________________
શ્રીમદની જીવનસિદ્ધિ સનસ્કુમારનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. તેમના રૂપની સ્તુતિ સાંભળીને તે પ્રત્યક્ષ જેવાની ઈચ્છાથી બે દેવ બ્રાહ્મણુરૂપે તેમની પાસે ગયા. તેઓ સનસ્કુમાર પાસે આવ્યા ત્યારે સનસ્કુમાર સ્નાન કરવાની તૈયારીમાં હતા, તેથી તેમને દેહ ખેળભર્યો હતો, તેમ છતાં તેમની કાંતિ જોઈ દેવ ખૂબ પ્રસન્ન થયા. આ પ્રસન્નતાથી માન ધારી સનસ્કુમારે જણાવ્યું કે, રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરીને હું બેસું છું તે વખતની મારી કાંતિ આના કરતાં ઘણું વિશેષ હોય છે, માટે તે જોવા આવજે. બ્રાહ્મણે હા કહી વિદાય થયા.
પછી રાજસભાને સમયે તેઓ સનકુમાર પાસે આવ્યા. તે વખતે રાજાની કાયા જોઈને દેવ વિશેષ આનંદ પામવાને બદલે ખેદ પામ્યા હોય તેમ થયું. સનસ્કુમારે તેનું કારણ પૂછતાં તે બ્રાહ્મણ રૂપી દેવોએ જણાવ્યું કે, તે સમયની તમારી અમૃતતુલ્ય કાયા અત્યારે ઝેરરૂપ બની ગઈ છે, તેથી અમને ખેદ થયો. આ વિધાનની પરીક્ષા કરવા તાંબુલ ઘૂંકી તે પર માખી બેસવા દીધી, તે માખી મરી ગઈ. તેથી બ્રાહ્મણના કથનની સત્યતા સાબિત થઈ. પૂર્વ કર્મનો મદ સાથે યોગ થતાં રાજાની કાયા ઝેરમય થઈ ગઈ હતી. કાયાનો આ પ્રપચ જોઈ સનસ્કુમારને વૈરાગ્ય આવ્યો.
આ વૈરાગ્ય દૃઢ થતાં તેઓ સંસારનો ત્યાગ કરી સાધુરૂપે વિચારવા લાગ્યા. એ વખતે એક બીજા મહારોગની તેમના શરીરમાં ઉત્પત્તિ થઈ. તે વખતે તેમના વૈરાગ્યની પરીક્ષા કરવાના હેતુથી એક દેવ વિપ્રરૂપે તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હું બહુ કુશળ વૈદ્ય છું, લા તમારે રોગ મટાડી દઉં.” તેના પ્રત્યુત્તરમાં સાધુએ જણાવ્યું કે, “કર્મરેગ એ મહા ખરાબ રોગ છે, તે મટાડી શકે તે મટાડી આપે, નહિતર આ રોગ ભલે રહ્યો.” દેવે કહ્યું, “એ રેગ ટાળવાની મારી સમર્થતા નથી.” તે પછી સાધુએ પિતાની લધિના બળ વડે તે રોગનો નાશ કર્યો. આથી પ્રસન્ન થઈ દેવે પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું અને સાધુના ગુણગ્રામ ગાઈ પિતાને સ્થાનકે ગયા.
જે કાયા અનેક રોગનું ઉત્પત્તિસ્થાન છે, તેમાં માયા ન કરવા શ્રીમદે “પ્રમાણશિક્ષા ”માં જણાવ્યું છે. એ માયા કષ્ટદાયક છે એમ જણાવ્યા પછી તેઓ લખે છે –
“આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહત્તમ કહે પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે. ૪૧
આ ત્રણ પંક્તિઓ લખવાનું પ્રજન સ્પષ્ટ છે. અહીં માનવદેહને અશુચિમય બતાવવામાં આવ્યે છે, અને બીજી જગ્યાએ એ જ દેહને સર્વ દેહત્તમ કહે તે શંકા જ થાય કે બંને વિધાનમાં ભિન્નતા કેમ ? તેના સમાધાનરૂપે અપેક્ષાથી એ બંને સમજાવાયાં છે. ખરેખર તે માનવદેહ અશુચિમય છે, તેમાં માયા કરવા જેવું છે નહિ, પણ તે દ્વારા જ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે, તેથી તે સર્વદેહત્તમ પણ છે. આ આત્માને વિકાસ
૪૧. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org