________________
શ્રેમની જીવનંસિદ્ધિ તેની મેહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલતું આવ્યું છે, અને મેહથિ છેદવાનો વખત આવ્યા પહેલાં ડું ઘણું આવેલ વિવેકજ્ઞાન છૂટી જાય તેવું પણ ઘણી વાર બનેલ છે. આથી દઢ નિશ્ચય કરી તે વિજ્ઞાનને વિકસાવવાને, પ્રાપ્ત કરવાનો અનુરોધ શ્રીમદ્દે કર્યો છે. સારાસારનું વિજ્ઞાન સૌથી વિશેષ મનુષ્યભવમાં સંભવિત છે. તેથી તે દેહ સફળ કરવા માટે પણ વિવેકજ્ઞાન ખીલવવું જરૂરી છે. તે દેહ ગયા પછી એવું જ્ઞાન મેળવવામાં ઘણે સમય પસાર થઈ જાય છે.
જાતિસ્મરણ જ્ઞાન પુનર્જન્મ
આમાં છે અને તે નિત્ય છે તે જ્ઞાનીઓનો અભિપ્રાય છે, જ્યાં સુધી જીવ જીવનમુક્ત દશા ન પામે ત્યાં સુધી તે, પોતાના કર્મ અનુસાર, એક પછી એક દેહ ધારણ કર્યા કરે છે, અને છોડ્યા કરે છે. આ ભવ હોય તો તે પહેલાંના ભાવ પણ હોવો જોઈએ, અને આ ભવ છે તે તે પછીને ભવ પણ છે, એ દૃષ્ટિએ પૂર્વજન્મ અને પુનર્જનમ સિદ્ધ થાય છે. - કબૂતર આદિ જાતિમાં નિહિ“સકપણું, સર્પ આદિમાં ક્રોધ, કૂતરામાં વફાદારી, એમ જુદાં જુદાં લક્ષણેની વિશેષતા દેખાય છે તે જ પૂર્વજન્મની સાક્ષીરૂપ છે. ગતભવમાં રહી ગયેલા સંસ્કારો આ ભવમાં દેખાય છે. સર્વ પિતાના કર્માનુસાર સુખદુઃખ આદિ મેળવે છે, એથી જ તે કોધી માતાપિતાનાં સંતાને શાંત, નીતિવાળાનાં અનીતિવાળાં, વિષયીનાં યેગી, વગેરે વિરોધવાળાં સંતાનો જોવા મળે છે. અને એ જ પૂર્વ જન્મ હોવાની ખાતરી આપે છે. આ પહેલાંને ભવ હોય તે આ પછીને ભવ પણ હોય જ, તે દૃષ્ટિએ જોતાં પુનર્જન્મની પણ ખાતરી થાય છે.
આ પૂર્વના ભવનું જ્ઞાન થવું તેને જાતિસ્મરણજ્ઞાન કહે છે. પૂર્વે આ જીવે શું શું ભોગવ્યું છે, શું શું કર્યું છે તેનું જ્ઞાન તે જાતિસ્મરણજ્ઞાન. આ જ્ઞાન આત્માની નિર્મળતા થયે થાય છે, તેથી સર્વ જીવને તે જ્ઞાન સંભવતું નથી. જ્ઞાનની તરતમતા અનુસાર વધતા-ઓછા ભાવ જાણી શકાય છે.
મોક્ષ૮૧
જીવની સંપૂર્ણ કર્મ રહિત સ્થિતિ તે મેક્ષ. સર્વ અન્યભાવથી આત્મા રહિત છે. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જેને અસંગપણું વતે છે, જેને આત્મભાવમાં જ સતત રહેવું થાય છે, અને કઈ પણ પુદ્દગલ પરમાણુને જેને સંગ નથી, તેવી આત્મદશાને મોક્ષ કહેલ છે.
મેક્ષમાં અનંતસુખ, અનંતદર્શન અને અનંતજ્ઞાન આત્માને હોય છે. તેથી તે દશા પ્રાપ્ત કરવી તે કર્તવ્ય છે. તે દશા મેળવવા જે માગે ચાલવું જોઈએ તે માર્ગ એક જ છે, ૮૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક : ૬૪, ૬૨ વગેરે.
આ વિશે વધુ માહિતી માટે જુઓ પ્રકરણ ૧, “ જાતિસ્મરણજ્ઞાન”. ૮૧. “ શ્રીમદ્ રાજચંદ ”, અગાસ આવૃત્તિ, આંકઃ ૨૪૯, ૪૨, ૫૩૦, ૬૯, ૫૬૯, ૮૧ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org