________________
૩૦૬
શ્રીમદની જીવનદ્ધિ
જે દલીલા ગુરુ સમક્ષ મૂકી છે તે ઔદ્ધવાદીની છે. તેના ઉત્તરમાં ગુરુ શિષ્યને સમજાવે છે કે આત્મા એકાંતે અનિત્ય નથી; તે અપેક્ષાએ અનિત્ય છે. આત્મા વસ્તુપણે, દ્રવ્યપણે નિત્ય છે અને સમયે સમયે જ્ઞાન આદિ પરિણામના પલટાવાથી તે પલટાતા જણાય છે, તે દૃષ્ટિએ અનિત્ય છે. આમ આ આત્માનુ નિત્યાનિત્યપણું સ્વીકારતાં જૈનાદિ દનાનું મંડન અહી” કરેલ છે.
બૌદ્ધ દર્શન જગત્કર્તા ઈશ્વરને સ્વીકારતું નથી. તે વિશેની દલીલ આપણને “ આત્મસિદ્ધ ”માં જોવા મળે છે, કર્મના કર્તા તથા ભાક્તા આત્મા છે, તે સિદ્ધ કરતી વખતે જે દલીલા ઈશ્વરના અકર્તૃત્વ તથા અભાતૃત્વ માટે મુકાઈ છે તે જગત્કર્તા તરીકે ઈશ્વરને નિષેધતાં બૌદ્ધ જૈન આદિ દનામાંથી લેવાયેલી છે. આ ઉપરાંતના પ્રસંગેામાં પણ ઔદ્ધ અને જૈનનું મળતાપણું હોવાથી તેને સાથે સમાવેશ થયેા હોય તે સ્વાભાવિક છે.
આમ “ આત્મસિદ્ધિ ”માં બૌદ્ધ દર્શનના અભિપ્રાય જે જગ્યાએ જૈન દર્શનથી જુદો પડે છે, તે જગ્યાએ દલીલે સાથે મુકાયેલેા જોઈ શકાય છે. એ પરથી આપણે કહી શકીએ કે “ આત્મસિદ્ધિ ”માં બૌદ્ધ દનના સમાવેશ થયેલા છે, ભલે પછી તે ખંડનના રૂપમાં હોય કે મ`ડનના રૂપમાં હાય.
નૈયાયિક
નૈયાયિક અને ન્યાય—વૈશેષિક એ એમાં બહુ એ જ લેવાય છે. તેણે કરેલા આત્મા વિશેના નિરૂપણના મુકાયેલા જોવા મળે છે.
ભેદ હોવાથી તે સાધારણ રીતે સાથે અભિપ્રાય પણ “ આત્મસિદ્ધિ ’’માં
નૈયાયિક આત્માને સ્વીકારે છે, તેના મત પ્રમાણે તટસ્થપણે ઈશ્વર કર્તા છે, સર્વવ્યાપક એવા અસખ્ય જીવ છે, ઈશ્વર પણ સવવ્યાપક છે. તેઓ આત્માને નિત્યપણે તથા સાક્ષીકર્તા એટલે જ્ઞાતા ટટારૂપે સ્વીકારે છે.
આત્માના અસ્તિત્વનું પ્રમાણ આપતી ગુરુની લીલામાં, કમ ના કર્તા આત્મા નહિં પણ ઈશ્વર છે તે બતાવતી શિષ્યની દલીલેામાં, આત્મા નિત્ય છે તેનું પ્રમાણ આપતી ગુરુની દલીલેામાં તૈયાયિકના અભિપ્રાયને જોઈ શકાય છે.
આમ તૈયાયિક જે વસ્તુએમાં જૈનથી વિરુદ્ધ છે કે જૈન સાથે સંમત છે તે સ માટેની દલીલા સંક્ષેપમાં “ આત્મસિદ્ધિશાસ્ત્ર ”માં મુકાયેલી છે.
સાંખ્ય ન
સાંખ્યું અને ચેાગ વચ્ચે બહુ આછે! તફાવત હૈાવાથી તે સાથે લેવાય છે. સાંખ્ય આત્માના અસ્તિત્વને તથા અનેકત્વને સ્વીકારે છે. તેના મતે આત્મા નિત્ય, અરણામીઅકર્તા અલેાક્તા એટલે કે અમધ સાક્ષીરૂપ છે. સેશ્વર કે નિરીશ્વર અને સાંખ્ય પરંપરામાં આ મત અભિપ્રેત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org