________________
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલો પ્રભાવ
આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તે જોઈ શ્રીમદની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યાં. થોડી વાર પછી શ્રીમદ્ દેવકરણજીને કહ્યું કે : - “આ મુહપત્તિ મુનિશ્રીને આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. ૫૦
શ્રીમદ અઠવાડિયા સુધી વડવા કાયા ત્યાં સુધી – સર્વ મુનિઓને લાભ આપતા રહ્યા અને તેમાંથી મુનિ મોહનલાલજી તથા અન્ય મુનિઓને પણ તેમનામાં શ્રદ્ધા આવી.
વડવાથી શ્રીમદ્દ સંવત ૧૯૫ર ના આસો માસમાં નડિયાદ ગયા. ત્યાં આસો વદ ૧ ને ગુરૂવારે “આત્મસિદ્ધિશાસ્ત્રની રચના થઈ. તેની એક નકલ શ્રીમદ્દે લલ્લુજી મહારાજને પણ મોકલી આપી. મુનિ વનમાં જઈ એકાંતમાં તે વાંચતા, અને તેને અધ્યાત્મરસ માણતા. તેના વાંચનથી તેમને બહુ ઉલ્લાસ રહે, અને અન્ય સર્વ બાબતોમાંથી વૃત્તિ ખસી જતી.
વિ. સં૧૫૩નું માસું મુનિએ ખેડામાં કર્યું. ત્યાં સ્વાધ્યાય કરવા માટે શ્રીમદે તેમને “મોક્ષમાર્ગ પ્રકાશક” નામનું પુસ્તક મેકવ્યું હતું. તે પુસ્તકને મતમતાંતરથી દૂર રહી વાંચવાની ભલામણ શ્રીમદે કરી હતી. વિ. સં. ૧૯૫૪નું ચોમાસું મુનિએ વસમાં કર્યું, તે વખતે શ્રીમદ્દને પૂછવાથી મુનિએ એક માસ માટે પોતાને સત્સંગ કરાવવાની માગણી શ્રીમદ પાસે કરી. શ્રીમદે તે સ્વીકારી. મુનિ વહોરવા માટે ગામમાં જતા ત્યારે અમીન તથા બીજા પાટીદારોને શ્રીમદ્દ વિશે વાત કરતા હતા. પરિણામે તેઓ બધા પણ શ્રીમદ્દના સમાગમ માટે આવવા લાગ્યા. શ્રીમદે મુનિઓને આજ્ઞા કરી કે લોકો આવે ત્યારે તમારે ન આવવું. તેથી મુનિને ઘણે અફસોસ થયે કે એ રીતે તે એક માસના સમાગમમાં મોટો અંતરાય થશે. પણ શ્રીમદ્દ વનમાં જતા ત્યારે મુનિઓને તેમના સમાગમને પૂરતે લાભ મળતો હતો.
તે અરસામાં શ્રીમદે મુનિને મુમુક્ષુઓને આત્મહિત માટે ઉપગી સાધને જણાવ્યાં. તેમાં સાત વ્યસન, કંદમૂળ, રાત્રિભેજન વગેરેનો ત્યાગ, તથા ક્ષમાપનાને પાઠ, વીસ દોહરા, માળા ફેરવવી વગેરેનો સમાવેશ થતો હતો. - શ્રીમદ પોતાની નાંધનાં અમુક પાનાં મુનિને ઉપયોગી બને તેમ હોવાથી તેમને ઉતારવા આપ્યાં. પરંતુ આજ્ઞા આપી હતી તે પાનાં ઉપરાંતનાં બીજાં પાનાં પણ ઉપયોગી ગણ મુનિએ ઉતાર્યા, અને બીજે દિવસે મુનિએ તે વાત શ્રીમદ્દ કરી. પરંતુ શ્રીમદને એ ન ગમ્યું. શ્રીમદ્દે બધાં પાનાં લઈ લીધાં અને આજ્ઞા વિરુદ્ધ ન કરવા જણાવ્યું. પછી અંબાલાલભાઈ દ્વારા મુનિએ આજ્ઞા મુજબનાં પાનાં મેળવવા વિનંતી કરી. અંતે શ્રીમદે તે પાનાં અંબાલાલભાઈ પાસે લખાવી મુનિને આપ્યાં. આવા નાના પ્રસંગ દ્વારા પણ શ્રીમદ્ આચાર માટે કેટલા કડક નિયમ પાળનાર હશે તેનો ખ્યાલ આપણને આવે છે.
વસોમાં છેલ્લે દિવસે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદ્દે એક કલાક બેથ આપ્યો અને તેમની રાગદષ્ટિ પલટાવી આમદષ્ટિ કરાવી, અર્થાત્ તે દિવસે મુનિને સમ્યજ્ઞાન થયું હતું, એમ કહેવાય છે.
૫૦. શ્રીમદ્ પર પબ, “ઉપદેશામૃત”, . ૨૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org