________________
શ્રેમની જીવનસિદ્ધિ તફાવત હોય છે. તેને પરિણામે અજ્ઞાનીને કમને ભગવટે ભવિષ્યના સંસારને હેતુ થાય છે, ત્યારે જ્ઞાનીને તે કર્મનિર્જરાને હેતુ થાય છે. આમ જ્ઞાની-અજ્ઞાનીની કર્મ પ્રત્યેની દષ્ટિમાં ઘણે તફાવત હોય છે.
જ્ઞાન-અજ્ઞાનીની વાણીમાં પણ ભેદ હોય છે. માત્ર શાસ્ત્રો વાંચી પોતાને જ્ઞાની માનનારની વાણીમાં અને જેને અનુભવસ્વરૂપ જ્ઞાન થયું છે તેની વાણુમાં એ તફાવત હોય છે કે દેઢ મુમુક્ષુ કે આત્માથી જીવ તે તરત સમજી જાય છે. આ ભેદ એવો સૂક્ષમ હોય છે કે સામાન્ય જીવ જ્ઞાની-અજ્ઞાનીની વાણને ભેદ સમજી શકતા નથી, અને તેથી કેટલીકવાર અજ્ઞાનીને જ્ઞાની માની, તેની ઉપાસના કરી, વધુ કર્મબંધ કરે છે. આ બંનેની વાણીને ભેદ બતાવતાં શ્રીમદે લખ્યું છે કે –
જ્ઞાનીની વાણું પૂર્વાપર અવિરુદ્ધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે. અને અનુભવ સહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણ હોતા નથી. સર્વથી ઉત્કૃષ્ટ જે પૂર્વાપર અધિપણું તે શુષ્કજ્ઞાનીની વાણુને વિશે વર્તવા યોગ્ય નથી, કેમ કે યથાસ્થિત પદાર્થદર્શન તેને હેતું નથી, અને તેથી ઠામ-ઠામ ક૯૫નાથી યુક્ત તેની વાણું હોય છે, એ આદિ નાના પ્રકારના ભેદથી જ્ઞાની અને શુષ્કજ્ઞાનીની વાણીનું ઓળખાણ ઉત્કૃષ્ટ મુમુક્ષુને થવા યોગ્ય છે. જ્ઞાની પુરુષને તો સહજ સ્વભાવે તેનું ઓળખાણ છે, કેમકે પોતે ભાનસંહિત છે, અને ભાનસંહિત પુરુષ વિના આ પ્રકારનો આશય ઉપદેશી શકાય નહીં, એમ સહેજે તે જાણે છે.”૭૩
પણ જ્ઞાની અજ્ઞાની વચ્ચેના ભેદની ખબર સામાન્ય જીવને પડતી નથી તે આપણે ઉપર જોયું. તેથી તે શ્રીમદે લખ્યું છે કે –
જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ-જીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ
જ હત. ૭૪
.
આ ઉપરાંત જ્ઞાનીની સર્વ વર્તના પ્રારબ્ધના ઉદય પ્રમાણે હોય છે. તેમની ઈચ્છા કે અનિચ્છા હતી નથી, ત્યારે અજ્ઞાની જીવને પ્રવૃત્તિમાં મારાપણું હોય છે, અને પ્રારબ્ધ સાથે તેને ઘણું વાર વિરે હોય છે. આમ જ્ઞાની તથા અજ્ઞાની વચ્ચે વાણું, વર્તન, આદિમાં ઘણે ભેદ હોય છે.
જ્ઞાન અને તેના પ્રકાર૭૫
જિનાગમમાં જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ પ્રકાર કહ્યા છે. તે જ્ઞાનના પ્રકાર સાચા છે, ઉપમાવાચક નથી.
૭૩. “શ્રીમદ્ રાજચંદ્ર", આત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૫૪; અગાસ આવૃત્તિ, આંક ૬૭૯. ૭૮. એજન, પૃ. ૨૫૫; ૫. “શ્રીમદ્ રાજચંદ્ર ", અગાસ આવૃત્તિ, આંક : પ૯૭, ૬૭૯, ૭૧૪, ૭૯૯ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org