________________
૫૦
શ્રીમની જીવનસિદ્ધિ
“ અમારા અભિપ્રાય કઈ પણ દેહ પ્રત્યે હાય તા તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થ નહીં, પણ આત્માથે છે. ૫૬
આ આત્મા માટે તેમને સસંગપરિત્યાગની ઇચ્છા રહ્યા કરતી હતી. અને તે પાર પાડવામાં ઘણાં વિના દેખાતાં હોવાથી તેમને મૂંઝવણ પણ થતી હતી. તેમણે આ ત્યાગ વિશે આ વર્ષમાં લખ્યુ હતું કે ઃ—
66
‘ઘણું કરીને આત્મામાં એક જ રહ્યા કરે છે કે જ્યાં સુધી આ વેપારપ્રસગે કામકાજ કરવું રહ્યા કરે, ત્યાં સુધી ધર્મકથાદિ પ્રસંગે અને ધર્મના જાણનારરૂપે કાઈ પ્રકારે પ્રગટમાં ન અવાય એ યથાયેાગ્ય પ્રકારે છે. ૫૭
આ બધી મુશ્કેલીઓમાં તેમણે જે વિકાસ આ વર્ષમાં સાધ્યા હતા તે તેમનાં નીચેનાં વચના જણાવે છે
-
૮ જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવા આ સ્નેહ આત્મા પ્રત્યે છે, તેવા સ્નેહ સ . આત્મા પ્રત્યે વતે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ. જેવા આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવા જ સર્વાં દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ... આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને કયારેય થઈ શકતી નથી. ૫૮
રાગ-દ્વેષનું ઘણું અલ્પત્વ એ તેમના આત્માએ સાધેલા આ વર્ષના વિકાસ ગણી શકાય. આ વર્ષોમાં તેમના ખ્યાલ હતા કે જે ઉપાધિયાગ શરૂ થયા છે, તેની જલદી પૂર્ણતા આવે તેમ નથી. એટલે એક પત્રમાં લખ્યું હતુ` કે :–
“ મનમાં એમ ને એમ રહ્યા કરે છે કે અલ્પ કાળમાં આ ઉપાધિયાગ મટી ખાદ્યાન્યતર નિગ્રંથતા પ્રાપ્ત થાય તા વધારે યેાગ્ય છે, તથાપિ તે વાત અપ કાળમાં અને એવું સૂઝતું નથી, અને જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તે ચિંતના મટી
સંભવતી નથી. ૫૯
શ્રીમદ્ સેવેલી આ દહેશત સાચી પડી હતી, તે વિ. સ. ૧૯૫૦માં તેમણે લખેલા પત્રો જોતાં જણાય છે.
વિ. સ. ૧૯૫૦ની શરૂઆતમાં આ ઉપાધિ વધી હતી, અને તેથી બાહ્યથી કથારેક ચિત્તની અવસ્થા પણ આવી જતી હતી, તેથી લાંબા વખત સુધી તેએ મુમુક્ષુએને પત્ર પણ લખી શકતા નહાતા. અને ઘણી વાર તેા એવું બનતું કે થાડા કાગળ લખ્યા પછી
૫૬. “ શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ, આંક ૪૩૧
૫૮. એજન, આંક ૮૬૯
૫૭. એજત, આંક ૪૬૩. ૫૯. એજન, આંક ૪૫૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org