________________
શ્રીમદની જીવનસિદ્ધિ
કેટલીક વાર શ્રીમદ્દ વાક્યરચનાનું સ્વરૂપ પણ ફેરવતા જણાય છે, ઉદાહરણ તરીકે જુઓ ૧૩૮મી ગાથા :
"कोधो व जदा माणो माया लाभो व चित्तमासेज्ज ।
जीवस्स कुणदि खोहं कलुसो त्ति य तं बुधा वेति ।। "२७ શ્રીમદે આને અનુવાદ આમ કર્યો છેઃ “કોધ, માન, માયા અને લેભની મીઠાશ જીવને ક્ષોભ પમાડે છે અને પાપભાવની ઉત્પત્તિ કરે છે. ૨૮
અહીં મૂળ શ્લોકમાં એ પ્રમાણે છે કે જ્યારે ક્રોધ, માન, માયા અને લોભ ચિત્તને આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને જ્ઞાનીઓ “કલષતા' કહે છે. શ્રીમદ્દ જ્ઞાનીઓ કહે છે, તે વાત ઉડાડી દીધી છે; એ ઉપરાંત ક્રોધાદિ ચિત્તના આશ્રયે જીવને ક્ષોભ પમાડે છે તે બતાવવાને બદલે “ફોધાદિની મીઠાશ” એમ જ કહ્યું છે. આમ જોઈએ તો આ ગાથાને આ ભાવાનુવાદ છે.
આમ શ્રીમદ્ કરેલા આ અનુવાદને જ્યારે ઝીણવટથી અભ્યાસ કરીએ છીએ ત્યારે તે શબ્દશઃ અનુવાદ નથી તેનો ખ્યાલ આવે છે. કયારેક મૂળનો ભાવાર્થ જ ઉતારેલ છે, એટલે કે અનુવાદ વાંચનક્ષમ બનાવવાની તેમની નેમ હતી તે જણાય છે. આ અનુવાદ તેમણે “ અનુવાદ કરવાની” દષ્ટિએ નહોતે કર્યો, પણ અર્ધમાગધી ન જાણનારા મુમુક્ષુઓને “પંચાસ્તિકાય "ના વાંચન-વિચારણુથે કર્યો હતો. તેમ છતાં મૂળના આશયમાં કયાંયે ફેરફાર થયેલ હોય તેમ થયું નથી.
વિ. સં. ૧૫૫ના ચૈત્ર માસમાં તેમણે ધારશીભાઈ કુશળચંદ સંઘવી ઉપરના એક પત્રમાં લખ્યું હતું કે :
કઈ મહપુરુષના મનનને અથે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું, તે મનન અર્થે આ સાથે કહ્યું છે. ૨૯
આ વચન પરથી ઘણા એવો અર્થ તારવે છે કે “પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ ” એટલે તેમણે કરેલા “પંચાસ્તિકાયનો અનુવાદ.” “ શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાં પણ એ જ રીતે જ નોંધાયું છે.૩૦ વળી, કેટલાક તરફથી એવું અનુમાન પણ કરાયું છે કે શ્રીમદે જણાવેલા મહત્ પુરુષ તે મનસુખભાઈ કિ. મહેતા. પણ જરા ઊંડાણથી વિચાર કરતાં આમાંનું કેઈ વિધાન સાચું લાગતું નથી.
૨૭. “પંચાસ્તિકાય', પૃ. ૨૦૨. ૨૮. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૫૯૪. ૨૯-૩૦. એજન, આંક ૮૬૬ની, પૃ. ૬૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org