________________
શ્રીમતી જીવનસિદ્ધિ હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક્ટશન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે.”૭૦
અનંતકાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું, તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.૭૧ આ સમ્યગ્દર્શન પામેલે જીવ દશ વધતાં જ્ઞાની અને પુરુષ થાય છે.
જ્ઞાનીની દશા – સ્વરૂપ
આત્મજ્ઞાન થયા પછી જીવની કેવી દશા થાય છે કે જેથી તેનું આટલું બધું માહાસ્ય શ્રીમદે બતાવ્યું છે ? આત્મજ્ઞાનીની દશા કેવી હોય તેનું છૂટક છૂટક નિરૂપણ શ્રીમદે કરેલ છે, જે પરથી આપણને જ્ઞાનીની દશા સમજાય છે.
આ જ્ઞાનીઓ મનેજયી હોય છે. તેમને મૌન રહેવું કે અમૌન રહેવું બંને સુલભ હોય છે, અનુકૂળ-પ્રતિકૂળ દિવસ સરખા હોય છે, લાભ-હાનિ સરખી હોય છે, તેમને માત્ર સમભાવ જ વર્તતો હોય છે. આવા મને જયી જ્ઞાનીની સમર્થતા બતાવતાં શ્રીમદે લખ્યું છે કે :
એક કલ્પનાનો જય એક કપે થવા દુર્લભ, તેથી તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમા ભાગે શમાવી દીધી!”૭૨
આવા જ્ઞાનીને ધર્મ એ જ અસ્થિ, મજજા, ઈન્દ્રિય આદિ હોય છે, એટલે કે ધર્મ એ જ તેમનું સર્વસ્વ હોય છે. આવા જ્ઞાનીઓ મનુષ્યદેહે પરમાત્મા જ છે, કારણ કે તેમનું હલનચલન, વાચા, કાર્ય આદિ પ્રત્યેક વસ્તુ ધર્મને અર્થે થતી હોય છે.
તેઓ શાસ્ત્રમર્મના જ્ઞાતા હોય છે, સર્વમાં ઉદાસીનતા કે વીતરાગતા વર્તતી હોય છે, પોતાના સ્વરૂપમાં જ મગ્ન રહે છે, અને મગ્નતા રહે નહિ ત્યારે શાસ્ત્રવાચન, ભક્તિ આદિ શુભ પ્રવૃત્તિઓમાં રહે છે. એટલે કે તેમને કષાયજય હોવાથી તેઓ શુદ્ધભાવમાં કે શુભભાવમાં રહે છે.
આવા જ્ઞાનીને વિશે કઈ જે ધનાદિ ભૌતિક વસ્તુ મેળવવાની ઈચ્છા રાખે તે તેવા જીવને દશનાવરણીય કર્મ બંધાય છે. પરંતુ ઘણું કરીને તેવો પ્રતિબંધ કેઈને ન થાય તે રીતે જ્ઞાની વતે છે. જ્ઞાનીઓ પ્રારબ્ધના ઉદય પ્રમાણે વતે છે, અને જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં હર્ષશેક કે રાગદ્વેષ કરતા નથી. આમ જ્ઞાનીની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી જ નથી હતી. ઊના પાણીને માટે જેમ ઉષ્ણપણું તે મુખ્ય ગુણ નથી, તેવું જ જ્ઞાનની પ્રવૃત્તિ ૭૦. “શ્રીમદ્ રાજચંદ્ર”, આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૪૪૩. અગાસ આવૃત્તિ હાથ ધ ૨/૨૦
આંકઃ ૮૩૯ ૭૧. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ પૃ. ૨૬૫. ૭ર. “શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃત્તિ પૃ. ૧૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org