________________
૪, મકાણુ રચનાઓ
પ
બ્રહ્મચારી ગોવનદાસજી “ શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા માં આ પુસ્તક વિશે લખે છે કેઃ—
“ હાલ કન્યાશાળામાં ચાલતી ૫. નવલરામ લક્ષ્મીરામની બાળગરબાવળી કરતાં ભાષા સરળ અને સ્ત્રીસ્વભાવને અનુકૂળ તથા નીતિના ધેારણથી લખાયેલ ‘સ્ત્રીનીતિબાધક’ પુસ્તક માતાપિતાએ પોતાની પુત્રીને, ભાઈએ પાતાની બહેનને, અને પતિએ પેાતાની ધર્મપત્નીને તથા સગાંવહાલાંએ મગળ પ્રસંગામાં કન્યાઓને અને વાંચવા શીખવાની ભાવનાવાળી કે થાડુ' ભણેલી યુવાન સ્ત્રીઓને ભેટ આપવા લાયક છે.”૨૩
ધર્મ તાર પદ્યકૃતિઓ
વિજ્ઞાન
66
“ સુબાધસંગ્રહ ”માં “ સ્ત્રીનીતિબાધક ”ની ગરબીઓ ઉપરાંત તે સમયનાં વિલાસ ”, “સૌરાષ્ટ્ર દર્પણું ” આદિ સામાયિકામાં છપાયેલી કેટલીક કૃતિઓ જોવા મળે છે. એવી લગભગ પંદર જેટલી કૃતિઓ સંગ્રહીત કરીને બ્રહ્મચારી ગાવ નદાસજીએ અહી આપી છે. તેમાં “હનુમાનસ્તુતિ ” નામનુ જૈનેતર વ્યક્તિની સ્તુતિ કરતું શ્રીમનું એક કાવ્ય છે. “ સ્વદેશીઓને વિનતી', “શ્રીમંત જેનાન શિખામણ ”, હુન્નર કળા વધારવા વિષે '', “ ખરા શ્રીમ`ત કાણુ ?” અને ધોળે દહાડે ધાડ ” એ પાંચ કૃતિએ સુધારાને લગતી છે. “ આ પ્રજાની પડતી ”, “આ ભૂમિના પુત્ર ” અને “વીરસ્મરણ એ ત્રણ રચનાઓમાં વીરરસના આલેખન દ્વારા હાલની આ પ્રજાની સ્થિતિથી થતુ દુઃખ અને ભૂતકાળની ભવ્યતાનું ગૌરવ જેવા મળે છે. તેમાં પણ આડકતરી રીતે સુધારાનુ સૂચન મૂકેલ છે. “ પ્રેમની કળા ન્યારી છે” તે દર્શાવતું એક પદ્ય છે. અને આ ઉપરાંત તેમાં “ દૃષ્ટાંતિક દોહરા ”, “ મિત્ર પરીક્ષા ”, “ કુમિત્ર નિંદા ”, “પ્રાસ્તાવિક દોહરા ”, “સદ્બધ સૂચક પ્રાસ્તાવિક કાવ્ય ” એમ વિવિધ શીર્ષક નીચે દાહરાએ મળે છે. તેમાં મુખ્યત્વે કાઈ થન આપી તેને પુષ્ટ કરતું ઉદાહરણ આપી દોહરાની રચના તેમણે કરી છે.૨૪ આમાંની મોટા ભાગની રચનાઓ વિ. સ. ૧૯૪૦થી ૧૯૪૨ સુધીમાં થયેલી છે.
“ હનુમાનસ્તુતિ ”૨ પ
Jain Education International
-
આ કૃતિ શ્રીમની ૧૭ વર્ષની વયની છે. તેમાં રામભક્ત હનુમાનને વંદન કર્યા પછી, હનુમાને રામની ભક્તિથી પ્રેરાઈને તેમનાં કેટલાંક કાર્યો કરી આપ્યાં હતાં તેના
66
૨૩. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ”, આવૃત્તિ ૪, પૃ. ૩૦.
૨૪. શ્રીમદ્દે પાતે આ કાવ્યાને વિષય ધાર્મિક ન હોવાથી તેની નોંધ લીધી નથી એમ લાગે
છે. અને એ જ કારણસર અગાસથી બહાર પડેલ “ શ્રીમદ્ રાજચંદ્ર ” પુસ્તક, જેમાં તેમનાં લખાણાને સમાવેશ થયા છે, તેમાં પણ આ કાવ્યોને સ્થાન મળેલ નથી. આમાંનાં કેટલાંક કાવ્યા “ પરમશ્રુત પ્રભાવક મંડળ”ની “ શ્રીમદ્ રાજચંદ્ર ”ની પાંચમી આવૃત્તિના સાતમા ખાંડમાં મળે છે.
૨૫. સુખાધસંગ્રહ ”, પૃ. ૬૧.
For Private & Personal Use Only
.
www.jainelibrary.org