________________
૧૧. શ્રીમદના ઉપદેશની લેવાયેલી ને
૩૧ લીધે, મુખ્ય મુખ્ય મુદ્દાઓ વિશેનાં ટાંચણ જ એમાં જોવા મળે છે, પણ વિષયવાર કે વિષયકમમાં વ્યવસ્થિત રીતે થયેલું લખાણ જોવા મળતું નથી. કેટલીક વાર એક જ વિષય પર જુદી જુદી જગ્યાએ નિરૂપણ થયેલું જોવા મળે છે, તે કેટલીક વાર પુનરુક્તિ પણ જોવા મળે છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે જુદા જુદા દિવસે એક જ વસ્તુ પર શ્રીમ કહ્યું હોય તો તે વિશેનું લખાણ જુદી જુદી જગ્યાએ આવે તે સ્વાભાવિક છે. વળી શ્રીમદ પોતે પણ પ્રસંગેપાત ચર્ચા કરતા હતા, તેથી વિચારણાને ક્રમ વ્યવસ્થિત ન હોય તે સમજી શકાય તેવું છે.
વ્યાખ્યાનમાર-૧ "માં મુખ્યત્વે આત્મા વિશેની માહિતી મળે છે. જીવ આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તે શું કરવું જોઈએ તે અહીં દર્શાવવામાં આવ્યું છે. જીવની કક્ષા અનુસાર ૧૪ ગુણસ્થાને જૈનધર્મમાં પાડેલાં છે, તેમાં મિથ્યાત્વથી શરૂ કરી કેવળજ્ઞાન સુધીની ભૂમિકાના વિભાગ કરેલા છે. પહેલે ગુણસ્થાને ગ્રંથિ છે. એ ગ્રંથિનો ભેદ કરવો તે મેક્ષમાર્ગમાં સૌથી અગત્યની બાબત શ્રીમદ્ ગણાવી છે. જીવ અકામ નિર્જરા કરતે કરતે આ ગ્રંથિ દવા સુધી તે પહોંચી જાય છે. પણ ત્યાં ગ્રંથિનું અને મેહનીય કર્મનું એટલું બધું પ્રબળપણું હોય છે કે ગ્રંથિભેદ કર્યા વિના જ જીવ પાછા ફરી જાય છે, તેનું પતન થાય છે. એમ કરતાં કરતાં કઈ વખતે જે જીવ ખૂબ પ્રબળ બની, ગ્રંથિને છેદીને તેને ઓળંગી જાય છે, તો તે ચચે ગુણસ્થાને આવે છે.
ચાથે ગુણસ્થાને પહોંચ્યા પછી જીવ ધીરે ધીરે આગળ વધતા વધતે અને કર્મનો ક્ષય કરતા કરતો જ્યારે સંપૂણ કર્મક્ષયની સ્થિતિએ પહોંચે ત્યારે મોક્ષ પામે છે. આથી મોક્ષ મેળવવા માટેનું સૌથી અગત્યનું અને પ્રથમ સાધન સમકિત છે. જેટલે અંશે આત્માની શુદ્ધતા પ્રગટે તેટલે અંશે મેક્ષ પ્રાપ્ત થયે ગણાય.
ગુણસ્થાને પહોંચ્યા પછી મેક્ષ થાય ત્યાં સુધીમાં આત્માનો અનુભવ એકસરખે જ થાય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મની તરતમતા અનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી -અદકી હોય છે. આ જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય તે જ કેવળજ્ઞાન છે, એ જ મોક્ષ છે; તે અનુભવગમ્ય છે, બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિથી નક્કી થયેલી વસ્તુ હોય તો પછીથી ફરે છે, પણ અનુભવગમ્ય વસ્તુ ત્રિકાળમાં તે જ સ્વરૂપે રહે છે. મેક્ષ ત્રણે કાળમાં સમાન જ રહે છે.
આ કર્મથી છૂટવા માટે ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય થવો જોઈએ. વ્યાખ્યાનસારમાં શાસ્ત્ર પ્રમાણે કર્મના ભેદ શ્રીમદ્દે જણાવ્યા છે. કર્મ અનંત પ્રકારનાં છે, તેમાં મહત્ત્વનાં ૧૫૮ છે, તેમાં મુખ્ય ૮ છે; અને એમાં પણ સૌથી પ્રબળ મેહનીય કર્મ છે. મેહનીય હણાય તો બીજાં કર્મો આપ આપ શિથિલ થઈ જાય છે. આ કર્મોથી જ્યારે જીવને છુટકારો થાય ત્યારે તેના જન્મ તથા મરણના ફેરા બંધ થાય છે, અને તે પંચમ ગતિ એટલે કે મેક્ષ પામે છે.
અહીં જોયું તે પ્રમાણે મેક્ષ મેળવવા કર્મની નિર્જર કરવી જોઈએ. રાગસહિત પ્રવૃત્તિ તે કર્મ, અને રાગરહિત અધ્યવસાય તે નિર્જર. કર્મની નિર્જરાના બે પ્રકાર છે: સકામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org