________________
શ્રીમદની જીવનસિદ્ધિ
કરે છે. રાજા દેવને ભેગ વગેરે માટે બંધ ન આપવા કહે છે ત્યારે મે ભાગ સ્વતંત્ર રચાયેલ મળે છે, મારું હૃદય કેઈ કાળે ચળનાર નથી, એ મિથ્યા મેહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને વિભ્રમમાં કેણ પડે? હું મારા અમૃત જેવા વૈરાગ્યને મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી.”૩ ૬
આમ અનેક રીતે મૂળમાં ફેરફાર કર્યા પછી સંવાદની રજૂઆત કરી છે, તે પરથી આપણે કહી શકીએ કે તેમણે સંવાદની રચનામાં મૂળ સૂત્રનો આધાર લીધો છે, પણ અનુવાદ કર્યો નથી.
પ્રમાણશિક્ષામાં આપેલે નમિરાજની એકત્વસિદ્ધિનો પ્રસંગ ભદ્રબાહકૃત “ઉત્તર નિર્યુક્તિ”ની ગાથા ૨૬૪થી ર૭૯માં જોવા મળે છે. પણ તે પ્રસંગની રજૂઆત તેમના પિતાના જ શબ્દોમાં થયેલી છે. એથી એ કથામાં પણ કયારેક હાસ્યરસ ડકિયાં કરી જ દેખાય છે. દાખલા તરીકે, “ઔષધ માત્ર દાહવરનાં હિતૈષી થતાં ગયાં. કેઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજવરથી કિચિત્ પણ દ્વેષ હોય. નિપુણ વૈદો કાયર થયા, અને રાજેશ્વર પણ એ મહાવ્યાધિથી કંટાળો પામી ગયા.૩ ૭
આ આખી ભાવના વાંચીએ ત્યારે મૌલિક ભાવના વાંચતા હોઈએ એવી છાપ આપણું પર પડે છે, કયાંયથી આધારિત વસ્તુ લીધી હોય તેવું લાગતું નથી. આ વસ્તુ શાસ્ત્રોક્ત પ્રસંગને આત્મસાત્ કરવાની શ્રીમદની શક્તિનો પરિચય આપણને આપે છે.
અન્યત્વભાવના
શરીર, સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી, વૈભવ વગેરેમાંથી કશું જ પિતાનું નથી. એમાં રહેલા મેહ અજ્ઞાનપણાને છે. તે સર્વને અન્ય માનવાં તે અન્યત્વભાવના. શાર્દૂલવિક્રીડિત છેદની ચાર પંક્તિઓમાં એ ભાવના સમજાવી તેનો વિશેષાર્થ ગદ્યમાં આપે છે.
અરીસાભવનમાં ભરત ચક્રવતીને અન્યત્વભાવના વિચારતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે દૃષ્ટાંત આ ભાવના વિષે અપાયું છે. ચકવર્તીની રિદ્ધિસિદ્ધિ માણતાં ભરતેશ્વર એક વખત અરીસાભવનમાં બેઠા હતા તે વખતે તેમની એક આંગળીમાંથી વીટી નીકળી ગઈ. પરિણામે આંગળી અડવી દેખાઈ. તેનું કારણ વિચારતાં વીંટીનું નીકળી જવું એ કારણ સમજાયું. એ પછી બીજી આંગળીની વીંટી કાઢતાં એ વાત વધારે પ્રમાણભૂત લાગી. એ પરથી ભરતરાજાને એક વિચારધારા ઉત્પન્ન થઈ અને વૈરાગ્ય આવ્યે, પરિણામે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
ભરતરાજાને ઉત્પન્ન થયેલી વિચારધારા શ્રીમદે કુશળતાપૂર્વક અને તર્કબદ્ધ રીતે રજૂ
૩૬. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૨. ૩૭. એજન, પૃ. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org