________________
૧૪. વિહંગાવલોકન અમરચંદ પી. પરમાર, મુનિશ્રી ચારિત્રવિજયજી વગેરે અનેક નામાંક્તિ વ્યક્તિઓએ વક્તા તરીકે “શ્રીમદ્ રાજચંદ્ર જયંતી નિમિત્તે ભાષણ કર્યા હતાં અને સૌએ પોતાને શ્રીમદ્ પ્રતિને અભિપ્રાય, અથવા તે શ્રીમદની પિતા પરની અસર વ્યક્ત કરી હતી અને એ રીતે લકે શ્રીમદને ઓળખતા થયા હતા. વળી તેમના સાહિત્યનો પરિચય કરનાર અન્ય વ્યક્તિઓએ પણ તેમને માટે અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ બધાને લીધે પણ લોકમાં શ્રીમની વિશેષ ઓળખ થવા પામી હતી. તેમનામાંથી કેટલીક વ્યક્તિઓનાં વચન જોઈએ –
શ્રીમદની નીડરતા, આત્મા મેળવવાની ધગશ, અને તે માટે કરવી જોઈતી તપશ્ચર્યા માટે પ્રયત્ન કરવાનું જણાવતાં પૂ. ગાંધીજીએ વિ. સં. ૧૯૮૨ની કાર્તકી પૂર્ણિમાએ માંડવીમાં આપેલા વ્યાખ્યાનમાં કહ્યું હતું કે –
જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેને જગતમાં કેઈનો પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સમરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચિતન્યને રાખીએ, ચોવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારે દુભાશે તે નહિ એવી ચિંતા રાખીએ. રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણું અલ્પતા વિચારી બકરી જેવાં રાંક બની, આપણામાં વિરાજતા ચિતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તે જીવનનું સાર્થક્ય છે.”૧૦
વિ. સં. ૧૯૬૬ની કાર્તકી પૂર્ણિમાએ શ્રી બળવંતરાય કલ્યાણરાય ઠાકરે મુંબઈમાં શ્રીમદને આજન્મ તપસ્વી ગણાવતાં કહ્યું હતું કે –
હું માનવાની હિંમત કરી શકું છું કે શ્રીયુત રાજચંદ્રજી જન્મના તપસ્વી (Born Ascetic) હતા, એ વાત સત્ય હોવી જોઈએ.”૧૧
શ્રી મગનભાઈ પ્રભુભાઈ દેસાઈએ વિ. સં. ૧૯૧ની કાર્તકી પૂર્ણિમાએ અમદાવાદમાં “રાજ જયંતી” નિમિત્તે વાંચેલા વ્યાખ્યાનમાં શ્રીમદ્દને સાચા અર્થમાં ધર્મપુરુષ ગણાવતાં કહેલું કે -
“શ્રીમદ્દ સાચા અર્થમાં એક ધર્મ પુરુષ હતા. જે પોતે માનતા ને સક્શાસ્ત્રના શુદ્ધ બેધ તરીકે સમજતા તેને જીવનમાં ઉતારવા મથતા અને આ મથામણે તેમના જીવનમાં કેવી ઘમસાણ મચાવી મૂકી હશે એ તે તેમના ટૂંકા આયુ પરથી અનુમાની શકાય. એમ જ લાગે છે કે જાણે અસત્ય સામે ઝઝતાં તેમણે શરીરને સાવ ઘસી નાખ્યું. એમની ચિત્તશક્તિ અને જિજ્ઞાસા તે દિનપ્રતિદિન સતેજ થતાં જતાં હતાં. પણું શરીર તેની સાથે ટકી ન શક્યું. ૧૨ ૧૦. “નવજીવન”, તા. ૯-૧૧-૧૯૦૫, “શ્રીમદ્દની જીવનયાત્રા ”, પૃ. ૧૪૩. ૧૧. “શ્રીમદ્ રાજચંદ્રઃ અર્ધશતાબ્દી સ્મારકગ્રંથ, પૃ. ૮૧. ૧૨. “ શ્રીમદ્દ જીવનયાત્રા", પૃ. ૧૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org