________________
શ્રીમદની અષનસિદ્ધિ છે દહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ,
એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ.” આ પંક્તિઓ સમજાવતાં શ્રી રાવજીભાઈ દેસાઈ લખે છે કે –
હાદિથી ભિન્ન, સદાય ઉપયોગ લક્ષવાળે, ચિતન્યસ્વરૂપ અવિનાશી એવો આત્મા પિતે છે એમ જ્ઞાની ગુરુના ઉપદેશથી જાણે તેને ખાસ – યથાર્થ જ્ઞાન કહ્યું છે.૨૯ ”
આ બે પંક્તિઓમાં જણાવેલા આત્માના ગુણોને ગુરુના ઉપદેશથી જાણીને શ્રદ્ધે તે તેને સમ્યજ્ઞાન થાય, તેમ શ્રીમદ્દ જણાવે છે. આ આત્માનું સૌથી પહેલું લક્ષણ દેહાદિ પદ્ગલથી આત્માની ભિન્નતા છે. શરીરમાં રહેલા હોવા છતાં આત્મા ઈન્દ્રિય, મન આદિથી પર છે, અને પોતે સર્વના જ્ઞાતાદ્રષ્ટા છે, એટલે કે તે બધાને જાણનારો એ ઉપયોગ લક્ષણવાળે આત્મા છે. વળી દહાદિ નાશવંત છે. આત્મા શાશ્વત છે તે ત્રણે કાળમાં આત્મારૂપે ટકી રહે છે. તેના જ્ઞાતાદ્રા રહેવાને સ્વભાવ – ઉપયોગ લક્ષણ – હમેશ તેની સાથે જ રહે છે. આત્માનાં આવાં વિશિષ્ટ લક્ષણે, જેણે આત્મા અનુભવ્યું છે તેવા સદગુરુ પાસેથી જાણ્યાં, તે સાચું “જ્ઞાન” છે. આ આત્મજ્ઞાન વિનાનું સર્વ જ્ઞાન નકામું – અયથાર્થ છે. આમ આત્માના યથાર્થ સ્વરૂપના જ્ઞાનને સાચું “જ્ઞાન” જણાવવાની સાથે સદ્દગુરુનું મહત્વ પણ બતાવ્યું છે. જ્ઞાન પછી “દશન” ને પરમાર્થ તેઓ સમજાવે છે કે –
જે શાને કરીને જાણ્યું કે, તેની વતે છે શુદ્ધ પ્રતીત;
કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજુ નામ સમકિત.” આત્માનાં વિવિધ લક્ષણોનું જ્ઞાન ગુરુ પાસે મેળવ્યું હોય, તે વિશે સાચી શ્રદ્ધા હાય, એટલે કે ગુરુએ જણાવ્યું છે તે યથાર્થ છે, તે વિશે સાનુભવ, અચલ શ્રદ્ધા આવે તેને જિનેશ્વર ભગવાને “સમ્યગ્દર્શન” – “સમકિત” કહ્યું છે. આમ ખૂબ સંક્ષેપમાં શ્રીમદે “સમકિત” એટલે શું, તે વિશદતાથી અહીં સમજાવ્યું છે. તે પછી જેની સૌથી વિશેષ અગત્ય છે તે “સમ્યફચારિત્ર” વિશે શ્રીમદ્દ લખે છે કે –
જેમ આવી પ્રતીતિ જીવની રે, જા સર્વેથી ભિન્ન અસંગ;
તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. આત્મા સર્વથી ભિન્ન અને અસંગ છે તેની પ્રતીતિ જ્ઞાન અને દર્શનથી આવી, અને જ્યારે તે ગુણે આત્મામાં પ્રગટવા લાગે છે ત્યારે આત્માને “ચારિત્ર” ગુણ પ્રગટે છે. જ્ઞાન, દર્શનની પ્રાપ્તિ થતાં, તેના પ્રભાવથી આત્મા બાહ્યભાવમાં રહેતે અટકી પિતાના સ્વભાવમાં રહેવા લાગે છે. પિતાના સ્વભાવમાં રહેવું તે જ “સમ્મચારિત્ર.”
આ ચારિત્રને લિંગ નથી, તે ભાવચારિત્ર છે. “ભાવલિંગ” હોવાથી તે “અણલિંગ” કહેવાય છે.
૨૯. “શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત ઝરણું", પૃ. ૧૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org