________________
૩. મેક્ષમાળા
૧૭
સામાન્ય જનને ભાવાર્થ પૂરતો સમજાય તેટલાં સરળ છે. તેમાં ક્યાંયે લિટતા નજરે ચડતી નથી. પાઠના વિષયને સૂચવતાં સરળ શીર્ષકે પણ તેમણે જ્યાં છે; ઉદાહરણ તરીકે “વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે”, “ઉત્તમ ગૃહસ્થ”, “પ્રમાદ”, “મહાવીર શાસન” વગેરે. ગંભીર વિચારણને લગતા પાઠ તેમણે છૂટાછવાયા મૂકી દીધા છે; અર્થાત્ વચ્ચે વચ્ચે કથા, સંવાદ વગેરેના પાંડેની યેજના કરી છે, જેથી વાચકને વાચનરસ જળવાઈ રહે.
મોક્ષમાળામાં રહેલા આ બધા ગુણોને લીધે તેનુ “બાલાવબોધ” એવું વિશેષણ સાર્થક થાય છે. મોક્ષમાળા” અને “ભાવનાબેધ”ની શૈલી વિશે દી. બ. કૃષ્ણલાલ ઝવેરીએ વિ. સં. ૧૯૬૬ની કાર્તકી પૂનમે, શ્રીમદ્ રાજચંદ્ર જયંતી નિમિત્ત, પ્રમુખપદેથી કહ્યું હતું કે –
આ બંને ગ્રંથની શૈલી તથા તેમાં વર્ણવેલાં સૂત્રો તથા સત્ય દર્શાવવાની ધારી બહુ જ સ્તુત્ય છે. ભાષા, વિષય પ્રૌઢ તથા ગહન હોવા છતાં, બહુ જ સરળ અને સચોટ છે. તેમ જ પોતાના સિદ્ધાંત સમજાવવાની શૈલી પણ બહુ જ અનુકરણીય છે.”
૧૭ વર્ષની નાની વયમાં પણ શ્રીમમાં કેટલું વિવેકજ્ઞાન હતું તેનો પરિચય આપણને આ પુસ્તક વાંચતાં થાય છે. બહારથી પૈસા એકઠા કરીને “મોક્ષમાળા”ની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી, તે વખતે મુદ્રણદોષે પણ ઘણા રહી ગયા હતા. તે બધા બીજી આવૃત્તિમાં સુધારી લેવામાં આવ્યા. બીજી આવૃત્તિનું છાપકામ લગભગ વિ. સં. ૧
શ્રીમની હયાતીમાં ચાલુ થયું હતું. આ આવૃત્તિ અંગેનું કામકાજ કરતા શ્રી મનસુખભાઈ કિરતચંદ મહેતાને તેમણે સૂચના કરી હતી કે –
મોક્ષમાળા”માં શબ્દાંતર અથવા પ્રસંગ વિશેષમાં કંઈ વાક્યાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે. ઉપોદઘાત આદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવનચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.૩
આ સૂચના અનુસાર બીજી આવૃત્તિમાં લગભગ ૫૦ જગ્યાએ શબ્દ કે શબ્દસમૂહમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, પણ ક્યાંયે જુદા ભાવાર્થની રચના થઈ હોય તેવું થયું ન હતું અને આ ફેરફારે ઘણું નાના ગણી શકાય તેવા છે.૭૪ આ આવૃત્તિ શ્રીમદ્દની નજર તળેથી એક વખત નીકળી ગઈ હતી – જોકે તે પ્રગટ તે, તેમના અવસાન બાદ, વિ. સં. ૧૫૮માં થઈ હતી. આ ઉપરાંત શ્રીમદે બીજી કેટલીક સૂચનાઓ પણ તેમને કરી હતી, જેમાં શ્રીમદ્દની કેળવણુકાર તરીકેની દષ્ટિ દેખાય છે. જુઓ –
૭૨. “શ્રીમદ્ રાજચંદ્ર : અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૮૨. ૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૪૮. ૭૪. આ બધાં પાઠાંતરે “શ્રીમદ્ રાજચંદ્ર”ની પરમશ્રુત પ્રભાવક મંડળની પાંચમી આવૃત્તિના
બીજા ભાગમાં, છઠ્ઠા ખંડમાં આપવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org