________________
૨૧૦
શ્રીમની જીવનસિદ્ધિ વિષયની દૃષ્ટિએ વિચારીએ તે ગરીબીના વિષયો અત્યંત સુપરિચિત છે. તે વિષયો ગરબીઓમાં બહુ વ્યવસ્થિત રીતે એટલે કે પ્રત્યેક કડીમાં તેને વિષય અનુક્રમે કડીબદ્ધ ફુટ થતો જતો હોય અને વિકાસ પામતે જતો હોય તે રીતે રજૂ થયેલ નથી. કવિના ઉપદેશમાં જેટલી પરિપકવતા જોવા મળે છે તેટલી તેમની શૈલીમાં નથી.
ભાષામાં સરળતા છે, જેથી તે સામાન્ય શિક્ષિત સ્ત્રીને પણ સમજાય એવી છે. તેમાં કયાંય દુર્બોધતા, સંકુલતા, કે કિલષ્ટતા જોવા મળતી નથી. અલબત્ત, તેમાં કેટલીક પંક્તિઓ ગદ્યમય બની ગયેલી છે, પરંતુ તેની ગદ્યાળુતા એ ગરબીઓ ગાતી વખતે ઢંકાઈ જાય તેવી છે. ઉદાહરણ તરીકે :
તે વહેમ વિશેષ ખડાવ્યા, નીતિના ધારા મંડાવ્યા,
અનીતિના નેકર રખડાવ્યા. તે કેળવણી!”૨૦ વિચારની દૃષ્ટિએ કેટલેક ઠેકાણે કવિની પંક્તિઓ સામાન્યતામાં સરી પડતી હોય તેવું પણ જણાય છે, જેમ કે :
ભાવે ભણે વિદ્યા ભલી, વાંચે પુસ્તક સાર;
નીતિ વધે બહુ દિલમાં, ઊપજે શુભ વિચાર.”૨ ૧ કેવળ કવિત્વની દૃષ્ટિએ તપાસીએ તો આ બધી ગરબીઓમાંથી કઈક કઈકમાં ક્યાંક ક્યાંક કવિતવના ચમકારા પણ જણાય છે; જેમ કે –
નમતા તે દીસે જેની બેનડી રે લોલ,
કેમ ક્રોધ શકે તેને નડી રે લોલ.૨૨ ઘણીખરી ગરબીઓમાં છેલ્લી કડીમાં કવિ પોતે ગરબીઓની જૂની શૈલી પ્રમાણે પિતાને નામે લેખ “રાયચંદ”, “વણિક રાયચંદ”, “રાય” વગેરે રીતે કરે છે.
આમ આ બધી ગરબીઓ જોતાં આપણે કહી શકીએ કે શ્રીમદને પદ્યરચના સ્વાભાવિક રીતે વરેલી હતી.
આ બધી ગરબીઓમાં વિષય અને રચનાકૌશલની દષ્ટિએ કદાચ કઈને અસાધારણ એવું કશું જ નહિ લાગે, પણ જે ઉંમરે શ્રીમદે આવી રચનાઓ કરી તે ઉંમરને વિચાર કરીએ તે, ત્યારે આટલી નાની ઉંમરે તેમણે દર્શાવેલી વિચારોની ઉગ્રતા, પરિપકવતા, સ્પષ્ટતા, ઉપગિતા, તથા પદ્યરચનાની પુખ્તતા અવશ્ય આશ્ચર્ય પમાડે એવાં છે, એમાં શક નથી.
૨૦. “સુબોધસંગ્રહ”, પૃ. ૨૨. ૨૧. એજન, પૃ. ૨૮. ૨૨. એજન, પૃ. ૩૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org