________________
૧૬
શ્રીમદની જીવનસિદ્ધિ “મોક્ષમાળા”માં શ્રીમદે જે પાઠ રહ્યા છે તેનું કદ નાનું છે; બે ત્રણ પાનાથી મટે. એક પણ પાઠ જોવા મળતો નથી; એટલું નહિ પણ ક્યારેક લંબાણ વધે તેવું લાગે તો એક જ વિષયને કે કથાને તેમણે બે કે તેથી વધુ પાઠમાં વિભક્ત કરેલ છે. “ભિખારીને ખેદ”, “કપિલ મુનિ”, “સુખ વિશે વિચાર”, “અનાથી મુનિ” વગેરે કથા માટે, અને
સદગુરુતવ”, “જિનેશ્વરની ભક્તિ”, “સંસારને ચાર ઉપમા”, “સામાયિક વિચાર”, જ્ઞાન સંબંધી બે બેલ”, “તવાવબોધ” વગેરે તત્વની વાત જણાવતા પાંઠા માટે એકથી વધુ પાઠની ચેજના તેમણે કરી છે.
* * મિક્ષમાળા "માં જૈનધર્મ અને તેના સિદ્ધાંત વિશે મુખ્યત્વે વાત આવે છે, તેમ છતાં ધર્મના પારિભાષિક શબ્દોને તેમણે શક્ય તેટલે ઓછો ઉપગ કર્યો છે. અને જીવે શું કરવું જોઈએ તે તેમણે રાજના મહાવરાની ભાષા દ્વારા જ બતાવ્યું છે અને જ્યારે જ્યારે પારિભાષિક શબ્દો વાપરવાને પ્રસંગ પડ્યો છે ત્યારે ત્યારે તેના અર્થને બતાવવાની તત્પરતા પણ શ્રીમદ્ રાખી છે. પ્રત્યાખ્યાન, સામાયિક, પ્રતિકમણ, અનાનુપૂર્વિ વગેરે વિશેના પાઠ વાંચતાં તે જોઈ શકાશે
કેાઈ પણ સામાન્ય જીવને ખૂબ જ આકર્ષણ કરનાર તત્વ તે કથા છે. તેથી સામાન્ય માણસને કેટલાક સિદ્ધાંતોની પ્રતીતિ કરાવવા તેમણે કથાઓ અને દૃષ્ટાંતોને છૂટથી ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના પાંચમા ભાગ ઉપરાંતના પાઠમાં આપણને કથા કે દષ્ટાંત જોવા મળે છે. જીવની અશરણુતા સમજાવવા “અનાથી મુનિ”ની કથા, માનની અનર્થતા સમજાવવા
બાહુબળ”ની તથા “સનકુમાર ચક્રવતી ”ની કથા, તૃષ્ણ, રાગ, અસત્ય આદિના સેવનથી થતું નુકસાન બતાવતી કપિલ મુનિ”, “ગૌતમ સ્વામી ”, તથા “વસુરાજા”ની કથા તેમણે આપી છે; તે ધર્મદઢતા અને શીલનું માહાસ્ય બતાવવા “કામદેવ શ્રાવક” અને
સુદર્શન શેઠ”નાં દષ્ટાંત આપ્યાં છે. આવાં દૃષ્ટાંતો દ્વારા જ વિનય, ક્ષમા, ચારિત્ર, સત્ય વગેરે ગુણોની મહત્તા અને રાગ, માન, અસત્ય, તૃષ્ણ વગેરેની અનર્થતા તેમણે બતાવી છે. તેથી વાચકને દરેકની યથાર્થતા જલદી સમજાય તે સ્વાભાવિક છે.
આ ઉપરાંત કેટલાક સિદ્ધાંતોની સમજણ આપવા માટે તેમણે સંવાદોની કે સુવાક્યોની રચના પણ કરી છે, જે વાંચવામાં વધુ સુગમ રહે છે. પિતા પુત્રના સંવાદ દ્વારા ગુરુમાતામ્ય, . “સત્ય” અને “જિજ્ઞાસુ”ના સંવાદ દ્વારા ભક્તિમાતામ્ય આદિ દર્શાવ્યાં છે. કેટલીક વખત પ્રશ્નોત્તરરૂપી કે શંકાસમાધાનરૂપી રચનાઓ પણ કરી છે. આમ વાચકને મનમાં નવા નવા પ્રશ્ન ન ઉદભવે તે રીતે તેમણે નવા નવા સિદ્ધાંત સમજાવ્યા છે.
કથા કે સંવાદરૂપે સિદ્ધાંત રજૂ ન થયા હોય તેવા પાઠોમાં પણ પોતે જાણે વાચક સાથે વાત કરતા હોય તે જાતની રચના કરી છે. ગુરુ પિતાના શિષ્યને સામે બેસાડીને સમજણ આપતા હોય તે જાતની છાપ “ખરી મહત્તા ”, “સત્સંગ”, “પ્રત્યાખ્યાન ” આદિ પાઠ વાંચતાં પડે છે. આ જાતની શિલી પણ બાળકોમાં વિશેષ પ્રિય બને છે.
મોક્ષમાળા"ની ભાષા પણ ખૂબ સરળ છે, વાક્યો પણ નાનાં નાનાં છે. કાવ્યો પણ એટલાં જ સરળ છે. માર્ગ પામેલા જીવ તેમાંથી ખૂબ તવ માણી શકે તેમ હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org