________________
૩. એક્ષમાળા
'
બળતા કોલસા મૂક્યા. તેથી ગજસુકુમારના મસ્તકની કોમળ ચામડી બળવા લાગી અને તેમને અસહ્ય વેદના થવા લાગી, પણ તેઓ ક્ષમાભાવ રાખી દયાનમાં સ્થિર રહ્યા. બીજે સસરો હોત તે લગ્ન વખતે સ્થળ પાઘડી બંધાવત, આ સસરા મોક્ષની પાઘડી બંધાવે છે એમ વિચારી ગજસુકુમારે શાંતિ ધારણ કરી. આમ મનનાં પરિણામ ઊંચાં થવાથી તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ પ્રસંગ “અંતકૃત દશાંગ સૂત્ર”ના ત્રીજા વર્ગના ૮મા અધ્યયનમાં, અને તે જ પ્રમાણે હેમચંદ્રાચાર્ય રચિત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર”ના ૮મા પર્વના ૧૦મા સર્ગમાં મળે છે. આ પ્રસંગ શ્રીમદે પિતાના શબ્દોમાં રજૂ કર્યો છે, અને ગમે તેવા ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્ષમાભાવ રાખવો જોઈએ તેવો બોધ સૂચવ્યો છે.
રાગ” નામના ૪૪માં પાઠમાં ગૌતમ મુનિ મહાવીર પ્રભુ પરનો સૂમ રાગ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં કેવી રીતે અંતરાયરૂપ થયે હતું તેની કથા કહી છે. મહાવીર પ્રભુના નિર્વાણ પછી જ રાગ તૂટતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થતું હતું. પ્રભુ પરનો શુભ રાગ પણ તેમના નિર્વાણ સમયે ગૌતમસ્વામી જેવા ગણધરને પણ દુઃખદાયક થયે હતું, તે પરથી બીજા રાગ કે દ્વેષ કેટલા દુઃખદાયક હોઈ શકે તેની તો કલ્પના જ કરવાની રહે છે. પોતાના દેહાદથી શરૂ કરી અન્ય સવમાં મારાપણનો રાગભાવ રાખવો એ અનર્થકારક છે તેવો જ્ઞાનીઓનો બોધ સમજાવવા શ્રીમદે ઉત્તમ પુરુષના જીવનમાંથી દષ્ટાંત લીધું છે. “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર”ના દસમા પર્વમાં મહાવીરપ્રભુના મહાનિર્વાણના પ્રસંગના વર્ણનમાં આ રામકથાનું વિગતે નિરૂપણ થયેલું છે.
રાગની જેમ તૃષ્ણ પણ કેટલી બૂરી છે તે જણાવતું “કપિલ મુનિનું વૃત્તાંત શ્રીમદે ૪૬,૪૭, ૪૮ એ ત્રણ પાઠમાં આપ્યું છે. કૌશાંબી નગરીના શાસ્ત્રીને કપિલ નામે પુત્ર હતે. બાળપણથી જ લાડકેડમાં ઊછરેલ હોવાથી તેને વિદ્યાપ્રાપ્તિ નહતી થઈ, અને નાની ઉંમરમાં પિતાનું અવસાન થતાં પિતાની જગ્યા બીજાને મળી. તેથી વિદ્યાપ્રાપ્તિ માટે તે એક વખત પિતાના મિત્ર પાસે બીજે ગામ ગયો. ત્યાં યુવાનીમાં આવતાં તે એક વિધવા બ્રાહ્મણીમાં લુબ્ધ બન્યો. પાસે પૈસા તે હતા નહિ તેથી તે ભદ્રિક કપિલને બહુ મુશ્કેલી નડતી હતી. આથી બ્રાહ્મણીના સૂચવેલા ઉપાય મુજબ તેણે, તે નગરના રિવાજ પ્રમાણે, રાજાને પહેલાં આશીર્વાદ આપી બે માસા સુવર્ણ મેળવવાનો નિશ્ચય કર્યો. રજ, મોડ થઈ જતું, અને તેનું મળતું નહિ. આથી એક દિવસે મધરાતે ચંદ્રને જ સૂર્ય માની તે આશીર્વાદ આપવા દોડ્યો. પરિણામે ચેકિયાતે તેને ચાર જાણી પકડો અને બીજે દિવસે રાજા સમક્ષ ખડે કર્યો. રાજાએ સાચી વાત જાણીને જોઈએ તેટલું દ્રવ્ય માગવા કહ્યું. તે પરથી શું માગવું તેના વિચારે કપિલ ચડી ગયો. બે માસા સુવર્ણને બદલે રાજાના આખા રાજ્યને માગવાના વિચારથી પણ તેની તૃષ્ણ ગઈ નહિ. પણ તેમાંથી સદ્દવિચાર આવતાં તૃષ્ણનો ફાંસે તે સમજ્યો, અને સંતોષમાં જ સાચું સુખ સમજી, કંઈ પણ લીધા વિના મુનિવ ગ્રહણ કરી તે ચાલી નીકળે, અને સ્વરૂપ શ્રેણીએ ચડી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. “કપિલ મુનિના ત્રીજા ભાગમાં તૃષ્ણના પૂરમાં કપિલ કેવી રીતે ઘસડાય છે, અને કઈ રીતે તેમાંથી છૂટે છે, તેનું સુંદર વર્ણન શ્રીમદે આપ્યું છે. જીવને લોભ કે વધે છે તે કપિલના જ ચિંતનમાં જુઓ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org