________________
રર૩
૪. મકર સના
આમ શ્રીમદના સમગ્ર સાહિત્યમાં જોઈએ તે “સ્ત્રીનીતિબેધક વિભાગ ૧”, “ધર્મોતર પદ્યકૃતિઓ” અને અવધાન સમયે જે કૃતિઓની રચના થયેલી તેટલું જ સાહિત્ય ધર્મેતર રચનામાં મળે છે; બાકીનું બધું જ લખાણ ધર્મને લક્ષ્યમાં રાખીને થયેલું જોઈ શકાય છે. એ પરથી ખ્યાલ આવી શકશે કે તેમને મન ધર્મનું મહત્ત્વ કેટલું હતું ! તેમના જણુવ્યા પ્રમાણે જે સાહિત્ય, સંગીત કે અન્ય કલાને ઉપગ આત્માથે ન હોય તે નિરર્થક ગણાય. અને પોતાના આ વિચારને અનુલક્ષીને જ તેમણે સર્વ લખાણ કરેલું જણાઈ આવે છે. તેથી બહુ થોડી ગણી શકાય તેટલી પદ્યરચનાઓ ધમેતર સાહિત્યમાં મળે છે, અને ગદ્યરચના તે એક પણ મળતી નથી.૬૪
ધર્મને લગતાં કાવ્ય વીસ વર્ષની ઉંમર પહેલાં ધર્મને લગતાં શ્રીમદ્દ રચિત આટલાં કાવ્ય મળે છે: “મોક્ષસુધ”, “નવ કાળ મૂકે કેઈને”, “ધર્મ વિષે”, “શાંતિનાથની સ્તુતિ”, “છત્રપ્રબંધ”,
કેટલાક દોહરા ”, “ભાવનાબધનાં મુક્તકો ” અને “મોક્ષમાળા”નાં કાવ્યો.
મોક્ષસુબોધ
મોક્ષસુધ” નામનો ગ્રંથ લખવાની શરૂઆત શ્રીમદે ૧૭માં વર્ષ પહેલાં કરી હતી. તેના પ્રથમ શતકની વીસ કડી હાલમાં ઉપલબ્ધ છે. તે પછી તે ગ્રંથ અપૂર્ણ રહેલો છે. તેમને એક કરતાં વધુ શતક લખવાને વિચાર હશે, એવું અનુમાન “પ્રથમ શતક ” એવું જે શીર્ષક આપ્યું છે, તે પરથી થાય છે.
આરંભમાં શ્રીમદે આ ગ્રંથ રચવાની ઈચ્છા બતાવી છે. પછી આદિ તીર્થકર ઋષભદેવના કેટલાક ગુણનું સ્મરણ કરી, તેમને વંદન કર્યા છે.
પછીના સત્તર દાહરામાં શ્રીમદે પ્રભુપ્રાર્થના રચી છે. તેની પ્રત્યેક કડીમાં ભગવાન * ભયભજન છે, એ જણાવ્યું છે. શરૂઆતની કડીઓમાં પ્રભુના ગુણોનું સ્મરણ કર્યું છે, અને પાછળની કડીઓમાં ભકતમાં રહેલા અવગુણો દૂર કરવાની તથા કેટલાક ગુણો આપવાની ૬૪. આ બધાં કાવ્યો ઉપરાંત જનધમને લગતાં ન હોય તેવાં શ્રીમદની વીસ વર્ષની વય
પહેલાં લખાયેલાં કેટલાંક કાવ્યોની નેધ શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાએ તેમના “શ્રીમદ્ રાજચંદ્ર જીવનરેખા” નામના પુસ્તકમાં લીધી છે. પરંતુ તે કાલે આજે ઉપલબ્ધ ન હોવાથી તે વિશે પ્રકાશ પડતો નથી. તે યાદી આ પ્રમાણે છે:
પાપપશ્ચાત્તાપ પંચદશી-ધમસબેધન રત્ન - મે ૧૮૮૫; લાંચ- સુબોધપ્રકાશ - જૂન ૧૮૮૩; કાળ – કટો. ૧૮૮૫; વિવેકસવૈયા – ક. ૧૮૮૫; રાજાને બેધ; પ્રેમનિશાની શ્રીમંત છતાં પણ શોક; સજજન સચ્ચાઈ – આસો ૧૯૪૧; અવતાર એળે - ધમદર્પણ – શ્રાવણ ૧૯૪૧; કુપ નિંદા, ધમપણ - ૧૯૪૧; કવિ અને નવરસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org