________________
૨૩૨
શ્રીમની જીવનસિદ્ધિ
પણ જ્યાં સુધી દ્રવ્યાદિના લાભ, તૃષ્ણા, દૈહિકમાન, કુળજાતિ સબંધી માહ, સ્વચ્છંદથી અમુક ગચ્છને આગ્રહ રાખવા વગેરે લૌકિક અભિનિવેશ હોય ત્યાં સુધી કલ્યાણ થતું નથી.
શાસ્ત્રીય અભિનિવેશ અંગે શ્રીમદ્રે કહ્યું છે કે ઃ~~
આત્મા સિવાય શાસ્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે.''૨૨
સ્વચ્છંદ ટાળ્યા વિના શાસ્ત્રોની કાઈ ને કાઈ વાતને ખાટું મહત્ત્વ આપવું તે શાસ્ત્રીય અભિનિવેશ છે, તેનાથી જીવને ગુણ પ્રગટાવવામાં અંતરાય થાય છે, તેથી તે હેય છે. પણ સ્વચ્છંદરહિત પુરુષને આત્મા સમજવા માટે શાસ્ત્રો ઉપકારી છે એ લક્ષ રાખીને સત્શાસ્ત્ર વિચારવામાં આવે તે! તે શાસ્ત્રીય અભિનિવેશ ગણાય નહિ. આમ જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી આ બંને પ્રકારના અભિનિવેશ ત્યાગી શકાય છે તેમ શ્રીમદ્ જણાવ્યુ છે.
જીવના માનભાવ – અભિમાન એ પણ મોટા દોષ છે. તેમાં મમતા ભળતાં તે દોષા વિશેષ વધે છે. જીવને કુળન', દેહનું, રૂપન, સત્તાનું, ધનનુ... – એમ અનેક પ્રકારનુ અભિમાન હોય છે. એ જ રીતે અન્ય પદાર્થા પ્રતિ આસક્તિ પણ જોવામાં આવે છે. આ અભિમાન અને મમતા જીવના દોષો છે. તેનાથી જીવનું અયાણ થાય છે, કારણ કે તેમાંથી રાગદ્વેષ જન્મતાં કર્મ બંધ ઘણા વધી પડે છે. તેથી આ દોષોના જેમ બને તેમ ત્વરાથી ક્ષય કરવાની ભલામણ શ્રીમદ્દે કરી છે. આ અભિમાન ટાળવા માટે સદ્દગુરુના તથા પ્રભુના ગુણા વિચારવા ચેાગ્ય છે. તેમના ગુણે! વિચારતાં પેાતાના અલ્પત્વનુ ભાન થાય છે અને અભિમાન ટળે છે. ખીજી બાજુ પાતાના નાનામાં નાના દોષને માટે સતત જાગ્રત રહેવાથી અભિમાન ટળે છે. આ અહંભાવ કત્યારે અને કેવા પ્રકારે મટે તે જણાવતાં શ્રીમદ્દે એક પત્રમાં લખ્યું હતું કે :~
“ તે અહભાવને જો આગળથી ઝેર જેવા પ્રતીત કર્યા હોય, તે પૂર્વાપર તેના સ’ભવ એછે. થાય. કઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હાય, તેા તે પૂર્વાપર વિશેષતા પામે છે, પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ': ’ ઝેર છે; એમાં કાઈ રીતે સ`શય નથી અને સ`શય થાય, તે તે માનવા નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે; એવી તીવ્ર ખારાશ કરી મૂકી હાય તે તે અહંભાવ ઘણું કરી ખળ કરી શકતા નથી.’૨૩
6
મમતાને ટાળવા માટે સર્વ અનિત્ય સ્વરૂપ વિચારવાની ભલામણ શ્રીમદ્દે કરી છે. અનેક પદાર્થોને આ કાળ સુધીમાં છેડવા છે, અને મમતા હેાવા છતાં તે છૂટતા જાય છે. જે તેએ પેાતાના થતા નથી તે પોતે તેના શા માટે થવું? તેમાં શા માટે મારાપણું કરવુ' ? – એવા વિચારા કરવાથી મમતા છૂટે છે.
"C
૨૨. શ્રીમદ્ રાજચંદ્ર', આવૃત્તિ પ, ખંડ ૨, પૃ. ૨૪૮. ; અગાસ આવૃત્તિ આંક ૬૬૧ ૨૩. એજન, પૃ. ૨૭૬, એજન આંક ૭૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org