________________
૪૫૯ ,
૮. શ્રીમની તરવવિચારણા - પત્રોમાં માટે પણ છે. તેમ છતાં પણ આત્મસ્થિરતાને વધારવા માટે જ્ઞાની નિવૃત્તિની ઈરછા રાખ્યા કરે છે, અને સત્સંગને સેવ્યા કરે છે. તેઓ ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમની એક પણ પ્રવૃત્તિ એવી નથી હોતી કે જેથી પરમાર્થને વિશે ભ્રાંતિ થાય. જ્ઞાનીને દહ પરનું મમત્વ પણ ટળી ગયું હોય છે, તેથી તેને સુખી કે દુઃખી અવસ્થા પણ સ્પશી શકતી નથી.
આમ જ્ઞાનીની અવસ્થા સામાન્ય જનના કરતાં એટલી જુદા પ્રકારની હોય છે કે તેનું વર્ણન કરતાં અનેક ગ્રંથ પણ લખાયા છે.
રૂાની-અજ્ઞાની વચ્ચે ભેદ
જ્ઞાની અને અજ્ઞાનીની ચેષ્ટા બાહ્યથી જોતાં ઘણું સામ્યવાળી લાગતી હોવા છતાં, તેમાં આંતરિક રીતે ઘણે તફાવત હોય છે. અનાદિકાળથી વિપર્યાસ બુદ્ધિ હોવાથી અને જ્ઞાની પુરુષની કેટલીક ચેષ્ટાઓ અજ્ઞાની પુરુષના જેવી જ હેવાથી જ્ઞાની સામાન્ય દૃષ્ટિથી ઓળખાતા નથી. જ્ઞાનીને વિવિધ પ્રવૃત્તિઓ હોય છે, શાતા-અશાતા હોય છે, વાણી-વિચાર હોય છે, અને બીજાં પણ ઘણું એવાં લક્ષણ હોય છે કે જે અજ્ઞાનીને પણ સંભવે. એટલે કે તેઓ બંને વચ્ચેનો ભેદ બાહ્ય નહિ પણ આંતરિક છે. બાહ્યથી કઈ એવાં સ્પષ્ટ લક્ષણે જણાતાં નથી કે જીવને જ્ઞાનીને તરત જ નિશ્ચય થઈ જાય. તેથી તો ઘણું જીવો એગમાં આવ્યા છતાં તેમને ઓળખી શકતા નથી અને વિશ્વમમાં જ રહ્યા કરે છે. માટે જ્ઞાનીને ઓળખવા માટે બળવાન પાત્રતાની આવશ્યકતા છે.
પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મો જ્ઞાની તેમ જ અજ્ઞાની બંનેને ભેગવવાં પડે છે. તે કર્મના ફળરૂપે શાતા પણ આવે, અને અશાતા પણ આવે, પ્રવૃત્તિ પણ આવે અને નિવૃત્તિ પણ આવે, સુખ પણ આવે અને દુઃખ પણ આવે, રોગ પણ આવે અને નીરોગીપણું પણ આવે, લાભ પણ થાય અને નુકસાન પણ થાય એટલે કે પૂર્વે જેવાં કર્મ બાંધ્યાં હાય તેનું ફળ તે જ્ઞાની અને અજ્ઞાની બંનેને સરખું જ મળે છે. પણ આમાં જે કંઈ ભેદ છે તે ફળને સ્વીકારવાની રીતિમાં જોવા મળે છે. અજ્ઞાની જીવને શાતા આવે, લાભ થાય વગેરે શુભ કર્મને ઉદય થાય ત્યારે આનંદ થાય છે, અને તેમાં તે રાગ કરે છે, તે એથી ઊલટું જે અશાતા આવે, રોગ આવે, નુકસાન થાય વગેરે અશુભ કર્મને ઉદય આવે તે તેને બહુ શેક થાય છે, તેનાથી છૂટવા તે પ્રયત્ન કરે છે, અને તેમાંથી ક્યારેક તે આર્તધ્યાનમાં પણ ઊતરી પડે છે. એટલે કે અજ્ઞાની જીવ તીવ્રપણે રાગ કે દ્વેષ અનુભવે છે. પણ જ્ઞાનીની વર્તને અજ્ઞાની કરતાં જુદા પ્રકારની હોય છે. તેમને શાતા આવે, સુખ આવે, ઈષ્ટ ચીજની પ્રાપ્તિ થાય કે તેનો વિયોગ થાય, અનિષ્ટ ચીજને ચેગ થાય કે તેનાથી છૂટકારો મળે, દુખ મળે, અશાતા આવે- એમ કેઈ પણ શુભ કે અશુભ કર્મને ઉદય થાય તે વખતે તેઓ સમભાવે રહે છે. એટલે કે શુભ કર્મના ઉદયથી હર્ષિત થતા નથી, અશુભ કર્મના ઉદયથી તેઓ શેકથી આકુળ બનતા નથી, તેમને રાગ કે દ્વેષ વર્તતા નથી. આમ તેઓ અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં સમભાવે જ રહે છે.
આમ સુખદુઃખ, અનુકૂળ-પ્રતિકૂળ સંજોગે, લાભાલાભ, નફા-નુકસાન વગેરે બાબતમાં જ્ઞાની સમચિત્ત રહે છે, ત્યારે અજ્ઞાની રાગદ્વેષ કરે છે, એટલે કે તેમના મનના પરિણામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org