________________
૧૯
૧૩. શ્રીમદને અન્ય વ્યક્તિઓ પર પડેલા પ્રભાવ
આમ શ્રી લલ્લુજી મહારાજમાં શ્રીમદ્દના સમાગમથી કેટલાક આંતરિક ગુણે ખીલ્યા હતા. તેને લીધે તેઓ પ્રાપ્ત પરિષહ સામે સમતા રાખી શકતા, આત્મસ્વરૂપમાં રહેવા અસંગ બની શક્તા તથા પૂર્ણ પ્રેમથી શ્રીમની ભક્તિ પણ કરતા. લોકેની કનડગત સામે પણ સાચે માર્ગે ચાલવાની દઢતા તેમણે કેળવી હતી. વળી, સર્વ જીવ શ્રીમદને ઓળખે, પૂજે અને પિતાના આત્માનું કલ્યાણ કરે એવી કરુણાભાવના પણ તેમના હૃદયમાં સતત રહેતી હતી.
શ્રીમદના સમાગમથી શ્રી લલ્લુજી મહારાજના વ્યક્તિત્વમાં એટલે બધો ફેરફાર થઈ ગયો હતે, તેઓ એટલા બધા શ્રીમદ્દમય બની ગયા હતા કે તેમના વિના મુનિની કલ્પના પણ કરવી અઘરી બની જાય. એને લીધે મુનિનાં પત્ર, વચને, ઉપદેશ વગેરેમાં શ્રીમદનાં લખાણની, વિચારની, ઉપદેશની છાપ આવે તે સ્વાભાવિક છે. તેવા બે-ત્રણ નમૂના જુઓ. વિ. સં. ૧૫૮માં મુનિ દેવકરણજીનો દેહોત્સર્ગ થયો તે વખતે શ્રી લક્ષમીચંદજી આદિ મુનિઓને શ્રી લલ્લુજી મહારાજે લખ્યું હતું કે –
“મુનિવર શ્રી દેવકીર્ણ આત્માથી, મેક્ષઅભિલાષી હતા. તેમને આત્મસ્વરૂપને લક્ષ લેવાની ઇચ્છા હતી, તે ગુરુગમથી મળી હતી. વળી, અશુભ વૃત્તિને અભાવ કરી શુભ વૃત્તિ રાખવામાં પુરુષાર્થ કરવાની ઈચ્છાએ તે લક્ષમાં લેતા હતા. ધન્ય છે તેવા આત્માને! તે આમપરિણામી થઈ વર્તતા આત્મા પ્રત્યે નમસ્કાર હો ! નમસ્કાર હા !” વગેરે.૬૮
આ આખો પત્ર તથા અન્ય પત્ર વાંચતાં શ્રીમદ્દનાં લખાણની છા૫ મુનિ પર હતી તે સ્પષ્ટ સમજાય છે. સાથે સાથે ઘણું પત્રમાં શ્રીમદ્દનાં વચનોને ઉલેખ પણ જોવા મળે છે. આ પત્રમાં જ શ્રીમદ્દનાં બે વચને મુનિએ ટાંક્યાં છે, જેમ કે –
દેહ પ્રત્યે જેવો વચ્ચેના સંબંધ છે, તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠા છે, અબદ્ધ! સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત્ પુરુષને જીવન અને મરણ બંને સમાન છે.”૬ ૯ શ્રી લલ્લુજી મુનિને એક પત્રમાં નીચેનું વચન મળે છે –
બીજુ કંઈ શેધ મા. એક સપુરુષ પ્રત્યે એક નિષ્ઠાએ તેના વિજેગમાં પણ સવ યોગ અર્પણ કરી આત્મજાગૃતિમાં અખંડ રહ્યા છે, તેની આજ્ઞાએ યથાર્થ સ્વરૂપ જાણ્યું છે, શ્રદ્ધયું છે, વેધું છે, વેદે છે, ત્રિકાળ તે જ છે, તે યથાતથ્ય સ્વરૂપ જાણનારની પ્રતીતિ કર્તવ્ય છે.”૭૦ આ વચનમાં શ્રીમદ્દના નીચેના વચનની સ્પષ્ટ છાપ આપણને જોવા મળે છે – ૬૮. “ઉપદેશામૃત”, પૃ. ૫. પાવલી-૬૦ ૬૯. એજન, પૃ. ૭૦. ૭૦, એજન, પૃ. ૬. પત્રાવળી-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org