________________
શ્રીમદની જીવનસિદ્ધિ
આ અવ્યાબાધ સ્વરૂપવાળા આત્મા નિત્ય છે. જગતના સર્વ પદાર્થો અનિત્ય છે, પણ આત્મા અવિનાશી છે. તે અનંતજ્ઞાનના ધણી હાવા છતાં જ્ઞાનાવરણીય આદિ કર્મના બંધને લીધે તેનું જ્ઞાન અવરાયેલુ પડ્યું છે; અને તેથી તે પેાતાનું સ્વરૂપ પામી શકતા નથી.
૪૩;
પેાતાનું સ્વરૂપ પામવા માટે જ્ઞાનીએએ આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે એ આદિ છ પદની અનન્ય શ્રદ્ધા આવશ્યક ગણી છે. કથી લેપાયેલા આત્માનું શુદ્ધ સ્વરૂપ મેક્ષપદ છે. તે પદ મેળવવાના ઉપાય પણ છે, તેની શ્રદ્ધા થયા વિના તે મેાક્ષપદ પામી શકાતું નથી.
આત્માનું સાચુ' સ્વરૂપ સમજાવવા તથા તેનુ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરાવવા માટે જ જ્ઞાનીઓએ આખા જગતના પદાર્થાની વિચારણા કરી છે, અને તેમાં કનુ કાર્ય, નવ તત્ત્વ, છ દ્રવ્ય, જીવના દોષ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેનુ' વર્તમાન સ્વરૂપ, સંસારનુ સ્વરૂપ, જ્ઞાનના પાંચ પ્રકાર વગેરે વિષયેાનું વિસ્તારથી નિરૂપણ કર્યુ છે.
જેએ આત્માને પામ્યા છે તે અનંતસુખના ધણી થયા છે. આ આત્માની સમજણુ પામવા માટે, જેઓ આત્માને પામ્યાં છે તેવા જ્ઞાની પુરુષોના આશ્રય બહુ જ મહત્ત્વના ગણાવ્યા છે. તે જ્ઞાની પુરુષ કેવા હાય, તેનાં કેવાં લક્ષણા હોય, તેની કેવી વર્તના હાય, તેમના કેવા ઉપદેશ હાય, તેમની ભક્તિ કરવાથી શું ફળ મળે, અવજ્ઞા કરવાથી શુ ફળ મળે વગેરે વિશે શ્રીમદ્દે ઘણી જગ્યાએ લખ્યું છે. તેમના એ પત્રામાં પ્રધાનસૂર આત્માના છે. અને સર્વ જ્ઞાનીની જેમ તેમણે પણ બાકીનાં સર્વ તત્ત્વા તેના અનુસ’ધાનમાં સમજાવ્યાં છે.
આત્માને પામવાના આધ શ્રીમદ્દે કર્યાં છે. જે માગે આત્મા પમાય તે માર્ગે જવાના એધ છે. તે માર્ગ પામવાનાં સાધના, લક્ષણા વગેરે પણ તેમણે બતાવેલ છે. આત્માની કર્મ રહિત સ્થિતિને તેમણે આવકારી છે. એ માટે તેમણે વિવિધ દૃષ્ટિબિંદુથી આત્મા વિશે વિચાર કર્યા છે. અનંતાનુબંધી ઉદયવાળા, અભવ્ય, આત્માથી, એકેન્દ્રિયથી પચેન્દ્રિય, ક્રિયાજડ, ક્ષાયિક સમકિતી, દુર્ભાગ્ય, દેહધારી, દેહરહિત, ભવ્ય, માર્ગાનુસારી, મુમુક્ષુ, વર્તમાન, વિચારમાન, સ’સારી, સિદ્ધ વગેરે સ્થિતિ ભાગવતા આત્માને વિશે તેમણે જુદા જુદા પત્રોમાં પેાતાના અભિપ્રાય જણાવ્યા છે.
આત્મા એક કે અનેક ?
અવિનાશી, ચૈતન્યસ્વરૂપ, શુદ્ધ, બુદ્ધ, જ્ઞાતાદ્રષ્ટા એવા આત્મા જગતમાં એક છે કે અનેક તે વિશે શ્રીમદ્ વિચારણા કરી છે. વેદાંતાદિ દર્શના એક પરમાત્માના સર્વ અંશ માની, આત્માને એક જ માને છે. પણ શ્રીમદ્ જૈન દર્શન અનુસાર આત્માને અનેક માન છે.
જૈનદર્શન અનેકાંતિક છે, તેથી તેમાં જુદી જુદી અપેક્ષાથી આત્માને એક અનેક માનેલા છે, જે શ્રીમને પણ માન્ય છે. શક્તિ, ચેતનત્વ, જ્ઞાન વગેરેની દૃષ્ટિએ સર્વ આત્મા સરખા છે, તે અપેક્ષાએ આત્મા એક છે, પણ સખ્યાની દૃષ્ટિએ પ્રત્યેક આત્મા ભિન્ન ભિન્ન માની અનત આત્મા કહેલ છે. તે સર્વ કર્મથી લેપાયેલા છે, અને જ્યારે શુદ્ધ થશે ત્યારે તેની સંખ્યા તે જ રહેવા છતાં શક્તિની અપેક્ષાથી, અન્ય અપેક્ષાથી તે સમાન થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org