________________
૧૯૪
શ્રીમન્ના જીવનસિદ્ધિ કોટિનાં પ પણ મળે છે. આમ “મોક્ષમાળા”ની પદ્યરચનાઓમાં કવિત્વનું એકસરખું ધોરણ જોવા મળતું નથી તેમ કહી શકાય – જેકે શ્રીમદનું દયેય કવિત્વનું નહિ પણ ઉપદેશનું જ છે એ આપણે એમની પદ્યરચનાઓનું મૂલ્યાંકન કરતી વખતે ભૂલવું ન જોઈએ.
મોક્ષમાળામાં જૈનધર્મથી અન્યનાધિકપણે
મોક્ષમાળામાં મોક્ષમાર્ગને ઉપદેશ છે. અને તેમાં જૈનધર્મથી કંઈ પણ ન્યૂનાધિક કહ્યું નથી તે શ્રીમદને અભિપ્રાય સત્ય હતો તે પણ આપણે અહીં જોઈ શકીશું.
શ્રી તત્ત્વાર્થસૂત્રનાં વચન “સખ્યાજ્ઞાનવામિત્રાળ કોલકા” અનુસાર શ્રીમદે મોક્ષમાળા”ના પાઠો જ્યા છે તે આપણે જોયું. વળી, આ બધા પાઠેમાં જૈનધર્મના મહત્ત્વના સિદ્ધાંતનું તથા જૈનધર્મની ક્રિયાઓનું નિરૂપણ શાસ્ત્રીય આધાર સાથે કર્યું છે. અહીં જ્ઞાન તથા કિયા બંનેને સમન્વય તેમણે સાવ્યો છે. અને મોક્ષમાર્ગનો બાધ કરવા માટે તેના ત્રણે અંગે તેમણે વિવિધ રીતે સમજાવ્યાં છે, તે આપણે જોયું. મુનિ શ્રી હર્ષચંદ્રજી લખે છે કે –
“૧૦૮ શિક્ષાપાઠ સુધી પોતાના અભ્યાસાનુસાર – વિચારાનુસાર અને અનુભવ પ્રમાણે વીતરાગ પ્રવચનને સારી પદ્ધતિમાં તેઓ વાંચનાર પ્રતિ પ્રબોધે છે ને સંભળાવે છે. વાચક એક પછી એક કમવાર શિક્ષાપાઠને ધ્યાનપૂર્વક વાંચે તે અવશ્ય જૈનદર્શનમાં તને પામી શકે.”૬ ૭
“મોક્ષમાળા” ના પાઠ વાંચીએ તે વખતે જૈનધર્મ પ્રત્યેની તેમની વિશેષ પ્રીતિ પ્રત્યક્ષ થાય છે. સામાયિક, પ્રતિક્રમણ, નવકારમંત્ર વગેરે જનધર્મનાં તત્ત્વોની તેમણે વિસ્તૃત સમજણ આપી છે. વળી, કથા અને દૃષ્ટાંતો પણ જૈન કથાસાહિત્યમાંથી લીધાં છે, એટલું જ નહિ, પાછળના ૬ તવાવ ના પાઠમાં અન્ય ધર્મો કરતાં જનધર્મની કઈ વિશેષતા છે તે પણ તેમણે સમજાવ્યું છે. જનધર્મ પ્રત્યેની તેમની કેવી ભક્તિ હતી તેને ખ્યાલ તેમનાં નીચેનાં વચને પરથી આવી શકશે –
“જે મધ્યવયના ક્ષત્રિયપુરુષે જગત્ અનાદિ છે એમ બેધડક કહી કર્તાને ઉડાડો હશે, તે પુરુષે શું સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે?”૬૮
બાકીના સર્વ ધર્મમતાના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી, જન જેણે જા અને સેવ્યું તે કેવળ નીરોગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તક કેવા પવિત્ર પુરુષ હતા ! એના સિદ્ધાંતે કેવા અખંડ, સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કઈ જ નથી. કેવળ નિર્દોષ તે માત્ર જૈનનું દર્શન છે. એવો એક પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહિ હોય, અને એવું ૬૭. “શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ”, પૃ. ૩. ૬૮. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧ર.૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org