________________
૧૨. શ્રીમદને કમિક આત્મવિકાસ
હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું; એ ભૂલશો નહિ.”૯ શ્રીમદની આત્મિક સ્થિતિ જાણવા બહુ ઉપયેગી થાય તેવા આ પત્ર પરથી આપણે જાણી શકીએ છીએ કે તેમણે કીતિ-અપકીર્તિના રાગ-દ્વેષથી છૂટવાને પ્રબળ પુરુષાર્થ ઉપાડ્યો હતો. અને પોતાનું સમગ્ર લક્ષ તેમણે આતમા પામવા ઉપર જ કેન્દ્રિત કર્યું હતુ. સંકલ્પ-વિકલ્પ અને રાગદ્વેષ રહિત થવાની તેમની આકાંક્ષા તેમણે અહીં સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી છે. પ્રતિમાની શ્રદ્ધા થયા પછી લોકમાં તમને માટે જે વિરોધ થયો હતો, તેના સંદર્ભમાં આ આખો પત્ર જઠાભાઈ ઉપર લખાયેલું છે. જે તેમની વીતરાગમાર્ગની શ્રદ્ધા, તે માર્ગે ચાલવાનો નિર્ણય અને રાગ-દ્વેષથી મુક્ત થવાનો નિશ્ચય બતાવે છે. તેમને આ નિર્ણય ધીરે ધીરે દઢ બનતે ગયો હતો.
વિ. સં. ૧૯૪પમાં આત્મતત્ત્વ પામવા માટેની તેમની જ ચાલુ હતી. તે માટેના પુરુષાર્થથી પ્રગટતા કેટલાક ગુણ વિશે અન્ય વ્યક્તિ પ્રશંસા કરે તો પણ તે તેઓ વિશે ઉદાસીન હતા, અને આત્મા પ્રાપ્ત કરવાના પુરુષાર્થ માં જ મગ્ન હતા. આમ તેમની અંતરંગણું નિગ્રંથ માગ ભણી વહેતી હતી, અને બહારથી ગૃહસ્થ શ્રેણી હતી. તે બંને વચ્ચે વિરોધ તેમને ખેદ આપતો હતો. જુઓ –
ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે, એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે; પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્ય પ્રવૃત્તિ હજુ તેને એક અંશ પણ થઈ શકતી નથી.
આંતરપ્રવૃત્તિ ગમે તેટલી નિરાગઐણું ભણે વળતી હોય, પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે તે દેખીતું છે, બેલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે; જે એમ ન થઈ શકે તે લોક કુતર્કમાં જાય, એમ મને સંભવે છે.”૧૦
આમ શ્રીમદના જીવનના બે સ્પષ્ટ પ્રવાહની શરૂઆત વિ. સં. ૧૯૪૫માં થઈ. તેમણે બાહ્યથી ગૃહસ્થાશ્રમ અને વ્યાપાર સ્વીકાર્યા હતા અને અંતરંગ ઈરછા નિરાગણમાં હતી, તે બંનેના વિરોધથી શ્રીમદ્દની કસોટીની શરૂઆત થયેલી દેખાય છે.
આ વિરોધને સહી શકે એટલું આત્મબળ તેમણે આ સમયે મેળવી લીધું હતું. તેમણે મોક્ષમાર્ગની એકતા હોવાનો નિર્ધાર કરી લીધું હતું, અને સાથે સાથે ધર્મના મતભેદોમાં ન પડવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. તેમણે વિ. સં. ૧૯૪૫ના ફાગણ સુદ ૯ના એક પત્રમાં લખ્યું છે કે –
મેક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષે મેક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા પુરુ એક જ માર્ગથી પામ્યા છે. વર્તમાનકાળે પણ તેથી જ પામે છે અને ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.. ૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૩૭ ૧૦ એજન, આંક ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org