________________
* ૩૫
૮. શ્રીમદની તરવવિચારણ-પત્રોમાં જેને આજીવિકા પ્રાપ્ત કરવાની આવશ્યકતા ન હોય તેણે તે ધર્મમય જીવન જ ગાળવું જોઈએ, અને જેને તેવી આવશ્યકતા હોય તેણે તો અમુક નિયમેથી પોતાનું જીવન નિભાવવું જોઈએ. આજીવિકા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી ન મેળવવી જોઈએ. અને એ ઉપરાંત કેઈથી વિશ્વાસઘાત, કેઈની થાપણું એાળવવી, વ્યસનનું સેવવું, મિથ્યા આળ મૂકવું, ખોટા લેખ કરવા, જુલમી ભાવ કહેવા, જૂનાધિક તેલી આપવું, એકને બદલે બીજું આપવું – એમાંથી કોઈ પણ રસ્તે લક્ષમી મેળવવામાં આવે તા વ્યયહારશુદ્ધિ સચવાતી નથી.
નીતિ એ તે વ્યવહારશુદ્ધિને મુખ્ય પાયે છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાયસંપન્ન રહેવું તે નીતિ છે. આવી નીતિ વ્યવહારશુદ્ધિ માટે આવશ્યક છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવે ત્યારે ત્યાગ અને વૈરાગ્ય સાચા સ્વરૂપમાં પ્રગટ થાય છે. દેશ કાળ આદિની દષ્ટિએ આવી નીતિ જાળવવી તે ઘણું કઠિન છે, પણ તેવી નીતિ સાચવે તે તેને માટે કલ્યાણ સુલભ છે. જેને પુરુષને નિશ્ચય થયો છે, તે એવી નીતિ ન પાળે તે પછી તે પુરુષની વચના જ કરે છે એમ કહેવાય, એથી એવી વ્યવહારશુદ્ધિ સાચવવાને શ્રીમદને ઉપદેશ છે. ગમે તેવી કઠણાઈ હેય પણ નીતિ, વ્યવહારશુદ્ધિનો ત્યાગ ન થવું જોઈએ, તે હોય તે જ સત્સંગનું સાચું ફળ મળે છે.
આત્મા૨૮
જેને પામવા માટે અસંખ્ય શાસ્ત્રો અને અનેક ધર્મો રચાયાં છે, તે આત્મા જલદી ન પામી શકાય તેવું તત્ત્વ છે. જગતમાં પ્રવર્તતાં બે મુખ્ય તત્ત્વમાં આત્મા – જીવ અને જડ-– પુદગલ છે. આ આત્મા કેણ છે, કેવા છે, ક્યાંથી થયો, તેનું સ્વરૂપ શું? તે વગેરે જાણવા માટે અનેક જ્ઞાનીઓએ પ્રબળ પુરુષાર્થ કર્યો છે. અને પોતાને આત્મા સમજાયા પછી તે જગતના જીને જણાવવા તથા તેઓનું કલ્યાણ કરવા અસંખ્ય શાસ્ત્રો રચ્યાં છે, છતાં સર્વ આત્માને પામી શક્યા નથી એ જ મહાખેદની વાત છે.
સર્વ જ્ઞાનીઓને જણાવવા પ્રમાણે આત્મા શુદ્ધ, બુદ્ધ, ચિત ઘન, સ્વયંપ્રકાશિત, અનંતસુખના ભક્તા, અરૂપી, નિરંજન, નિરાકાર વગેરે ગુણવાળે છે. આ બધા ગુણો તના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટે છે, પણ આમાં ક્યારે કર્મમલથી લેપાયેલા હોય છે. ત્યારે તેના તે ગુણે દબાયેલા હોય છે. તેમ છતાં તેનાં બે લક્ષણ તે ગમે તે પરિસ્થિતિમાં જણાયા વિના રહેતાં નથી; તે લક્ષણે છે. તેનું ચેતનવ અને ઉપગ. જીવમાં ચેતનશક્તિ છે તથી તે સર્વ પદાર્થોને જ્ઞાતા – જાણનાર અને દ્રષ્ટા – જોનાર પણ છે.
અનાદિકાળથી તે કર્મમાં બંધાયેલ છે. તેથી તેના અનંત વિર્ય, અનંત સુખ, રાગદ્વેષરહિતપણું વગેરે ગુણે જાણમાં આવ્યા નથી. વળી, તે અરૂપી લેવાથી જોઈ શકાતે નથી, એટલે તેને જ્ઞાનીઓ “નેતિ નેતિ” થી ઓળખાવે છે. આ નહિ, આ નહિ, એમ સર્વ નાશવંત વસ્તુને બાદ કરતાં કરતાં જે અવ્યાબાધ સવરૂપ રહે તે આત્મા છે.
૨૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, આંકઃ ૧૩૦, ૪૫, ૪૩૨, ૫૩૦, ૫૦૦ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org