________________
૧૦. મણિ પથ-રચનાઓ
શ્રીમદે જે “પંચાસ્તિકાય”નો અનુવાદ કર્યો છે તેને “પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ” કહી શકાય નહિ, અને શ્રીમદ્દને પણ તે અનુવાદ અભિપ્રેત હોય તેમ લાગતું નથી. પંચાસ્તિકાય”ના સંક્ષિપ્ત સ્વરૂપના સંદર્ભમાં તેમણે વિ. સં. ૧૯૫૨માં પત્રો લખ્યા હતા તે હોય તેમ જણાય છે. “શ્રીમદ્ રાજચંદ્ર”માં ૬૯ આંક નીચે શ્રીમદ્દનું જે લખાણ છપાયું છે તેની શરૂઆત આ પ્રમાણે છે, “પંચાસ્તિકાયનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે ?” અને તે પછી તે પાંચે અસ્તિકાયનું સ્વરૂપ ખરેખર ટૂંકાણમાં સમજાવાયેલું છે. અને એના જ વિશે ૬૯૮ આંક નીચેનું લખાણ પણ છે. તેમાં “કાળ” માટે અસ્તિકાય નથી કહેવાતે તે વિશેના પ્રશ્નને ઉત્તર શ્રીમદ્દે આપે છે. આ બંને લખાણ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેમાં “પંચાસ્તિકાય”નું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ પરથી આપણે કહી શકીએ કે શ્રીમદે ધારશીભાઈ ઉપરના પત્રમાં “પંચાસ્તિકાયના સંક્ષિપ્ત સ્વરૂપ' ને જે ઉલેખ કર્યો છે તે ૬૯૮ થી ૭૦૧ સુધીના આંક નીચેનું લખાણ છે, અને નહિ કે શ્રીમદ્ કરેલા “પંચાસ્તિકાય”નો અનુવાદ, અનુવાદને સંક્ષિપ્ત સ્વરૂપ ન કહેવાય.
એ જ રીતે શ્રીમદ્ ઉલ્લખેલ “મહપુરુષ” મનસુખભાઈ નહિ પણ સભાગભાઈ જણાય છે. અંબાલાલભાઈ, મનસુખભાઈ વગેરે તો અર્ધમાગધી ભાષા સમજી શકે અને વાંચી શકે તેવું ભાષાજ્ઞાન ધરાવતા હતા. મનસુખભાઈ અને અંબાલાલભાઈને તે તેવા ગ્રંથોની નકલ કરવાનું કે ભાષાંતર કરવાનું કામ પણ શ્રીમદ્ સેપતા હતા; એટલે તેમને માટે તેઓ અનુવાદ કરે કે સંક્ષેપમાં સ્વરૂપ લખે તે માની શકાય તેવી વાત નથી. તેથી લલ્લુજી મહારાજ અને ભાગભાઈ એ બેમાંથી કોના માટે હોઈ શકે તે વિચારવાનું રહે છે, કારણ કે શ્રીમદ્દના નિકટવતી વર્તુળમાંથી તે વખતે જૂઠાભાઈની ગેરહાજરી હતી, ગાંધીજીને તે સમયે આ બાબત સાથે સંબંધ નહોતું અને અંબાલાલભાઈ તથા મનસુખભાઈને માટે આપણે ઉપર જોયું તેમ, એની જરૂર નહતી. આથી ભાગભાઈ અને લલ્લુજી મહારાજ વચ્ચે વિચારવાનું રહે છે.
લલ્લજી મહારાજ પરના શ્રીમદ્દના લખેલા પત્રો જોઈએ તે તેમાં મુખ્યત્વે આત્મા વિશેની વાતે જ જોવા મળે છે. વળી, આ મુનિ બહુ પ્રશ્નો પુછાવતા હોય તેવું જોવા મળતું નથી, કારણ કે જિનદીક્ષા લીધી હોવાથી તેમણે સૂત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું ત્યારે સેભાગભાઈની બાબતમાં સ્થિતિ જુદી હતી. તેમની શ્રદ્ધા વેદાંતમાંથી ખસીને જૈન તરફ થઈ હતી; વળી, એમને સૂત્રો કે શાસ્ત્રો વગેરેને અભ્યાસ પણ ઘણું ન હતું, તેથી તેમને વારંવાર પ્રશ્નો પુછાવવાની જરૂર પડતી. અને એવા એક પ્રશ્નના ઉત્તરમાં આ પત્રો લખાયેલા જોવા મળે છે. તેથી લાગે છે કે તે પત્રો શ્રી ભાગભાઈ ઉપર લખાયેલા હોવા જોઈએ, અને શ્રીમદ્દની દૃષ્ટિમાં શ્રી ભાગભાઈ “મહપુરુષ” હતા તે સુનિશ્ચિત છે.
આમ શ્રીમદે ધારશીભાઈને લખેલા વચન વિશે કહી શકીએ કે શ્રીમદે સૂચવેલ “સંક્ષિપ્ત સ્વરૂપ” તે આ પત્રોના સંદર્ભમાં છે અને શ્રીમદ્દે ઉલ્લેખેલ મહત પુરુષ તે શ્રી ભાગભાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org