________________
શ્રીમદની જીવનસિદ્ધિ _લેકસ્વરૂપનું શાસ્ત્રમાં મળતું આ વર્ણન જાણવાથી જીવ, અજીવ, વગેરેની સાચી સ્થિતિ સમજતાં તેની જિજ્ઞાસા મટી જાય છે, અને તેને લીધે બીજા અનેક પ્રશ્નોનું પણ સમાધાન થઈ જાય છે.
લિકનું સ્વરૂપ જાણવાની શક્તિ આત્મજ્ઞાન થાય ત્યારે જ આવે છે તે આ વિભાગની ચેથી કડીમાં શ્રીમદે બતાવ્યું છે. જ્ઞાન થતાં સાચી ઉદાસીનતા આવવાથી તે સુખ પામે છે અને તેને શોક ટળે છે. પણ જે જીવ બંધનયુક્ત હોય છે તેને કર્મની વગણ હોય છે, અને તે કર્મ દુ:ખ આપે છે. આથી દુઃખથી છૂટવા માટે કર્મનું સ્વરૂપ-પુદગલનું સ્વરૂપ જાણવાની આવશ્યક્તા અહીં બતાવાઈ છે.
“બંધ યુક્ત જીવ કર્મ સહિત, પુદગલ રચના કમ ખચીત,
પુદગલજ્ઞાન પ્રથમ લે જાણુ, નર દેહે પછી પામે ધ્યાન. ” કર્મ કઈ રીતે બંધાય છે, વેદાય છે અને છૂટે છે એ આદિનું જ્ઞાન આવે તે જ જીવ તેનાથી છૂટવા માટે ઉપાય વિચારી શકે અને અમલમાં મૂકી શકે. આમ મોક્ષમાર્ગ પામવા માટે પુદ્ગલનું જ્ઞાન કઈ રીતે આવશ્યક છે તે અહીં બતાવ્યું છે. અને કર્મથી છૂટવાને માગ પાંચમા વિભાગમાં બતાવાયો છે.
“જહાં રાગ ને વળી દ્વેષ, તહાં સર્વદા માને કલેશ
ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. ” કર્મ બાંધવાના મૂળ કારણમાં અહીં બતાવેલા રાગદ્વેષને એ જ રીતે શ્રીમદે અન્ય ઘણી જગ્યાએ સંસારપરિભ્રમણના હેતુ રૂપે ગણાવ્યા છે –
“જન્મ, જરા ને મુત્યુ, મુખ્ય દુખના હેતુ કારણ તેનાં બે કહ્યાં, રાગદ્વેષ અણહતુ.”૩૭ રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથે. ૩૮ વગેરે. આ રાગદ્વેષને સંપૂર્ણ નાશ થાય ત્યારે પરમ ઉદાસીનતા અને પરમ સુખ મળે છે. તેથી તે શ્રીમદ્દ “સુખકી સહેલી હૈ અકેલી ઉદાસીનતા” એમ કહે છે. વળી, ઉદાસીનતાને તે તેમણે મોક્ષમાર્ગ માટેનું મહત્ત્વનું લક્ષણ “આત્મસિદ્ધિ”, “અપૂર્વ અવસર ” આદિ રચનાઓમાં ગણાવ્યું છે. સંપૂર્ણ ઉદાસીનતા આવે ત્યારે કર્મને સંપૂર્ણ નાશ થાય છે અને ત્યારે નિર્વાણ થાય છે.
આમ પાંચમા વિભાગમાં શ્રીમદ્ મોક્ષમાર્ગ બતાવ્યું છે, આ સર્વ વિચારણા શ્રીમદે જન દર્શન અનુસાર જ રજૂ કરી છે. અહીં જીવ પોતે પોતાના વિશે વિચારવાનું શરૂ
૩૭. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૩૧ ૩૮. એજન, આત્મસિદ્ધિ, ગાથા ૧૦૦, ૫. પપ૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org