________________
૯. શ્રીમદની તત્ત્વવિચારણા - પત્રોમાં
૪૧૩
થતા પદાનું જ્ઞાન આરસીને નથી, ત્યારે કેવળીને તે જ્ઞાન હાય છે. આમ સચેાગી કેવળી માટે વિચારતાં કેવળજ્ઞાનના રૂઢ અર્થ બંધબેસતા લાગતા નથી.
આથી સર્વ દેશકાળાદિનુ જ્ઞાન કેવળીને હાય તે સિદ્ધ કેવળીને સ`ભવી શકે, કેમ કે તેમને ચેાગધારીપણું નથી. આમાં પણ પ્રશ્ન થઈ શકે તેવુ` છે. જિનાગમ પ્રમાણે તે દેહધારી કેવળી અને સિદ્ધને વિશે કેવળજ્ઞાનના ભેદ થતા નથી, બંનેને સર્વ દેશકાળાદિનું સંપૂર્ણ જ્ઞાન હોય તેમ રૂઢ અર્થ છે.
કેવળજ્ઞાનને રૂઢ અર્થ લેતાં તેમાં કેટલાક વિધ આવે છે, તે શ્રીમદ્દે ખતાવ્યું છે. તેથી તેને જ્ઞાનીગમ્ય રાખવા ભલામણ કરી છે. અને જ્ઞાનનું અત્યંત શુદ્ધપણું”, સંપૂર્ણ રાગદ્વેષરહિતપણું, સંપૂર્ણ ક રહિત સ્થિતિ વગેરે અપેક્ષાએ કેવળજ્ઞાનનુ સ્વરૂપ સમજવાનુ તેમણે જણાવ્યું છે.
જ્ઞાન – વિવેકજ્ઞાન૭૯
જે વડે વસ્તુનુ સ્વરૂપ જણાય તે જ્ઞાન, અને મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન. આમ જ્ઞાનરહિત સ્થિતિ તે અજ્ઞાન નથી.
જીવ અનાદિકાળથી નરકાદિ સ્થળામાં પુનઃ પુનઃ દુઃખના અનુભવ કરતા આવ્યા છે. તેનુ કારણ તેને સાચું જ્ઞાન નથી તે છે. આ અજ્ઞાનાદિ ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યકતા છે. જ્ઞાન મેળવવા માટે પદાર્થોનુ' સ્વરૂપ જાણવુ જોઈ એ.
જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર એ મુખ્ય સાધન છે. અને તે વિચારને માટે વૈરાગ્ય તથા ઉપશમ એ બે મુખ્ય આધાર છે. સત્પુરુષના વચનના યથા ગ્રહણ વિના ઘણુ કરીને વિચાર ઉદ્દભવતા નથી. અને સત્પુરુષનાં વચનાનું યથાર્થ ગ્રહણ અનન્ય આશ્રયભક્તિ પરિણામ પામે ત્યારે થાય છે. આમ જ્ઞાન માટે ભક્તિ એ મુખ્ય પાયેા છે.
સત્પુરુષના આશ્રયથી સત્યનું જ્ઞાન થાય છે. અને તેથી જીવની મિથ્યા પ્રવૃત્તિ ટળે છે. કેમ કે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યા પ્રવૃત્તિ જાય તેવા જિનના નિશ્ચય છે. આમ સત્પુરુષના યાગથી આવેલુ. સતુ-અસત્ જાણવાનુ. વિવેકજ્ઞાન એ અધારામાં પડેલા આત્માને ઓળખવાના દીવા છે. એ વિવેકથી ધર્મ ટકે છે.
આત્માનાં છ પદને વિવેકજ્ઞાનથી સિદ્ધ કરે તેને શ્રી જિને સમ્યગ્દર્શન કહેલ છે. પૂના વિશેષ અભ્યાસખળથી કે સત્સંગના આશ્રયથી તે છ પદને વિશે વિચાર ઉત્પન્ન થાય છે. અને તેમાં વિવેજ્ઞાનના ઉપયાગ રાખતાં અનિત્ય પદાર્થ પ્રત્યેની માહબુદ્ધિ ટળે છે. સત્સ`ગ, સત્શાસ્ત્ર અને પાતામાં સરળ વિચારદશા કરવાથી વિશેષ વિવેકજ્ઞાનના ઉદ્યય થાય છે.
તે વિશે સ`શય ઉત્પન્ન થાય તો ધીરજથી વિચારતાં તે શાંત થાય છે. પણ અધીરજ લાવતાં જીવને પાછા ફરવાના વખત આવે છે, અને સ`સાર પરિભ્રમણના યાગ થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ, આંક ઃ ૫૬૯, ૫૭૦ વગેરે.
#
૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org