________________
૩૯૩
૭. પ્રકીર્ણ પદ-રચનાઓ
વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે,
ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહિ રે.” વિ. સ. ૧૯૫ર આસપાસ તેમને કર્મોદય નરમ પડવા લાગ્યો હતો, તે આપણે તેમના તે સમયના પ પરથી જાણી શકીએ છીએ. વિ. સં. ૧૫રના આસો માસમાં આપણને “આત્મસિદ્ધિ ” જેવી કૃતિ પણ મળે છે, જે શુભ કર્મને ઉદય સૂચવે છે. આમ આ પરથી આપણે અનુમાન કરી શકીએ કે વિ. સં. ૧૯૫ર પછી આ પદની રચના થઈ હશે.૨૪ પહેલી ૫ કડીમાં વપરાયેલે ભૂતકાળ અને પાછળની ત્રણ કડીમાં વપરાયેલો ભવિષ્યકાળ પણ એનું જ સૂચન કરે છે.
આ સમય દરમ્યાન તેમના આત્માની શુદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે પિતાનું ભાવિ શું છે તે પણ તેઓ જાણે શક્યા હતા, અને તે વિશે તેમણે છેલ્લી બે કડીમાં લખ્યું છે કે –
આવી અપૂર્વ વૃત્તિ અહ, થશે અપ્રમત્ત યોગ રે, કેવળ લગભગ ભૂમિકા, સ્પશીને દેહ વિયોગ રે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે,
તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે.” પિતાના વર્તમાન દેહના અંતસમયે અપૂર્વ ભાવ વર્તતા હશે, અને તે વખતે “કેવળ લગભગ ભૂમિક” અર્થાત્ શ્રેણી માંડવાની તૈયારી સુધી આત્મા પહોંચી ગયો હશે, એટલે કે ઉચ્ચ સાતમાં ગુણસ્થાન સુધી તે પહેાંચી જશે. જે કર્મો ભોગવવાનાં બાકી રહ્યાં છે તે સર્વ ભેગવવા માટે એક દેહ ધારણ કર્યા પછી “સ્વરૂપ સ્વદેશ” – મેક્ષમાં જઈશ. આ ભવ પછી એક જ દેહ હોવાની તેમને ખાતરી છે, તે પછી તે જીવનમુક્ત દશા પામવાની છે. દહ-
વિગ પહેલાંની તેમની સ્થિતિ અહીં વર્ણવી છે તેવી જ હતી. તેથી આપણે અનુમાન કરી શકીએ કે જે અહીંની સ્થિતિ માટે જણાવેલ ભવિષ્યકાળ સત્ય હોય, તે તે પછી પણ સત્ય હોઈ શકે.
આમ આ પદ્ય શ્રીમદના આંતરિક પ્રસંગે વિશે ઘણો સારે પ્રકાશ પાડે છે. આમાં તરવવિચારણુ કે કાવ્યત્વ ઝાઝું નથી, પણ તેમને આત્મિક વિકાસ જાણવા માટે આ કાવ્ય ઘણું જ અગત્યનું કહી શકાય. ૨૪. આ અનુમાનને શ્રીમદ્દના ભાઈ મનસુખભાઈના વચનથી પણ સમર્થન મળે છે. તેમણે વિ. સં. ૧૯૬૪માં પ્રગટ કરેલી “આત્મસિદ્ધિ”ની પ્રસ્તાવનામાં એ વિશે લખ્યું છે કે,
એ કાવ્ય કર્તાપુરુષે પોતાના દેહસંગ પહેલાં ચાર વર્ષ અગાઉ (સં. ૧૯૫૩માં) લખ્યું હતું.” – પ્ર. પૃ. ૪૭. ૨૫. જઓ પ્રકરણ ૧૨.
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org