપણ શરૂ કરે છે. સપૂનરાવરાત્રિા મેલમા એ જૈન સિદ્ધાંત અનુસાર તેઓ પાંચમી પંક્તિમાં લખે છે,
“જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ.” જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે. તે ત્રણે એકબીજાનાં સમાન બની, એક આત્મસ્વભાવરૂપ બની અભેદપણે આત્મારૂપે પરિણમે તે આત્મા કર્મમુક્ત થઈ મોક્ષને પામે. જ્ઞાનીઓએ સિદ્ધાંતશાસ્ત્રોમાં પરમાર્થ હેતુથી આ જ માર્ગ જણાવ્યું છે, એમ છઠ્ઠી પંક્તિમાં કર્તાએ સ્પષ્ટ કર્યું છે. - જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતાથી મળતા મોક્ષમાર્ગમાં બાહ્યદષ્ટિથી કેટલીક વખત ભેદ-ભિન્નતા દેખાય છે. મુનિઓના આચાર, મહાવ્રત, વેશ આદિમાં દેખાતે ભેદ તે સર્વ દેશ, કાળ આદિની પરિસ્થિતિ અનુસાર છે.
“પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ.” સમ્યફદર્શન જ્ઞાન અને ચારિત્રની શુદ્ધતાથી મળતું મેક્ષસ્વરૂપ તે તે ભૂત, વર્તમાન અને ભાવિ, એ ત્રણે કાળમાં એકરૂપે જ છે. તેમાં કેઈ કાળે ભિન્નતા આવી નથી. અને આવશે નહિ, એવું સર્વ જ્ઞાનીઓનું વચન છે. ૨૮
આમ સાચા જિનમાર્ગની ઓળખ આપી તેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો વિશેષાર્થ સમજાવે છે, જે ઊંડાણથી વિચારતાં ઉત્તમ આત્માર્થ સમજાશે. તેમ તેઓ દસમી પંકિતમાં જણાવે છે.
જ્ઞાન એટલે શું તે જણાવતાં તેમણે લખ્યું છે – ૨૮. આત્મસિદ્ધિશાસ્ત્રમાં પણ, આપણે જોઈ ગયા તેમ, તેમણે આ જ વસ્તુ ૩૬મા દેહરામાં
ભારપૂર્વક જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org