________________
૬. શ્રીમતી તરવવિચારણા - પત્રોમાં
મુખ્ય એવા જ્ઞાનીઓનાં વચનો આશય વાંચો, વિચારો તે શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન કેવળજ્ઞાનની અપેક્ષાએ વિક૯પજ્ઞાન કહી શકાય, પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તે સાધનરૂપ છે. તે જ્ઞાન બારમે ગુણસ્થાને વર્તતા એવા જીવને પણ અવલંબનરૂપ છે, જ્યારે કેવળજ્ઞાન પ્રગટે ત્યારે જ તેનું અવલંબન છોડવાનું જિનાગમમાં જણાવાયું છે, તે શ્રીમ પણ ભારપૂર્વક જણાવ્યું છે. આમ શ્રુતજ્ઞાનનાં ઉપકાર તથા માહામ્ય ઘણાં છે.
મતિ અને શ્રુતજ્ઞાન લગભગ સાથે સાથે જ જાય છે; કૃતથી મેળવેલું જ્ઞાન સ્મૃતિમાં રહી જાય એટલે તે મતિજ્ઞાન થઈ જાય છે. આથી મતિ અને શ્રુતજ્ઞાન બંનેનું મહત્ત્વ સરખું જ છે.
અવધિજ્ઞાન એટલ સ્થળ, કાળ આદિમાં અમુક હદ સુધીનું જ્ઞાન. આ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્રપર્યાયની વિશુદ્ધતાના તારતમ્યથી ઊપજે છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધતા પ્રાપ્ત થવી દુર્લભ છે, કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમેહનીય આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. સામાન્ય આત્મચરિત્ર પણ કઈક જીવન વિશે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવરછેદ જેવી હોય તેમાં કંઈ આશ્ચર્ય નથી. આત્મસ્વરૂપે વિચરતાં તે જ્ઞાનનું અસંભવિતપણું નથી. પરમાર્થથી તે જ્ઞાનને સંભવ છે.
મન:પર્યવજ્ઞાન એટલે સામાના મનનાં પરિણામ જાણવાં. આ જ્ઞાનની પણ વર્તમાનકાળમાં અવધિજ્ઞાન જેવી જ સ્થિતિ છે તે શ્રીમદ્દે બતાવ્યું છે. આ બંને જ્ઞાનની જિનાગમમાં બતાવેલી વ્યાખ્યાઓ વર્તમાન જીવો યથાર્થ ન રામજે અને તેનો આશય જાણ્યા વિના તેની જે વ્યાખ્યા તેઓ કરે તે મુખ્ય વ્યાખ્યાથી વિધવાળી હોય તે સંભવિત છે. પણ તેથી આ જ્ઞાન ન હોઈ શકે તેમ નથી, તે જ્ઞાન થવા યોગ્ય છે, તે આત્મદષ્ટિએ જોતાં નિસંદેહ છે. આ જ્ઞાન કઈ રીતે પ્રગટ થાય તે પ્રશ્નના ઉત્તરમાં શ્રીમદ્દે કોઈ મુમુક્ષુને લખ્યું હતું કે –
સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે, તેને આશ્રયે રહેલા શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધે છે, એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાને અભિપ્રાય જાણું શકે છે. લિંગ-દેખાવ ઉપરથી બીજાના કોઈ હર્ષાદિ ભાવ જાણું શકાય છે, તે મતિજ્ઞાનના વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવ જ્ઞાનનો વિષય છે.”૭૬
કેવળજ્ઞાન
શ્રીમદે કેવળજ્ઞાન વિશે વધુ વિચારણા કરેલી જણાય છે. કેવળજ્ઞાનના સામાન્ય અર્થ લોકેમાં એ થાય છે કે સમયે સમયનું ત્રણે કાળનું અને ત્રણે લોકનું જ્ઞાન. આ જ્ઞાન આ કાળમાં, આ ક્ષેત્રે, સંભવે નહિ તેવો જિનાગમને અભિપ્રાય છે.
૭૬. “શ્રીમદ્ રાજચંદ્ર ”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૩૨૬. ૭૭. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ ૧, આંક : પ૮ ૭, ૬૨૯, ૭૯, ૬૯૪ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org