________________
૬. અપૂ અવસર હાવાથી, તેની સુખસગવડ સાચવતી બાહ્ય વસ્તુઓને પરિગ્રહ પણ ન ખપે. તેથી તેઓ નિર્વસ્ત્ર બની જંગલમાં આત્મસ્થિરતામાં રહે. વસ્ત્ર હોય તે તેને સાફ કરવું, બદલવું આદિ સ્થૂળ ક્રિયામાં સમય પસાર થાય, ઉપરાંત વસ્ત્રો વધારે રાખવાને પણ મેહ થાય; ઠંડી માટે, ગરમી માટે એમ ભેદપૂર્વકનાં વસ્ત્ર રાખવાની ઈરછા જન્મ અને તેમાંથી બાહ્ય ભાવમાં પડી જવાનો સંભવ વધે, તેથી મુનિ માટેનો આદર્શ તે નગ્નત્વ જ છે. નગ્નત્વ સહન કરવાની શક્તિ ન હોય તે શક્ય તેટલા ઓછા પરિગ્રહથી ચલાવવાનું શાસ્ત્રમાં વચન છે.
મુનિના દ્રવ્યચારિત્રનું બીજું લક્ષણ મુંડભાવ, કેશલોચન છે વાળ એ દહનો શણગાર છે, તે દહની સુંદરતા વધારે છે, તેથી કેશ હોય તે દેહનું મમત્વ વધે અને દેહની કુરૂપતાનો ખ્યાલ ન આવે. આથી મુનિએ કઈ પણ જાતના સાધનોનો ઉપયોગ કર્યા વિના ઊગેલા વાળ હાથથી જ ચૂંટી કાઢવાના હોય છે. મુનિ લોચ કરતી વખતે થતી વેદના સમભાવે સહે. અને દેહ પ્રતિ જરા પણ મમત્વ ભાવ રાખે નહિ; હાથથી લચ કરવાના કારણમાં અચ્યો કે એવા કેઈ સાધનનો પરિગ્રહ ન વધારે, પરિષહ સહેવાની પિતાની દઢતા જાણવી વગેરે હોય છે. શ્રીમદે લખ્યું છે કે –
લોચ કરવે શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે. માટે (માથે વાળ) તે મોહ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય, અરીસો લેવાનું મન થાય, તેમાં મીઠું જેવાનું મન થાય અને એ ઉપરાંત તેનાં સાધનો માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લોન્ચ કરવાનું કહ્યું છે.”૫૩
અસ્નાન એ પણ નિગ્રંથ મુનિનું પ્રસિદ્ધ લક્ષણ છે. મુનિને માટે અસ્નાન ઉપયોગી હોવાનાં કેટલાંક કારણે આ પ્રમાણે છે. મુનિને કોઈનું પણ પરાધીનપણું પોસાય નહિ, તેથી સ્નાન
નાન કરવા માટેનું અચેત પાણી વહોરી લાવવામાં શ્રાવક પર જે બેજ વધે, તે વધારવા તેઓ ઈચ્છે નહિ, કારણ કે મુનિને તે નછૂટકે જ જોઈએ તેટલી વસ્તુ લાવવાની છૂટ છે. વળી, સ્નાન કરવામાં પાણી ઢોળવાથી થતી સૂક્ષ્મ જીવોની હિંસાથી બચવા પણ અસ્નાન આવશ્યક છે. આ ઉપરાંત મુનિ સતત આત્મસ્થિરતામાં રહેવા મથતા હોય છે, તેથી દેહ તરફ તેમની દષ્ટિ જ હોતી નથી. દહનું રહ્યું હું મમત્વ પણ ટળી જાય તે માટે મુનિ પરસેવે, ધૂળ, આદિથી જામતા મેલ દ્વારા શરીરની અશુચિ પૂર્ણ રૂપે પ્રગટવા દે છે, તેમ કરવામાં અસ્નાન ઘણું સહાયભૂત થાય છે. તેમ છતાં મુમિને દેહ સદાય અશુદ્ધ રહેતું નથી, કારણ કે તાપમાં મેલના થર ખરી પડે છે અને દેહ સ્વચ્છ બને છે. બીજી બાજુ આત્માની નિર્મળતા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ દેહના પરમાણુ બદલાતા જાય છે અને તેની અશુચિ ઘટે છે. એ રીતે પણ ઉચ્ચ ગુણસ્થાનવત મુનિને સ્નાનની આવશ્યક્તા રહેતી નથી. તે વિશે શ્રી નગીનદાસ શેઠ લખે છે કે –
જેમ આત્મામાં અશુભ વૃત્તિ રહેતી નથી તેમ શરીરમાં પણ અશુભ પરમાણુ પુદ્ગલા રહેતા નથી. આત્મા શુદ્ધ થતાં શરીરના મુદ્દગલો પણ શુદ્ધ થાય છે. ૫૪ ૫૩. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૭૨૯. ૫૪. “પરમપદ-પ્રાપ્તિની ભાવના", પૃ. ૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org