________________
૩. મેક્ષમાળા
૧૯૫
એક્ટ તત્ત્વ નથી કે જે જનમાં નથી. એક વિષયને અનંતભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દશન છે પ્રજનભૂતતત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે કે જેનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તે માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગીતા, સત્યતા અને જગતહિતસ્વીતા.”૬૯
જૈન પ્રતિ આવી ભક્તિ હોવા છતાં શ્રીમદને અન્ય ધર્મ પ્રતિ કઈ જાતને દ્વેષ ન હતા. અન્ય ધર્મોની અપૂર્ણતા પણ તેઓ મધ્યસ્થતાથી બતાવતાં લખે છે કે :
અન્ય પ્રવર્તક પ્રતિ મારે કંઈ વેરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બંનેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે પ્રિય ભવ્યો ! જેન જેવું એકે પૂર્ણ દર્શન નથી, વીતરાગ જે એક દેવ નથી.”૭૦
તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રોજન નથી .. વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃત માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્વમાં પરિપૂર્ણ છે, તે છે.”
શ્રીમદના ઉપરનાં વચનામાં શ્રી હરિભદ્રાચાર્યના નીચે જણાવેલા લોકનું પ્રતિબિંબ જોઈ શકાશેઃ
" पक्षपाती न मे बरे न द्वैषः कपिलादिषु ।
युक्तमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ ७१. જે વયે શ્રીમદે ઉપરનાં વચને લખ્યાં તે વયે હરિભદ્રાચાર્યને આ શ્લેક તેમના જાણવામાં ન પણ આવ્યું હોય, છતાં તત્ત્વમાં વિચારશ્રેણીમાં, વિચાર-ઉચ્ચારમાં સમર્થ તત્વજ્ઞાનીઓ કેવા મળતા થાય છે તેનું આ ઉદાહરણ ગણી શકાય. અને જે તે જાણમાં હોય તે પણ હરિભદ્રાચાર્યનાં ઉપરના ગંભીર આશયને કેટલી સરળતાથી તેમણે ઉતાર્યો છે, તે હકીક્ત પણ તેમની શક્તિ સૂચવે છે.
આમ “મોક્ષમાળામાં પ્રત્યેક વસ્તુનું પ્રતિપાદન કે ખંડન, શ્રીમદ્દે જૈન ધર્મના સિદ્ધાંત અનુસાર જ કર્યું છે. અર્થાત્ બીજી રીતે કહીએ તો “મોક્ષમાળા” જૈનધર્મની સરળ ભાષામાં ટૂંકી માહિતી આપનાર ગ્રંથ તરીકે એક સીમાચિહ્નરૂપ બની રહે તેવું પુસ્તક છે.
"માક્ષમાળાનું બાલાવબોધપણું
શાસ્ત્રના અભ્યાસ ન કરી શકે તેવા બાળકરૂપ જાના કલ્યાણુથે આ “મેક્ષમાળા” લખાયેલી છે તેવા ઉલ્લેખ શ્રીમદે તેની “શિક્ષણ પદ્ધતિ” અને “મુખમુદ્રામાં કર્યો છે. અને તેઓએ આ ઉદ્દેશને સફળતાથી પાર પાડ્યું છે તેમ આપણે અવશ્ય કહી શકીશું.
૬૯, ૭૦. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧૨૫. ૧. “ લકત સ્વનિર્ણય”, લેક ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org