________________
૫. આત્મસિદ્ધિશાસ્ત્ર
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આમાથી જન એહ.” ૮ શ્રીમદે અહીં બતાવેલું આત્માથીપણું સમજાવતાં શ્રી કાનજીસ્વામી કહે છે કે –
શ્રદ્ધા અભિપ્રાયના પ્રોજન ટાણે શ્રદ્ધા સમજે, આચરે, જ્ઞાનને જ્ઞાનપણે સમજે, આચરે, અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે, અને આચરે, જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે છે તે આત્માથી જન.”૨૯
આમ જે જગ્યાએ જે યોગ્ય હોય તે જગ્યાએ તે જ સમજે, અને તે પ્રમાણે આચરણ કરે તે સાચો મુમુક્ષુ. અહીં શ્રીમદ્દે એકદમ સરળ ભાષામાં “ નશાનવારિત્રાળ મોલમા ” એ સૂત્ર મૂક્યું છે. શું ચગ્ય છે તે જાણવું તે સમ્યકજ્ઞાન, યોગ્ય શ્રદ્ધાવું તે સમ્યક્દર્શન અને ચોગ્ય સ્થાને યેાગ્ય આચરણ કરવું તે સમ્યફચારિત્ર. આ ત્રણેની એકતારૂપ જેનું પ્રવર્તન હોય તે જન આત્માથી.
તેમણે આત્માથીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે એવી સરલ અને બીજી રીતે એવી ગંભીર છે કે તે વ્યાવહારિક દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બંનેમાં એકસરખી લાગુ પડે છે.”૩૦ – એવો પડિત સુખલાલજીને અભિપ્રાય કેટલો યથાર્થ છે તે શ્રીમદે કરેલું નિરૂપણ જોતાં જણાશે.
સદ્દગુરુ મહાગ્ય
આત્માથી જીવ સદગુરુ પાસે કેવી જાતનું આચરણ કરે, આત્માર્થી જીવે માનેલા સદગુરુનાં કેવાં લક્ષણે હય, તે સદગુરુની આજ્ઞાએ ચાલવાથી શું ફળ મળે ? – વગેરે વિશે શ્રીમદ્ ૯ થી ૨૩ દેહરામાં સમજાવ્યું છે. આ અંગે પડિત સુખલાલજી એ અભિપ્રાય દર્શાવે છે કે –
એ લક્ષણ એવી દૃષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગુણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકા
ગ, બોદ્ધ તેમજ વેદાંત દર્શનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રીમદ રાજચંદ્ર ગુરુપદ છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે.”૩૧ ૨૦. શ્રી કાનજીસ્વામીનાં “આત્મસિદ્ધિશાસ્ત્ર” પરનાં પ્રવચને, પૃ. ૬૩. ૩૦-૩૧, “આત્મસિદ્ધિ", સંપા. મુકુલભાઈ કલાથી ૬, પૃ. ૨૨.
૩૪
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org