________________
શ્રીમતી જીવનસિદ્ધિ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ કોઈ નહિ,
વદ ચકિ તથાપિ ન મળે માન જે” અપૂર્વ – માં “ઉત્તરાધ્યનસૂત્ર”ની નીચેની બે ગાથાઓની છાયા જણાય છે. જુઓ –
"ण संतसे न वारेज्जा मण पि ण पओस । ___ उवेहे णो हणे पाणे भुजते मंससाणियं ॥" "अभिवायणमभुटूठाणं सामी कुज्जा णि मंतणं ।
તારું પરિવર્તિ જ તેસિ વીદ મળો 1 ”૫ ૨ પહેલી ગાથામાં પ્રાણઘાતક ઉપસર્ગ કરનાર પ્રતિ – રક્ત, માંસ ચૂસનાર પ્રાણ પ્રતિ – મુનિ દ્વેષ ન કરતાં સમભાવ રાખે એમ જણાવ્યું છે. અને બીજી ગાથામાં રાજા, શ્રીમંત આદિ પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ કરેલા વંદનથી મુનિ માનભાવ ન આણે તેમ જણાવ્યું છે. આમ આ બંને ગાથાઓએ ૮મી કડીની પહેલી બે પંક્તિઓની પશ્ચાદભૂમિકા રચવાનું કાર્ય કર્યું હોય તેમ જણાય છે.
મુનિદશામાં જે પવિત્ર દશા હોય છે તેને નિદેશ શ્રીમદ્ આ તથા આ પછીની કડીમાં કર્યો છે. આ દશા હજુ તેમને પ્રગટી નથી, પણ તે પ્રગટાવવાની તેમની ભાવના છે. આ ઉચ્ચ આદર્શ સેવનારની માનસિક દશા કેટલી ઉચ્ચ હશે તેનો ખ્યાલ અહીં આવે છે. હવે નવમી કડી જોઈએ:–
“ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા,
અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહિ,
દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જે.” અપૂર્વ, ૯ મુનિની આંતરિક દશાના વર્ણન પછી આ કડીમાં શ્રીમદ્ બાહ્ય લક્ષણે બતાવતાં કહે છે કે, દિગંબરત્વ, કેશલોચન, સ્નાન ન કરવું, દાંત સાફ ન કરવા, તે ઉપરાંત કેશ, રેશમ, નખ કે અંગમાં શૃંગાર ન કરે એ સર્વ નિગ્રંથ મુનિનાં પ્રસિદ્ધ લક્ષણ છે. આવા દ્રવ્ય તેમ જ ભાવ ચારિત્રરૂપ સંયમથી નિગ્રંથપણું સિદ્ધ થાય છે, તેવા નિગ્રંથ થવાનો અવસર ક્યારે આવશે?
ચાથીથી આઠમી કડી સુધી નિગ્રંથના આદર્શ ભાવ ચારિત્રનું વર્ણન કર્યા પછી શ્રીમદે આ કડીમાં મુનિના દ્રવ્યચારિત્રનું વર્ણન કર્યું છે. કારણ કે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારનાં ચારિત્રરૂપી સંયમ આવે ત્યારે જ નિગ્રંથપણું સિદ્ધ થાય છે.
દ્રવ્યચારિત્રનું સૌ પહેલું લક્ષણ નગ્નત્વ છે. મુનિને કુટુંબ, પરિવાર, ધન, વૈભવ આદિને મેહ છૂટવા સાથે વસ્ત્રને પણ મોહ છૂટી જાય. મુનિને દહને પણ મોહ છેડવાને
પર. “ઉત્તરાધ્યયનસૂત્ર”, અધ્ય. ૨, ગાથા ૧૧ અને ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org