________________
૭. કઈ
પધ-રચનાઓ
શ્રીમદુની હિંદી રચનાઓ
શાળામાં વ્યવસ્થિત અભ્યાસ કરીને શ્રીમદે હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું ન હતું. તેમ છતાં પૂર્વના બળવાન ક્ષપશમથી આ ભાવના થોડા પ્રયને તેમને હિંદી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત થયું હતું. નાની વયે હિંદીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવા જેવાં કાર્યો તેમણે કર્યા હતાં, પણ પછીથી તે તેમણે સીધેસીધી હિંદી ભાષામાં પદ્યકૃતિઓ પણ રચી હતી. એવી “બિન નયન”, “ યમનિયમ” આદિ ચાર પદ્યકૃતિઓ આજે ઉપલબ્ધ થાય છે, તેમાંની બે તેમની “હસ્તાંધ”માંથી પ્રાપ્ત થયેલી છે. - આ ચારે કૃતિઓ તેમની ૨૩ વર્ષની વય પછીથી રચાયેલી છે, તેમાં ગુરુમાતામ્ય, જ્ઞાનપ્રાપ્તિ પહેલાં જીવે કરેલાં અનેક સાધને, મૂળમાર્ગ વગેરે વિશેની શ્રીમદની વિચારણા રજૂ થયેલ છે. એ ચારે કૃતિઓ શ્રીમદનું હિંદી ભાષા પરનું પ્રભુત્વ દર્શાવે છે. બિના નયન ૧
વિ. સં. ૧૯૪૭ના અષાડ માસમાં, એટલે કે ૨૪મા વર્ષે શ્રીમદે આ હિંદી કાવ્ય રચીને પિતાના પરમ સ્નેહી શ્રી ભાગભાઈને વાંચન તથા મનન અર્થે કહ્યું હતું. શ્રીમદની આ પ્રથમ હિંદી રચના સૌને ઉપયોગી થાય તેવી છે.
આત્માએ પોતાનું કલ્યાણ કરવું હોય તે શું કરવું જોઈએ તેની સૂચના અહીં છે દોહરા – બાર પંક્તિમાં અપાઈ છે. પ્રત્યેક દોહરા સ્વતંત્ર રચના ન રહેતાં, એકબીજા સાથે જોડાયેલા છે.
આ કાવ્યની પહેલી જ પંક્તિ “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત” વિશે શ્રીમદ્દ વિ. સં. ૧૯પપના અષાડ માસમાં મનસુખભાઈ છગનભાઈને લખ્યું હતું કે –
એ વાકયને હેતુ મુખ્ય આત્મદષ્ટિ પરત્વે છે. સ્વાભાવિક ઉત્કર્ષાથે એ વાક્ય છે. સમાગમના ગે સ્પષ્ટાર્થ સમજાવા ચગ્ય છે.”૨ આ દષ્ટિ, આખું કાવ્ય સમજવા માટે પણ ઉપયોગી છે
પહેલી પંક્તિ આત્મદષ્ટિથી જોઈએ તો આ પ્રમાણે સમજાય છે નયન એટલે તત્વરૂપી લોચન. “બિના નયન” એટલે તત્ત્વરૂપી લોચન વિના, “બિના નયનકી” – નયન વગરનાની અર્થાત આત્માની વાત સમજાતી નથી. આત્મા જાણો તે ચર્મચક્ષની નહીં પણ આંતરચક્ષુની બાબત છે, તેથી આત્મા એ સ્થળ નયનથી પર છે. તેથી તે “બિના નયનકી બાત” કહેવાય છે. “તત્ત્વલોચન વિના, અંતર્મુખ દષ્ટિ ઊઘડ્યા વિના, આત્માને જાણી શકાતું નથી” – એ આત્મદષ્ટિથી વિચારતાં પ્રથમ પંક્તિનો અર્થ થાય છે.
૧. “શ્રીમદ રાજચંદ્ર , અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૯૨, આંક ૨૫૮. ૨. અજન, પૃ. ૨૩૬, આંક ૮૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org