________________
શ્રી મદની જીવનસિદ્ધિ મુનિનાં આ વચને શ્રીમદ્દ પ્રતિની અનન્ય શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ વિનંતિને માન આપી શ્રીમદે તેમને “છે પદ”ને પત્ર વિ. સં. ૧૯૫૦માં લખ્યું, અને સાથે જણાવ્યું કે દેહ છૂટવાને ભય કર્તવ્ય નથી. વળી, શ્રીમદ્ તે પછી સુરત આવ્યા ત્યારે એનો વિશેષ પરમાર્થ મુનિને સમજાવ્યો. આ પત્રનું મુનિને ઘણું મહત્ત્વ હતું, અને તેને તેઓ ચમત્કારી પત્ર તરીકે જ ઓળખાવતા હતા.
વિ. સં. ૧૫રનું ચોમાસું મુનિએ ખંભાતમાં કર્યું. તેઓ શ્રીમદને-એક ગૃહસ્થને - ગુરુ માનવા લાગ્યા હતા તેથી સંઘની તેમના પરની પ્રીતિ ઓછી થઈ ગઈ હતી. વળી, અંબાલાલભાઈ તથા અન્ય મુમુક્ષુઓ દર પૂર્ણિમાએ રાત્રિદિવસ ગુરુભક્તિ કરતા; એક વખત મુનિ તેમની સાથે રહ્યા હતા. કેઈને કહ્યા વિના તેઓ આમ બહાર રહ્યા તેથી શ્રાવક-શ્રાવિકા સંઘને પણ એ વાત બહુ ગમી નહિ, અને લોકોને લલ્લુજી પ્રત્યેને સદ્ભાવ વિશેષ ઊતરી ગયા. પણ તે કઈ ગણકાર્યા વિના મુનિ પોતાના કાર્યમાં મગ્ન રહ્યા.
વિ. સં. ૧૫રમાં પર્યુષણ પર નિવૃત્તિ લઈને શ્રીમદ્દ ચરોતરમાં પધાર્યા હતા, ત્યારે તે સમાચાર મુનિને પણ મળ્યા. તેમને શ્રીમદ્દનાં દર્શનની ઈચ્છા તીવ્ર બનતાં, તેઓ સવારે રાળજ સુધી દર્શન કરવા જવા નીકળ્યા. રાળજની ભાગોળે જઈ, શ્રીમદ્દની સેવામાં રહેલા અંબાલાલભાઈને પોતાને સંદેશો મોકલ્યો. અંબાલાલભાઈએ તેમને આજ્ઞા નથી અને કેમ આવ્યા છે એવો પ્રશ્ન કર્યો. મુનિએ જણાવ્યું કે, “આજ્ઞા મંગાવવા તે આટલે દૂર રહ્યો છું, સર્વ મુમુક્ષુને લાભ મળે અને મારે વિરહ વેઠવો એ ન સહેવાતાં અહીં આવ્યા છું. આજ્ઞા ન હોય તો પાછો જાઉં.” અંબાલાલભાઈ શ્રીમદની આજ્ઞા મેળવવા પાછા ગયા. શ્રીમદે તેમની સાથે મુનિને સંદેશે કહેવડાવ્યું કે, “મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તે તરફ નીકળીને સમાગમ કરાવું અને તેમના ચિત્તને વિશે શાંતિ રહે તે ભલે ચાલ્યા જાય. ૪૮ મુનિ આજ્ઞાપાલન માટે, વિરહ વેદના અને આશાભંગથી વહેતાં આંસુ લઈને ખંભાત પાછા આવ્યા. સાથે એવી શ્રદ્ધા પણ દઢ કરી કે ગુરુની આજ્ઞા માનવામાં જ કલ્યાણ છે. બીજી સવારે તેમને સમાચાર કહેવામાં આવ્યા કે, શ્રીમદ્ શ્રી ભાગભાઈ અંબાલાલભાઈ તથા ડુંગરશીભાઈને સત્સંગ કરાવવા મુનિ પાસે મોકલ્યા છે. સભાગભાઈ એ તેમને શ્રીમદે મેકલેલ સંદેશો જણાવ્યો, અને વિશેષમાં જણાવ્યું કે પાંચ માળા ફેરવવા આજ્ઞા કરી છે, અને થોડા વખત પછી શ્રીમદ જાતે જ ખંભાત પધારી સત્સંગ કરાવશે, જે સાંભળી મુનિને ઘણે પ્રમોદ ભાવ થ.
થોડા દિવસ પછી શ્રીમદ ખંભાત નજીક વડવા આવ્યા. અને ત્યાં, લલ્લુજી મહારાજ સહિત, સાતે મુનિઓ તેમને એકાંતમાં મળ્યા. એ વખતે લલ્લુજી મહારાજને શ્રીમની વિરહદના અસહ્ય થઈ પડી હતી, અને તેનું કારણ મુનિ વેશ લાગતું હતું તેથી મુહપત્તિ કાઢીને, આવેશમાં આવી તેમણે કહ્યું કે :
હે નાથ, આપના ચરણકમળમાં મને નિશદિન રાખે. આ મુહપત્તિ મારે જોઈતી નથી. મારાથી સમાગમને વિયોગ સહેવાતા નથી.” આટલું કહેતાં તેમની ૪૮. શ્રીમદ્દ પરને પત્ર, “ ઉર્ષદશામૃત ”, પૃ. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org