________________
૪૩૪
શ્રીમદ્દન વનસિદ્ધિ શ્રી મહાવીર પ્રભુએ ગૌતમસ્વામીને તથા અન્ય સર્વ ભવ્યને વારંવાર એક પળને પણ પ્રમાદ ન કરવાનો બેધ આપ્યો છે. કારણ કે એક પળ જેટલા પ્રમાદના સેવનથી એક ભવ હારી જવા જેવું થાય છે.
પ્રમાદરહિત જીવ આત્મકલ્યાણમાં પ્રવૃત્ત રહે છે, તે મોક્ષમાર્ગમાં સ્થિર થાય છે, અને તેના ફળરૂપે મોક્ષ પામે છે. આમ સર્વ જ્ઞાનીઓની દૃષ્ટિએ અપ્રમાદ એ કર્તવ્ય છે. પ્રમાદને તીર્થકરદેવ કર્મ કહે છે. અને અપ્રમાદને તેઓ આત્મસ્વરૂપ કહે છે. જ્યાં અપ્રમત્તદશા હોય ત્યાં આત્મભાવ સિવાય બીજા કોઈ પણ ભાવના અવકાશ નથી વર્તતા, તેથી તે કલ્યાણરૂપ છે. પ્રમાદના કારણથી જ ઘણી વાર ભવભ્રમણ થાય છે. અસાર અને કલેશરૂપ આરંભ – પરિગ્રહના કાર્યમાં જીવ પ્રમાદવશ થઈને રહે તે ઘણાં વર્ષોને ઉપાસે વૈરાગ્ય પણ નિષ્ફળ જાય છે. તેથી જીવે પ્રત્યેક કાર્યમાં અને પ્રત્યેક ક્ષણે જાગૃતિ રાખવી આવશ્યક છે, નહિતર મુમુક્ષુતા રહેવી કઠણ છે.
જેમ સામાન્ય જીવને માટે પ્રમાદિત્યાગ કર્તવ્ય છે, તેમ જ્ઞાનીને માટે પણ તે આવશ્યક છે. પ્રમાદના સેવનથી તેને પણ ભવભ્રમણ વધી જવાને ઘણે સંભવ રહે છે. જેને માર્ગપ્રાપ્તિ થઈ છે તેવા પુરુષને પણ પ્રમાદને લીધે ભવભ્રમણ કરવું પડયું છે, તે પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પ્રવેશ પણ નથી તેવા જીવને માટે તે સર્વવ્યવસાયથી નિવૃત્તિભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી તે સવિશેષ આવશ્યક છે.
આવા પ્રમાદનો ત્યાગ કરવાથી દુઃખને ક્ષય થાય છે. પ્રમાદિત્યાગથી અંત થવાય છે. વળી –
કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, પણ તે કેઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધમતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સપુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા ચેશ્ય છે. તે સમજાવાનો અવસર એકમાત્ર આ મનુષ્યદેહ છે, તે પણ અનિયમિત કાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.” – ૨૬ આમ શ્રીમદે પ્રમાદિત્યાગનું ઘણું મહત્ત્વ બતાવ્યું છે.
વ્યવહારશુદ્ધિર ૭
આગળ જોયા તેવા દોથી જીવે નિવવું જોઈએ, અને જ્યાં સુધી તે જીવ ગૃહસ્થાવાસમાં હોય ત્યાં સુધી નીતિથી જીવન જીવવું જોઈએ. એટલે કે વ્યવહારની શુદ્ધિ સાચવવી જોઈએ. જે સંસારપ્રવૃત્તિ આ લોકમાં અને પરલોકમાં સુખનું કારણ થાય તેનું નામ વ્યવહારશુદ્ધિ. આ શુદ્ધિ સાચવવા માટેના કેટલાક નિયમે શ્રીમદે વિચાર્યા હતા.
૨. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૦૩. અગાસ આવૃત્તિ. આંક ૮૬. ૨૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, આકઃ ૪૮, ૪૯૬, ૮૭ર વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org