________________
૪૩૩
૮. શ્રીમદની વિચારણા પત્રોમાં
આમ શ્રીમદે જીવમાં પ્રવર્તતા સ્વછંદ, અજ્ઞાન, અભિનિવેશ, અભિમાન, મમતા આદિ દો પ્રત્યક્ષ કરાવી તે કઈ રીતે અનિષ્ટ છે તે પણ જણાવેલ છે, અને સાથે સાથે તે દો ટાળવાનો ઉપાય પણ બતાવ્યો છે.
પરિગ્રહ૨૪
પરિગ્રહની મર્યાદા કરવી તે પણ કલ્યાણ માટે શ્રીમદે આવશ્યક અંગ ગણ્યું છે. પરિગ્રહની મૂછને તેઓ પાપનું મૂળ ગણાવે છે, તેથી જેને પરિગ્રહની મર્યાદા નથી હોતી, તેમને સુખ મળતું નથી. પરિગ્રહ વધારવાની તૃષ્ણામાં જે કંઈ મળેલ હોય છે તે સુખ પણ તેઓ માણી શકતા નથી, એ અપેક્ષાએ તેમને દુઃખી ગણેલ છે આથી પરિગ્રહને અવૈરાગ્યના મૂળ તરીકે શ્રીમદ્દ ઓળખાવે છે.
પરિગ્રહ વધારવાની વૃત્તિવાળાનાં મન ચળવિચળ રહ્યા કરે છે, તેથી પરિગ્રહને ત્યાગ આવશ્યક છે. પરિગ્રહને સંપૂર્ણપણે ત્યાગ તો મુનીશ્વરો, જેઓ સર્વસંગપરિત્યાગી હોય છે, તેઓ જ કરી શકે છે. પણ ગૃહસ્થ પરિગ્રહની મર્યાદા તે કરી જ શકે છે. પરિગ્રહની મર્યાદા થવાથી તે ઉપરાંતની પરિગ્રહબુદ્ધિ ચાલી જાય છે. તેથી જે હોય તેમાં જીવ સુખ અને સંતોષ મેળવી શકે છે.
ધર્મ સંબંધી અમુક જ્ઞાન હોય, ધર્મની દઢતા હોય, પણ પરિગ્રહની મર્યાદા થઈ ન હોય તો તે જીવ પરિગ્રહના પાસમાં ફસાઈ જાય છે. તેની વૃત્તિ મર્યાદિત થઈ શકતી નથી, અને તેથી તેને આત્મસુખ મળતું નથી. આથી આરંભ, પરિગ્રહને જેમ બને તેમ ત્યાગ કરવો જોઈએ. જેમ જેમ તેને મેહ ઘટતું જાય છે, તેમ તેમ તેમાંથી પોતાપણુનું માન ઘટે છે, અને તેમ તેમ મુમુક્ષુતા વધમાન થાય છે. આમ મુમુક્ષુતાની વર્ધમાનતા અથે સર્વ જ્ઞાનીઓ પરિગ્રહબુદ્ધિ, મમતા આદિ ઘટાડવાનો ઉપદેશ કરે છે. - સંયમના રક્ષણ માટે જે કંઈ સાધને રાખવાં પડે તે પરિગ્રહ નથી, પણ તે રાખવાની મૂર્છા થાય તો તે પરિગ્રહ છે, તેથી તે મૂછને છેડી, પરિગ્રહનો ત્યાગ કરવો તે મુમુક્ષુ જીવ માટે કલ્યાણ માટેનું ઉપન્યાગી સાધન છે. આ જ કારણે શ્રીમદ્દ પણ સર્વસંગપરિત્યાગી થવા બહુ ઉત્સુક હતા.
પ્રમાદ-અપ્રમાદ૨૫
ધર્મનો અનાદર, ઉન્માદ, આળસ, કષાય એ સર્વ પ્રમાદનાં લક્ષણ છે. એટલે કે ધર્મના કાર્યમાં નિરુત્સાહ એ પ્રમાદ છે. આ પ્રમાદ સેવવાથી જીવનું અકલ્યાણ થાય છે.
૨૪. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, અંક: ૩૩૨, ૭૬૨, ૭૩૭ વગેરે. ૨૫. એજન, આંકઃ ૩૯૯, ૪૨૩, ૪૮૬, ૯૪૪ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org